શુક્રવાર, 7 ફેબ્રુઆરી, 2020

૧૦૦ શબ્દોની વાત : જીવનની પ્રાથમિકતાઓ - બ્રાયન ડાયસનની નજરે

- તન્મય વોરા


“જીવન પાંચ દડાઓને હવામાં ઉછાળતા રહેવાની, રમત છે. આપણે તેમને કામ, કુટુંબ, સ્વાસ્થ્ય, મિત્રો અને જુસ્સા તરીકે ઓળખીએ છીએ. અને તેમને આપણે જમીન પર નથી પડવા દેવાનાં. આપણને તરત જ સમજાઈ જાય છે કે કામ રબરના દડા જેવું છે, નીચે પડે તો પણ પાછું ઊછળી આવે છે. પણ કુટુંબ, સ્વાસ્થ્ય, મિત્રો અને જુસ્સો એ ચાર કાચના દડા છે, એક વાર છટક્યા, તો ફરી મૂળ સ્થિતિમાં ન આવે. તે ક્યાં તો વિખરાઇ જાય, કાયમી અસર મૂકી જાય, મોટું નુકસાન થાય. કદાચ તૂટી પણ જાય." - બ્રાયન ડાયસન – પૂર્વ મુખ્ય પ્રબંધક, કોકા કોલા

આ દડાઓ વચ્ચે સંતુલન જળવાય તો જીવન સફળ બને !


  • તન્મય વોરાના, QAspire.comપરના લેખ In 100 Words: Brian Dyson On Life Priorities , નો અનુવાદ
  • અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો