- તન્મય વોરા
મારી પાસેના એક પૉડકાસ્ટમાં વક્તાએ બહુ રસપ્રદ વત કહી છે.
એક સમયે, હવાઇ સફરમાં તેમણે બાજુમાં બેઠેલ, બાગકામ સાથે એક સંકળયેલ વ્યક્તિને બાગકામને લગતી ટિપ બાબતે પૂછ્યું. તે વ્યક્તિએ જવાબમાં કહ્યું, " મારી નંબર # ૧ બાગકામ ટિપ એ છે કે, દરેક છોડ કે ફૂલની એક નિશ્ચિત આવરદા હોય છે. તે આવરદાથી જેટલું વધારે તેને જીવાડવા મથશો, તેટલા તમે સારા માળી નહીં!"
દરેક સારી વસ્તુનો અંત તો છે જ, પણ માનવ સ્વભાવની એ અવળચંડાઇ છે કે તે તૂટી ન જાય ત્યાં સુધી તેને ખેંચતાં જ રહેવું.
જો કોઇ પણ વાતનો અંત નહીં આવે, તો પછી નવી, સારી, શરૂઆત ક્યાંથી થશે?
- તન્મય વોરાના, QAspire.comપરના લેખ In 100 Words: Every End is a New Beginning નો અનુવાદ
- અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો