શુક્રવાર, 3 એપ્રિલ, 2020

૧૦૦ શબ્દોની વાત : તમે શેનું નિર્માણ કરી રહ્યાં છો?

તન્મય વોરા


રોજબરોજનું કામ ઘણીવાર નીરસ લાગે તેમ જણાય, પણ આપણે આપણા દ્રષ્ટિકોણને બદલીને આપણાં 'કામના હેતુ'ને સમજવો જરૂરી બની રહે છે. 

એક ભવ્ય ઇમારતનાં બાંધકામમાં બે મજૂરો પરસેવો પાડી રહ્યા હતા. 

પહેલો કારીગર થાકેલો, નિરસ અને હતોત્સાહ હતો. એક વટેમાર્ગુએ તેને પૂછ્યૂં કે તે શું કરે છે. તેનો ટુંકો, તોછડો જવાબ હતો," દેખાતું નથી! આ પથરા ફોડી રહ્યો છું તે". 

બીજા કારીગરને પૂછાયેલા એ જ સવાલના જવાબમાં તે દિલથી કહે છે,"તમને લંબાણથી તો નહીં કહી શકું, પણ હું દેવાલયનાં નિર્માણમાં વ્યસ્ત અને મસ્ત છું." 

હવે જ્યારે આપણું કામ નિરસ થતું જણાય, ત્યારે "આપણે શેનું નિર્માણ કરી રહ્યાં છીએ?"નો ઉત્તર જરૂર શોધીએ. 

- – – – -
  • તન્મય વોરાના, QAspire.comપરના લેખ In 100 Words: What Are You Building? નો અનુવાદ
  • અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો