'તમે શું કરો છો?' એ સવાલના જવાબથી સંસ્થાનો ઉદ્દેશ્ય ન જાણી શકાય. આ પ્રકારના સવાલ વડે સામાન્યતઃ સંસ્થાની પેદાશો, સેવાઓ કે ગ્રાહક પર ધ્યાન કેન્દ્રિત થાય છે. ઉદ્દેશ્ય વિશે સ્પષ્ટતા કરવા માટે 'તમારાં કામનું મહત્ત્વ શું છે' એ સવાલનો જવાબ શોધવાનો રહે છે.
સંસ્થાના કર્મચારીઓને તે ઉદ્દેશ્યને કારણે પોતાનાં કામને કરવાની પ્રેરણા અને ચાલક બળ મળવું જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો તેને કારણે સંસ્થા વડે તેઓ કોઈ વિશેષ હેતુ માટે સમાજનાં કે પોતાના હિતધારકોનાં શ્રેય માટે કામ કરે છે તેવી ભાવના પેદા થવી જોઈએ. વ્યાપાર ઉદ્યોગનો પહેલો આશય નફો રળવાનો હોય તે તો સમજી શકાય. પરંતુ મહત્ત્વનો છે દૃષ્ટિકોણનો ફરક - નફો રળતાં રળતાં એ વિશેષ હેતુ સિધ્ધ નથી કરવો, પણ એ વિશેષ હેતુની સિધ્ધિ વડે નફો પણ રળવો. એ દૃષ્ટિકોણનો ફરક કર્મચારીના પોતાના કામ તરફના અભિગમ વડે પાડી શકે છે. સંસ્થા પોતાના ઉદ્દેશ્યની સિધ્ધિનો જે અર્થપૂર્ણ ઈતિહાસ રચશે તેમાં તેમનો પણ ફાળો હશે.
ઉદ્દેશ્ય
- એ સમાજ કે હિતધારકના વ્યાપક શ્રેયમાં યોગદાન દર્શાવે છે
- જે પેદાશ કે સેવા પુરતું મર્યાદિત નથી
- '(અ)મારાં કામનું મહત્ત્વ શું છે'? એ સવાલનો જવાબ છે.
- તે પ્રેરાણાદાયી અને ચાલકબળ પૂરૂં પાડનાર છે.
- પ્રભાવશાળી શબ્દોમાં વ્યક્ત થાય છે
- લંબાઈમાં સંક્ષિપ્ત હોય છે.
- જેથી કર્મચારીઓ સમજે અને અનુસરે
- અર્થમાં વ્યાપક હોય છે
સરળ શબ્દોમાં કહેવું હોય તો એમ કહી શકાય કે ઉદ્દેશ્ય સંસ્થાના અસ્તિત્ત્વનું કારણ છે. તે દીર્ઘદર્શન, જીવનલક્ષ્ય અને મૂલ્યોનું સંયોજન છે. ઉદ્દેશ્યને વ્યાખ્યાયિત કરવા માટે ત્રણ સવાલોના જવાબ ખોળવા જરૂરી બને છે -
- જે તકો ખોળવા માટે અને પરિવર્તનો કરવા મટે કારણ પૂરું પાડી શકે છે. [1]
- દીર્ધદર્શન શું છે ? - આ પ્રેરણાદાયી સવાલ છે. દીર્ધદર્શનનાં ચિત્રમાંથી ઉદ્દેશ્ય ઉદ્ભવે છે.
- જીવનલક્ષ્ય શું છે ? - સંસ્થા શું કરવા માગે છે તેનો જવાબ છે
- મૂલ્યો શું છે - શક્તિશાળી મૂલ્યો વડે જો સંકળાયેલ ન હોય તો ગમે તેટલાં આદર્શ દીર્ઘદર્શન કે જીવનલક્ષ્ય કંઈ સિધ્ધ ન કરી શકે. મૂલ્યો ઉદ્દેશ્યની પરિભાષામાં સ્પષ્ટતા ઘડે છે.
વાસ્તવિક જીવનમાં ઉદ્દેશય કોઈ શૂન્યાવકાશમાં નથી રહેતો. તેનો સારી રીતે ઉપયોગ થતો રહેવો જોઈએ. [2]
ઉદ્દેશ્યને વ્યક્તિગત,કાર્યસ્થળ ભૂમિકા અને સંસ્થાનાં એમ ત્રણ સ્તરે વહેંચીને સ્પષ્ટ કરાવો જોઈએ. આ ત્રણે મહત્ત્વના દૃષ્ટિકોણની સંતુલિત ફળપ્રાપ્તિ 'મીઠડું સ્થળ' (sweat spot) પેદા કરે છે જેના ફાયદા કર્મચારીઓ, ટીમ્સ, સંસ્થા, ગ્રહકો, અને મોટા ભાગે કદાચ સમાજ પણ, ભોગવે છે. [3]
સંસ્થા મોટા ભાગે ઉદ્દેશ્યને ત્યારે જ ખોળવા નીકળે છે જ્યારે કોઈ કટોકટીએ સંસ્થાનાં અગ્રણીને સંસ્થામાં પ્રચલિત કામ કરવ અમાટેનાં ચાલક બળ અને કામગીરીને લગતી પૂર્વધારણાઓને પડકારવાની ફરજ પાડી હોય કે કોઈ નવપ્રયોગ કરવાની તાતી જરૂર ઊભી કરી હોય. અહીં દર્શાવેલ આઠ આવશ્યક પગલાનાં માળખાની મદદથી ઉદ્દેશ્યની ખોજ માટેની કર્મચારી માટે કામ કરવાની પ્રેરણાના ચાલકબળને ભાવશૂન્ય 'આપસી લેણદેણ'ની નજરે જોવા રૂપી સૌથી મોટી અડચણ દૂર કરવામાં મદદ મળી શકે છે –
Credit: The Economics of Higher Purpose: Eight Counter-Intuitive Steps for Creating a Purpose-Driven Organization - Robert E. Quinn, Anjan V. Thakor
ઉદ્દેશ્ય એ કોઈ ઉન્નત આદર્શ નથી; સંસ્થાની નાણાકીય તંદુસ્રસ્તી અને સ્પર્ધાત્મકતા પર તેની સીધી અસર પડતી હોય છે. લોકોને જ્યારે તેમનાં કામનૉ અર્થ સમજાવા લાગે છે ત્યાર પછી તેઓ પોતાની શક્તિઓને અને કર્તવ્યનિષ્ઠાને સંઘરી રાખવાની કંજૂસાઈ નથી કરતાં. તે પછી પોતાના ફાયદાનાં ગણિતની પરંપરાગત પૂર્વધારણાઓને તેઓ બાજૂએ મુકી દેતાં હોય છે. એક સ્તરે બંધાઈ રહેવાને બદલે તેઓ વિકાસગામી બની જાય છે. તે લોકો હવે વધારે અને વધારે સારૂં કરવામાં ગૌરવ અનુભવે છે.
આ શક્તિને જો ખુલ્લી મુકી શકાય તો આખી સંસ્થાને નવે અવતારે ધબકતી કરવી અશક્ય નથી. [4]
સંસ્થાનો ઉદ્દેશ્ય જો સંસ્થા શા માટે, શી રીતે અને શું કરે છે પર અસર કરે છે તો સાંસ્થાજન્ય સંસ્કૃતિ તેને સક્રિય કરવાનો અને યથાર્થપણે વિચાર, વાણી અને વર્તનમાં ઉતારવાનો માર્ગ છે. ઉદ્દેશ્ય ન જાણવાથી, કે કાચોપાકો જાણવાથી, થોડો સમય તો, ગાડું ગબડી જશે. પરંતુ એટલું જરૂર નિશ્ચિત સમજવું જ રહ્યું કે એક દિવસથી હરીફાઈ આપણી આગળ નીકળી જ જશે, કારણકે સમાજનાં લોકોની બદલતી જતી મનોભાવનાઓ, ગ્રાહકની બદલતી અપેક્ષાઓ અને જરૂરિયાતો અને બજારના બદલતાં પરિબળોનાં ચલણ સાથે તે સંસ્થા કરતાં વધારે અનુરૂપ હશે. [5]
ઉપરજે વાત આપણે વિવિધ ચર્ચાઓને સ્વરૂપે સમજી તે જ મુદ્દાઓને રસપ્રદ દૃશ્યશ્રાવ્ય માધયમ દ્વારા પણ સમજવાનું ગમશે -
વેસ્ટર્ન મિશિગન યુનિવર્સિટીના સહ અધ્યાપક ડૉ. ડગ લેપિત્ઝો, તેમણે એક વૈશ્વિક પગરખાં અને વસ્ત્રપરિધાન બનાવતી કંપનીમાં ૨૧ મહિના સુધી કરેલ કંપની સામાજિક સ્તરના, સંસ્થાના વ્યાપક અર્થમાં સમજાયેલાં ઉદ્દેશ્યની અસરો વિશેના અભ્યાસનાં સંશોધનોમાંથી મેળવેલ જાણકારી આપણી સમક્ષ રજૂ કરે છે.
Business is about purpose: R. Edward Freeman at TEDxCharlottesville 2013 માં સમજાવે છે કે વ્યાપારઉદ્યોગનો ઉદ્દેશ્ય મહત્તમ નફો રળવાનો નહીં પણ મૂલ્ય પેદા કરવાનો છે.
The role of "Purpose" in transforming business | Cheryl Grise | TEDxOxbridge - શેરીલ ગ્રાઈસ જણાવે છે કે આજના સંકલાયેલાં, ઝડપી ગતિ ધરાવતાં અને સંકુલ વિશ્વમાં સફળ સંસ્થાઓના અસ્તિત્વનાં મૂળમાં ઉદ્દેશ્ય રહેલ હોય છે.
Purpose in Business: Measuring What Matters: Jill Bamburg at TEDxBGI - જિલ્લ બૅમ્બર્ગ સંસ્થાના સંદર્ભનાં પરિપ્રેક્ષ્યમાં ઉદ્દેશ્યની માપણી કેમ કરવી તેની ચર્ચા કરે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો