સંસ્થાજન્ય સંસ્કૃતિ આ બધું તો નથી જ -[1]
સંસ્થાજન્ય સંસ્કૃતિના જ અર્થમાં મોટાભાગે વપરાતા શબ્દપ્રયોગો અને સંસ્થાજન્ય સંસ્કૃતિ વચ્ચેની પાતળી, પણ મહત્ત્વની ,ભેદરેખા શું છે તેની ટુંકમાં વાત કરીએ –
સંસ્થાજન્ય સંસ્કૃતિ અને સંસ્થાજન્ય લોકવલણ
સંસ્થાજન્ય લોકવલણ લોકોના મનમાં હાલમાં પ્રવર્તતાં વલણની હવા છે. તેને કારણે કર્મચારીઓને પોતાની કુશળતા અને આવડતને કામે લગાડવા માટે સાનુકુળ પરિસ્થિતિ પેદા થવામાં મદદ મળે છે. લોકોની મહેનત અને લગનના બીનનાણાકીય પુરસ્કારની દૃષ્ટિએ તે પ્રેરણાજનક પરિબળોની ભૂમિકા પણ ભજવે છે. સંસ્થાની અંદરનાં તેમજ બહારનાં પર્યાવરણ સાથે અનુકૂલન સાધવા માટે જરૂરી લોકવલણ ઉભરી રહેતું હોય છે.…સંસ્થાજન્ય લોકવલણ સંસ્થાની વર્તમાન કાર્યણાલિકાઓ સાથે વધુ સંબંધ ધરાવે છે. સંસ્થાનાં મૂલ્યો અને ધારાધોરણોના દાયરામાં જ રહીને આ કાર્યપ્રણાલિકાઓ નક્કી થતી હોય છે. જોકે સંસ્થાનાં મૂલ્યો કે ધારાધોરણોનું ઘડતર સંસ્થાજન્ય સંસ્ક્રુતિ અનુસાર જ થતું હોય છે. બીજા શબ્દોઆં કહી તો, સમયનાં વહેણ સાથે ઘડાયેલ સંસ્થાજન્ય સંસ્કૃતિ સંસ્થાજન્ય લોકવલણમાં પ્રતિબિંબિત થતી હોય છે.. સંસ્થાની શાખ અને નામના સંસ્થાની સંસ્કૃતિને કારણે બંધાય છે. તેનાથી સંસ્થાની અનુભૂતિ જણાઇ આવે છે. ગુણવતા માટે સંસ્થાનો આગ્રહ એ તેની સંસ્કૃતિ છે જ્યારે કર્મચારીઓ સાથેના સંચાલક મંડળનાં સંબંધો સંસ્થાજન્ય લોકવલણ દર્શાવે છે. [2]
સંસ્થાજન્ય સંસ્કૃતિ અને સંસ્થાજન્ય પર્યાવરણ
સંસ્થાજન્ય પર્યાવરણ સંસ્થાની કામગીરીને, કામકાજને અને સંસાધનો પર અસર કરતાં સંસ્થાની આસપાસનાં પરિબળોને આવરી લે છે. સંસ્થાની સીમા બહાર આવેલાં તમામ ઘટકોને તે આવરી લે છે. તેની અસર સંસ્થાના કોઈ એક, કે અલગ અલગ, ભાગ કે પુરી સંસ્થા પર પડી શકે છે. આ પરિબળો સરાકારી નિયમન સંસ્થાઓ, હરીફો, ગ્રાહકો, પુરવઠાકારો કે જાહેર જનતાનાં દબાણો જેવી અનેકવિધ હિતધારક બાબતોને આવરી લે છે. સંસ્થાનું યોગ્ય રીતે સંચાલન કરવા માટે સંચાલકોએ સંસ્થાજન્ય પર્યાવરણને બરાબર સમજવું જોઈએ. [3]
સંસ્થાજન્ય સંસ્કૃતિ અને કર્મચારીઓનું સંસ્થા સાથેનું જોડાણ
સામાન્યપણે કર્મચારીઓના મનમાં સંસ્થાજન્ય સાંસ્કૃતિ સંસ્થાની કેન્ટીનમાં મળતું જમવાનું, ઈતર પ્રવૃતિ માટેનાં રમતગમતનાં સાધનો,અને તેનાં જેવાં કાર્યસ્થળ પર કર્મચારીઓને સુખદ અનુભવ કરવાતાં, કાર્યસ્થળ વિશે સંતોષ વધારતા કે સંસ્થા પ્રત્યે વધારે પ્રતિબધ્ધતા પેદા કરતા વિશેષ લાભોની સમકક્ષ સ્થાન કરી બેઠા હોય છે. આ બધા લાભોને કારણે કર્મચારીઓનું સંસ્થા સાથેનું જોડાણ વધુ મજબૂત બને છે એમ મહદ અંશે સ્વીકાર્યા છતાં પણ તેને સંસ્થાની વ્યૂહરચના સાથે સીધો સંબંધ નથી. સંસ્કૃતિ ઘડતાં ચાલક બળો એક જ પ્રકારના ઉદ્યોગમાં કાર્યરત અલગ અલગ સંસ્થાઓમાં અલગ અલગ જોવા મળે છે. જે એક પ્રકારનું વર્તન એક સંસ્થાને સફળતા અપાવી શકે છે તે, નીચે ચિત્રમાં દર્શાવ્યા અનુસાર, બીજી સંસ્થાના કિસ્સામા સફળતા સિધ્ધ કરવામાં મસમોટી અડચણ બનતું પણ જોવા મળે છે.
સંસ્થાજન્ય સંસ્કૃતિ વડે સંસ્થાની કામગીરીનાં દ્વાર ખોલી કાઢવા માટે સંસ્થાજન્ય સંસ્કૃતિને સંસ્થાની પ્રાથમિકતાઓ સાથે સાંકળી લેવી જોઈએ. એ માટે એવી 'કેટલીક મહત્ત્વની' વર્તણૂક પસંદ કરી લેવી જોઇએ જે ઈચ્છિત પરિણામો લાવી શકે. જ્યારે આ વર્તણૂકો તેને અનુકૂળ માળ્ખાંકીય કે પ્રક્રિયા પરિવર્તનો સાથે જોડાઈ જાય ત્યારે કર્મચારીઓના અનુભવ પર બહુ મોટી અસર પડી શકે છે. આમ સંસ્થાજન્ય સંસ્કૃતિની મદદથી સંસ્થાની કામગીરી સુધારવા કર્મચારીઓના પરિણામો સાથે સુસંગત અનુભવો પર ભાર મૂકવો જોઈએ અને સુસંગત ન હોય તેવી બાબતોને ઓછું મહત્ત્વ આપવું જોઈએ. કર્મચારીઓની વર્તણૂકની જે બાબતોથી સંસ્થાની કામગીરી પર અસર થાય છે તે જ બાબતો કર્મચારીઓનાં સંસ્થા સાથેનાં બંધન માટે પણ સુસંગત છે કે નહીં તે બાબત ગૌણ બની જાય છે. કકર્મચારીઓનું સંસ્થા સાથેનું બંધનને સાંસ્કૃતિક ક્રમિક વિકાસના નક્કર ઉદ્દેશ્ય ગણવાને બદલે આડપેદાશ ગણવું જોઈએ. [4]
સંસ્થાજન્ય સંસ્કૃતિ અને રાષ્ટ્રીય સંસ્કૃતિ
સંસ્થાજન્ય સંસ્કૃતિ અને રાષ્ટ્રીય સંસ્કૃતિ સાવ અલગ બાબતો છે. રાષ્ટ્રીય સંસ્કૃતિ એ માનવ સમાજનાં શાસ્ત્રીનો વિષય છે જ્યારે સંસ્થાજન્ય સંસ્કૃતિ એ એ સામાજિકશાસ્ત્રનો વિષય છે. સંસ્થાનું સંચાલન મંડળ ક્યારે પણ રાષ્ટ્રીય સંસ્કૃતિ બદલી ન શકે, તે માત્ર તેને સમજી શકે અને તેનો ઉપયોગ કરી શકે. પરંતુ તે સંસ્થાજન્ય સંસ્કૃતિ ઘડી શકે અને ક્યારેક બદલી પણ શકે. સંસ્કૃતિની વાત વ્યક્તિગત કક્ષાએ લાગુ નથી પડતી. વ્યક્તિને પોતાનું આગવું વ્યક્તિત્ત્વ હોય છે, જે તે વ્યક્તિ જે સંસ્કૃતિમાં ઉછરેલ છે તેનાથી અમુક અંશે જ પ્રભાવિત થયેલ હોય છે.…રાષ્ટ્રીય સંસ્કૃતિના તફાવતો વ્યક્તિ દસ વરઃસની ઉમરની થાય તે પહેલાં જે તે શીખે છે તેને કારણે રૂઢ જાય છે. પોતાનાં માબાપે પણ તેમની દસ વર્ષની ઉમર પહેલાં જે જે શીખ્યું હતું તેની પણ સંતાનો પર અસર થાય છે. આમ આ અસરો ખાસ્સી ઊંડી ઉતરેલી હોય છે, અને એટલે કેટલીય પેઢીઓ સુધી જલદી બદલી નથી શકાતી.….સંસ્થાજન્ય સંસ્કૃતિ કાર્યસ્થળ પરની કાર્યપધ્ધતિઓ અને પ્રાણાલિઓમાંથી ઉતરી આવેલ હોય છે, એટલે, તેને, પ્રમાણમાં ઝડપથી બદલી શકાય. [5]
સંસ્થાજન્ય સંસ્કૃતિ અને સમાજજન્ય સંસ્કૃતિ
જ્યારે ક્યારે સંસ્થાજન્ય સંસ્કૃતિના સંદર્ભમાં ધારાધોરણો,બધાંનાં મૂલ્યો, સંસ્થાની શાસન વ્યવસ્થા નક્કી કરતી અપેક્ષાઓની વાત થાય છે ત્યારે એ ધારાધોરણો કે મૂલ્યો કે અપેક્ષાઓ નક્કી કરે છે એ સમૂહ કે સમાજમાં જ્યાં વ્યક્તિ રહેતી હોય છે. કોઈ પણ સંસ્થાના સુચારૂપણે કામ કરતા રહેવા માટે તેની સંસ્થાજન્ય સંસ્કૃતિ, સમાજજન્ય સંસ્કૃતિ અને સંસ્થાનાં નેતૃત્વની શૈલીમાં એક્સંવાદિતા હોવી જોઈએ. [6]
સંસ્થાજન્ય સંસ્કૃતિ અને કોર્પોરેટ સંસ્કૃતિ
સામાન્ય વહેવારમાં કોર્પોરેટ સંસ્કૃતિ શબ્દપ્રયોગ એ પ્રકારની નફા માટે કામ કરતી સંસ્થાઓના સંદર્ભમાં વપરાતો હોય જ્યાં માલિકી અને સંચાલન કાયદાકીય દૃષ્ટિએ આગ પાડવામાં આવેલ હોય છે. નફો મહત્તમ બને તે રીતની કાર્યપધ્ધતિ અને કામગીરી પર મુકાતો ભાર કોર્પોરેટ સંસ્કૃતિની સાથે સાંકળી લેવાતો હોય છે.અલગ અલગ ઉદ્યોગોમાં અલગ અલગ કંપનીઓ અલગ અલગ વ્યૂહરચનાઓ અપનાવીને પોતાનો માર્ગ નક્કી કરતી હોય છે. જેમ કે માહિતી ટેક્નોલોજી કે રચનાત્મક માર્કેટીંગના વ્યવસાયની કંપનીઓમાં કર્મચારીઓની વૈચારીક સ્વતંત્રતા અને રચનાત્મકતા વધારે મહત્ત્વનાં ગણાતાં હોય છે. જ્યારે બેંકો કે વીમા કંપનીઓમાં વધારે ઔપચારિક અને માળખાંબધ્ધ સંસ્કૃતિ જોવા મળે છે કેમ કે આ ઉદ્યોગોમાંની કંપનીઓએ બહુ ચુસ્ત અને વ્યાપક સરકારી નિયમનોનું અનુપાલન કરતા રહેવાનું હોય છે.
તેની સામે નફો ન કરવાની ભાવનાથી ચાલતી કંપનીઓમાં વ્યક્તિગત અને સામાજિક મૂલ્યોને કાર્યક્ષમતા કે નફાકારકતા કરતાં વધારે મહત્ત્વ આપવામાં આવે છે. [7]
સંસ્થાજન્ય સંસ્કૃતિ અને સંસ્થાજન્ય સંદર્ભ
સંસ્થાજન્ય સંસ્કૃતિ અને સંસ્થાજન્ય સંદર્ભ એક મકાનનાં રૂપકથી બરાબર સમજી શકાશે. 'છાપરૂં' અને પાયો' એ સંસ્થાજન્ય સંદર્ભ છે અને તે બેની વચ્ચે પ્રવૃત્તિઓથી ધબકતું જે મકાન છે તે સંસ્થાજન્ય સંસ્કૃતિ છે. 'પાયો' એ મૂળ છે જેમાંથી સંસ્થા 'પેદા થયેલ' છે. સંસ્થાનાં અસ્તિત્વનો તે મૂળભૂત ઉદ્દેશ્ય છે, તેનું મિશન છે, તેનાં તાત્વિક મૂલ્યો છે, તેનાં મહત્ત્વનાં ધોરણો, તેનાં ગ્રાહકોને ઉત્પાદનો કે સેવાઓની આગવી અનુભૂતિઓ કે તેના હિતધારકો સાથેના અગવા સંબંધોના પ્રસ્તાવો કે કર્મચારીઓનાં તેનાં સાથે જોડાણની ભૂમિકા અને નિયમો છે. 'છાપરૂ" સૂચક છે સંસ્થા 'જ્યાં પહોંચવા' ધારે છે - તે સંસ્થાનાં ભવિષ્યનાં દીર્ઘદર્શનનું બૃહદ ચિત્ર છે, તેના ઉદ્દેશ્યો અને ધ્યેયો, અને એ બાબતે તેની પ્રાથમિકતાઓ છે. એ બન્ને વચ્ચે જે કંઈ છે તે સંસ્થાની સંસ્કૃતિ છે - સંસ્થાના પાયાના આધાર પર, તેની લાંબાગાળાની, સંપોષિત, સફળતા માટે, સંસ્થામાં એકબીજાં સાથે મળીને કામ કરતાં, એકબીજાં સાથે માહિતી આપલે અને સંવાદ કરતાં, એકબીજાં સાથે સંકલિત સહયોગ સાધતાં - જીવતાં જાગતાં, ધબકતાં - લોકો છે. સંદર્ભનું ચાલક બળ સંસ્કૃતિ છે. [8]
· વારતહેવારે ભેટસોગાદોની ખાનગીમાં વહેંચણીસંસ્થામાં કામ કરતાં લોકોમાં ઔપચારિકતાઓ ઘટે, મૈત્રીપૂર્ણ આપસી ભાવ વધે, સંસ્થા કામ અને પગાર સિવાય બીજું પણ ધ્યાન રાખે છે તેવી ભાવના કેળવાય એવાં કાર્યસ્થળ વાતાવરણ ઊભું કરવા માટે આ બધું ઉપયોગી જરૂર નીવડી શકે. સંસ્થાજન્ય સંસ્કૃતિની પરંપરાનો એ સ્વાભાવિક ભાગ પણ હોઈ શકે, પણ એ સંસ્થાજન્ય સંસ્કૃતિ તો ન જ કહેવાય.
· નાસ્તાપાણી સાથેની રાત્રિ સંગીતસભાઓ
· સંગીત ખુરશી, આંધળો પાટો કે ખો ખો જેવી રમત ગમતો
· ઉતરાયણની ઊંધિયા દાબડા પાર્ટીઓ
· હોળીધુળેટીના જમણવાર
· એક રાત-બે દિવસની પિકનિકો
· બહેનોની રસોઈ હરિફાઈ કે પુરુષોની જોક્સ હરિફાઈઓ, જેના જજ તરીકે કંપનીના ઑડીટર્સને બેસાડ્યા હોય

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો