વ્યૂહરચનાએ સંસ્થા દ્વારા ઘડાયેલા સર્વગ્રાહી યોજના છે જેના વડે જે તે બજાર સર કરવા માગે છે. સંસ્કૃતિ એ કર્મચારીઓ દ્વારા કામ પર દરરોજ સાથે લવાતી માન્યતાઓ અને વર્તણૂકોનો સરવાળો છે. કામગીરી એ તો સંસ્થામાં જે કંઈ થઈ રહ્યું છે તે માત્ર છે.
સંસ્થાજન્ય સંસ્કૃતિ અને સંસ્થાની વ્યૂહાત્મક દિશા વચ્ચેના સંબંધને રજૂ કરતું પીટર ડ્રકરનું કથન - ' વ્યૂહરચના એ તો સંસ્કૃતિનો સવારનો નાસ્તો છે'- કદાચ સૌથી વધારે જાણીતું કથન ગણી શકાય. મોટા ભાગે આ કથનનો અર્થ એવો કરાતો આવ્યો છે કે સંસ્કૃતિનું મહત્ત્વ વ્યૂહરચના કરતાં વધારે છે.
એટલી નોંધ જરૂર રાખવી જરૂરી છે કે વ્યૂહરચના એ સંસ્થા કરવા ધારે છે તે નથી (તે સંસ્થાના ઉદ્દેશ્યો છે), પણ તે તો સંસ્થાએ એ કરવા માટે શું આયોજન કર્યું છે તે છે. સંસ્થાની સંસ્કૃતિ નક્કી કરે છે કે ખરેખર એમાનું કેટલું થઈ શકશે. વ્યૂહરચનાનો અમલ શી રીતે થશે તે સંસ્કૃતિ દ્વારા સમજી શકાય છે. તે શકય કરવા માટે સંસ્થાએ, વરિષ્ઠ સંચાલકોનાં સમય અને કટિબદ્ધતા સહિતનાં આવશ્યક એવાં બધાં સંસાધનો ઉપલ્બધ કરાવવાં જરૂરી બની રહે છે. જબરદસ્ત વ્યૂહરચના કે પ્રભાવશાળી સંસ્કૃતિનું હોવું માત્ર પુરતું નથી, એ બન્ને એકસૂત્ર હોય તે પણ આવશ્યક છે. [1]
આ વિષય પર સિલિકોન વેલી બૅંકના ચેરમેન કેન વિલ્કોક્ષે બહુ ધ્યાનાકર્ષક વ્યકતવ્ય આપ્યું છે. તેમાંના કેટલાક અંશો -
વ્યૂહરચના, સંસ્કૃતિ અને કામકાજ એકબીજાં પર આધાર રાખવાની સાથે એકબીજાંને અસર પણ કરે છે.
અસરકારક સંસ્કૃતિ અને વ્યૂહરચનાનાં ઘડતરમાં યોગ્ય સવાલોનું પુછાવું બહુ મહત્ત્વનો ફાળો આપે છે. [3]
સંસ્થાજન્ય સંસ્કૃતિ અને સંસ્થાની વ્યૂહાત્મક દિશા વચ્ચેના સંબંધની ચર્ચા કરતું વિપુલ સાહિત્ય, સસ્થાનો સંદર્ભ, સંસ્થાના હિતધારકોની જરૂરીયાતો અને અપેક્ષાઓ સહિતનાં અનેકવિધ પરિમાણોને આવરી લેતું જોવા મળે છે.
એ બધાં શાહિત્યમાંથી એક નિષ્કર્ષ જરૂર નીકળે છે કે સંસ્થાજન્ય સંસ્કૃતિ અને સંસ્થાની વ્યૂહાત્મક દિશા સાથેનો સંબંધ કોઈ પણ સ્વરૂપ લે, પરંતુ તે સંસ્થાની સફળતાને સંપોષિત કરવામાં મદદરૂપ તો જ બની શકે છે, જો તે બન્ને કોઈ પણ જાતનાં જોડાણનો સાંધો પણ અનુભવાય નહીં એ કક્ષાની એકસૂત્રતામાં પરોવાયેલ હોય.
સંસ્થાજન્ય સંસ્કૃતિ, જ્યારે તે એકસૂત્ર ન હોય ત્યારે જેનો ભોગ લે છે તેને આરોગી પણ જાય છે - તેના ભોગ અને ભયનાં ઉદાહરણો - વ્યૂહરચના, પરિવર્તન સંચાલન, નવોત્થાન, સંસ્થાજન્ય કાર્યકુશળતા, કસાયેલી પ્રક્રિયાઓ તેમજ દીર્ઘદર્શન અને ઉદ્દેશ્ય કથન. [4]
સંસ્સ્થાની વ્યૂહરચના, સંસ્કૃતિ અને તેનાં કામકાજને, એકબીજાં સાથે એકસૂત્રે બાંધવા માટે સાત શકય ઉપાયો છે આ સાત ઉપયોમાંથી આપણી સંસ્થા માટે સૌથી વધારે પ્રસ્તુત શું રહેશે તે આપણે નક્કી કરવાનું રહે છે-
અત્યાર સુધી જે વાત લેખોમાં વાંચી તે વિડીયો દ્વારા સાંભળીએ -
Culture vs. Strategy માં કેટલી મૂળભૂત બાબતોની ચર્ચા કરવામાં આવી છે
Culture Eats Strategy for Breakfast – સફળ પરિવર્તન પ્રયાસો માટે વ્યૂહરચનાને સંસ્કૃતિ સાથે એકસૂત્રે કેમ કરીને બાંધવી તે બૉબ ફૉ જણાવે છે. આ વિચારો વડે જોમ તેમ જ નફો વધી શકે છે
Strategy and Culture - The Secret Ingredient for Successful Enterprise Strategy - Regina Perkins, @ Cascade's Engage Conference 2019 માં રેજિના પાર્કિન્સ સફળ વ્યૂહરચનાનાં ઘડતર અને તેની સાથે સંસ્કૃતિના મહત્ત્વ વિશે, સંસ્થાની વર્તમાન સ્થિતિ, તેને નડી શકતા પર્યાવર્ણીય અવરોધો, જેમ છે તેમ જ બધું રહે તો સંસ્થાને શું લાગી વળગી શકે છે, અપેક્ષિત ભવિષ્ય અને વર્તમાનથી ભવિષ્ય તરફ લઈ જનાર વ્યૂહરચના જેવા પાંચ મહત્ત્વના સંવાદ રજૂ કરે છે.
જોકે આ પાંચ સંવાદ એકસૂત્રે બંધાયેલ હોય એટલું પુરતું નથી. ભવિષ્ય વિશે અને તે સિધ્ધ કરવા માટેની વ્યૂહરચના બાબતે બધાં સાથે અગ્રણીઓની માન્યતાઓની આપસી વહેંચણી પણ થવી જોઈએ. તેમ કરતી વખતે અગ્રણીઓએ સંસ્કૃતિને સમજી વિચારીને ગણતરીમાં રાખવી જોઈએ અને વ્યૂહરચનાનું ઘડતર અને અમલ એ સંદર્ભમાં જ કરવું જોઈએ. જે વર્તણૂક ચલાવી લઈ શકાય અને જે ન ચલાવી લઈ શકાય તેની ભેદ રેખા તરીકે સંસ્કૃતિ એ સરવૈયામાં ક્યારે પણ ન જોવા મળે તેવી મહત્ત્વની સંપત્તિ છે. સંસ્કૃતિ જ નક્કી કરે છે કે કઈ કઈ યોજનાઓ, વ્યૂહરચનાઓ કે નવા પ્રયોગો વિશેના વિચારો ખરેખર અમલ થઈ શકશે. સંસ્કૃતિને ગણતરીમાં લીધા સિવાયની વ્યૂહરચના તેની મહત્તમ શક્યતા, તેની પુરેપુરી અસર અને અર્થસભર પરિવર્તન લાવવામાં સફળ નહીં રહે.
સંસ્થાઓને સફળ વ્યૂહરચનાઓ ઘડવામાં અને અમલ કરવામાં મદદરૂપ થતાં જે અનુભવો મળ્યા તેના ધારે આ વાર્તાલાપ કોઈ પણ સફળ વ્યૂહરચનાની પાછળ સંસ્કૃતિનાં મહત્ત્વની વાત કરે છે.
સંસ્કૃતિ, વ્યૂહરચના અને મૂળભૂત આધાર માળખાનાં મહત્વ ઉપરાંત એ બધાંને પણ કાચાંને કાચાં ખાઈ જાય એટલું મહત્ત્વ એ બાબતનું છે કે તમારી સંસ્થા 'તંદુરસ્ત સંસ્થા' છે કે નહીં. તંદુરસ્ત સંસ્થા એટલે શું એ સમજવું હોય તો નેતૃત્વ પરનાં The Advantage સહિતનાં નોંધપાત્ર પુસ્તકોના લેખક પેટ્રિક લેન્સિઓનીનો આ એક લઘુ વિડિયો જુઓ. [6]
સંસ્થાજન્ય સંસ્કૃતિ અને સંસ્થાની વ્યૂહાત્મક દિશા વચ્ચેના સંબંધને રજૂ કરતું પીટર ડ્રકરનું કથન - ' વ્યૂહરચના એ તો સંસ્કૃતિનો સવારનો નાસ્તો છે'- કદાચ સૌથી વધારે જાણીતું કથન ગણી શકાય. મોટા ભાગે આ કથનનો અર્થ એવો કરાતો આવ્યો છે કે સંસ્કૃતિનું મહત્ત્વ વ્યૂહરચના કરતાં વધારે છે.
આ વિષય પર સિલિકોન વેલી બૅંકના ચેરમેન કેન વિલ્કોક્ષે બહુ ધ્યાનાકર્ષક વ્યકતવ્ય આપ્યું છે. તેમાંના કેટલાક અંશો -
મારૂં માનવું છે કે ખુબ મહત્ત્વની જે કેટલીક બાબતો પર કંપનીઓએ ખાસ ધ્યાન આપવું જોઇએ તેમાં વ્યૂહરચના અને સંસ્કૃતિ બહુ મહત્ત્વની બાબતો છે. મારૂં એ પણ માનવું છે કે આ બન્ને વચ્ચે જો પસંદગી કરવાની આવે તો, દરેક વખતે, સંસ્કૃતિ મેદાન મારી જાય.
હુ માનું છું કે જો તમારી સંસ્કૃતિ પ્રભાવશાળી હશે તો તમારાં લોકો જીત અપાવી શકે તેવી વ્યૂહરચના તો ઘડી લેશે. પણ જો સંસ્કૃતિ નબળી પડતી હશે તો ભલભલી વિજયકારી વ્યૂહરચના પણ અસરકારક નહીં નીવડી શકે. [2]
વ્યૂહરચના, સંસ્કૃતિ અને કામકાજ એકબીજાં પર આધાર રાખવાની સાથે એકબીજાંને અસર પણ કરે છે.
અસરકારક સંસ્કૃતિ અને વ્યૂહરચનાનાં ઘડતરમાં યોગ્ય સવાલોનું પુછાવું બહુ મહત્ત્વનો ફાળો આપે છે. [3]
સંસ્થાજન્ય સંસ્કૃતિ અને સંસ્થાની વ્યૂહાત્મક દિશા વચ્ચેના સંબંધની ચર્ચા કરતું વિપુલ સાહિત્ય, સસ્થાનો સંદર્ભ, સંસ્થાના હિતધારકોની જરૂરીયાતો અને અપેક્ષાઓ સહિતનાં અનેકવિધ પરિમાણોને આવરી લેતું જોવા મળે છે.
એ બધાં શાહિત્યમાંથી એક નિષ્કર્ષ જરૂર નીકળે છે કે સંસ્થાજન્ય સંસ્કૃતિ અને સંસ્થાની વ્યૂહાત્મક દિશા સાથેનો સંબંધ કોઈ પણ સ્વરૂપ લે, પરંતુ તે સંસ્થાની સફળતાને સંપોષિત કરવામાં મદદરૂપ તો જ બની શકે છે, જો તે બન્ને કોઈ પણ જાતનાં જોડાણનો સાંધો પણ અનુભવાય નહીં એ કક્ષાની એકસૂત્રતામાં પરોવાયેલ હોય.
- · વ્યૂહરચના એકાગ્રતા અને દિશા પૂરાં પાડે છે, જ્યારે સંસ્કૃતિ લાગણીસભર જીવંત વસવાટની જગ્યા પૂરી પાડે છે જેમાં સંસ્થાની વ્યૂહરચના પળી પણ શકે છે અને મુરજાઈ પણ શકે છે.
- · વ્યૂહરચનાનો સંબંધ આશય અને ચાતુર્ય સાથે છે, તો સંસકૃતિ ઈચ્છા(ની આતુરતા) નિશ્ચિત કરે છે અને માપે પણ છે.
- · વ્યૂહરચના ખેલના નિયમો પ્રસ્થાપિત કરે છે, તો સંસ્કૃતિ એ ખેલ કેવી ભાવનાથી રમાશે તેનું ઈંધણ પૂરૂં પાડે છે.
- · વ્યૂહરચના અલગ કેડી કંડારવા માટે અનિવાર્ય છે, પણ જીવંત સંસ્કૃતિ વ્યૂહાત્મક સરસાઈ પૂરી પાડે છે.
- · જ્યારે સંસ્કૃતિ અને વ્યૂહરચનાનો સંગમ થાય છે ત્યારે અમલીકરણને જરૂરિયાત મુજબ વિસ્તારી શકાય છે, પુનરાવર્તન કરી શકાય છે અને સંપોષિત બનાવી શકાય છે.
સંસ્થાજન્ય સંસ્કૃતિ, જ્યારે તે એકસૂત્ર ન હોય ત્યારે જેનો ભોગ લે છે તેને આરોગી પણ જાય છે - તેના ભોગ અને ભયનાં ઉદાહરણો - વ્યૂહરચના, પરિવર્તન સંચાલન, નવોત્થાન, સંસ્થાજન્ય કાર્યકુશળતા, કસાયેલી પ્રક્રિયાઓ તેમજ દીર્ઘદર્શન અને ઉદ્દેશ્ય કથન. [4]
સંસ્સ્થાની વ્યૂહરચના, સંસ્કૃતિ અને તેનાં કામકાજને, એકબીજાં સાથે એકસૂત્રે બાંધવા માટે સાત શકય ઉપાયો છે આ સાત ઉપયોમાંથી આપણી સંસ્થા માટે સૌથી વધારે પ્રસ્તુત શું રહેશે તે આપણે નક્કી કરવાનું રહે છે-
એકસૂત્ર ઉપાય ૧ - વ્યૂહરચનાના નિયમો ! – સંસ્થા વડે ઘડાતા તેનાં વ્યૂહાત્મક આયોજનમાં સંસ્કૃતિ અને કામકાજને વ્યૂહરચનાનાં ઘટક તરીકે જ આવરી લેવાં જોઈએ.
એકસૂત્ર ઉપાય ૨ – અમારે નક્કી કરવાનું, અમલ તમારે કરવાનો - સંસ્થાની બહુ જ મહત્ત્વની પહેલ અપેક્ષા કરતાં ઓછું પરિણામ કેમ લાવે છે તે વિષે આત્મમંથન કરતાં આ એક કારણ જણાઈ આવશે. એટલે આ ઉપાયને બદલે 'સાથે મળીને વિચારીએ અને સાથે મળીને અમલ કરીએ' એ ઉપાય અજમાવીએ.
એકસૂત્ર ઉપાય ૩ – સ્વપ્ન સેવો ! - સ્વપ્ન- કે પછી દીર્ઘદર્શન - જેટલું બુલંદ હોય તેટલું જ તેનું અમલીકરણ વધારે વાસ્તવિક હોય તે જરૂરી છે.
એકસૂત્ર ઉપાય ૪ – મારી શેરી - તારી શેરીનાં યુદ્ધ ત્યારે છેડાતાં હોય છે જ્યારે સંસ્કૃતિ અને કામકાજ એકસૂત્ર હોય છે પણ કોઈ સર્વગ્રાહી વ્યૂહરચનાનો અભાવ હોય છે. દરેક વિભાગ કે ટીમ પોતપોતાની વ્યૂહરચના ઘડે અને અમલ કરે એવું વધારે જોવા મળે.
એકસૂત્ર ઉપાય ૫ – સંસ્કૃતિનું રાજ? - પોતે જે કંઈ કરે છે તે સંસ્થાની વ્યૂહરચનાનાં અપેક્ષિત પરિણામોનાં બૃહદચિત્રમાં ક્યાં બંધ બેસે છે તે સ્પષ્ટ ન હોય.
એકસૂત્ર ઉપાય ૬ - બધાં સાથે હોય તો ગાડી ચલાવવાની મજા આવે - ગાડીમાં બધાં આવી ગયાં હોય પણ પોતપોતાની પ્રવૃત્તિમાં પડેલ હોય તો સફર પુરી જ ન થતી હોય એમ જણાય. પ્રવૃતિઓ બધી સંસ્થની સંકૃતિ અને વ્યૂહર્ચનાને અનુરૂપ જ હોય તો પણ જે કંઈ પ્રવૃતિઓ ચાલી રહી છે તે ધાર્યું પરિણામ લાવી શકશે કે કેમ તે અનિશ્ચિત બની જાય છે.
એકસૂત્ર ઉપાય ૭ – સંપોષિત પરિણામો - જ્યારે વ્યૂહરચના, સંસ્કૃતિ અને કામકાજ એકસૂત્રે પરોવાયેલ હોય ત્યારે આ પંચ બાબતો સ્પષ્ટપણે દેખાય છે -
- · આપણે કોણ છીએ .
- · આપણે ક્યાં જઈ રહ્યાં છીએ .
- · ગંતવ્ય સુધી શી રીતે પહોંચી શકાશે
- · ત્યાં પહોંચતાં કેટલો સમય લાગશે
- · આપણને ખાત્રી હશે કે પરિણામો સંપોષિત હશે અને જરૂર મુજબ તેનૂં સ્વરૂપ, કદ અને અસરો બદલી શકાશે[5]
અત્યાર સુધી જે વાત લેખોમાં વાંચી તે વિડીયો દ્વારા સાંભળીએ -
Culture vs. Strategy માં કેટલી મૂળભૂત બાબતોની ચર્ચા કરવામાં આવી છે
Culture Eats Strategy for Breakfast – સફળ પરિવર્તન પ્રયાસો માટે વ્યૂહરચનાને સંસ્કૃતિ સાથે એકસૂત્રે કેમ કરીને બાંધવી તે બૉબ ફૉ જણાવે છે. આ વિચારો વડે જોમ તેમ જ નફો વધી શકે છે
Strategy and Culture - The Secret Ingredient for Successful Enterprise Strategy - Regina Perkins, @ Cascade's Engage Conference 2019 માં રેજિના પાર્કિન્સ સફળ વ્યૂહરચનાનાં ઘડતર અને તેની સાથે સંસ્કૃતિના મહત્ત્વ વિશે, સંસ્થાની વર્તમાન સ્થિતિ, તેને નડી શકતા પર્યાવર્ણીય અવરોધો, જેમ છે તેમ જ બધું રહે તો સંસ્થાને શું લાગી વળગી શકે છે, અપેક્ષિત ભવિષ્ય અને વર્તમાનથી ભવિષ્ય તરફ લઈ જનાર વ્યૂહરચના જેવા પાંચ મહત્ત્વના સંવાદ રજૂ કરે છે.
જોકે આ પાંચ સંવાદ એકસૂત્રે બંધાયેલ હોય એટલું પુરતું નથી. ભવિષ્ય વિશે અને તે સિધ્ધ કરવા માટેની વ્યૂહરચના બાબતે બધાં સાથે અગ્રણીઓની માન્યતાઓની આપસી વહેંચણી પણ થવી જોઈએ. તેમ કરતી વખતે અગ્રણીઓએ સંસ્કૃતિને સમજી વિચારીને ગણતરીમાં રાખવી જોઈએ અને વ્યૂહરચનાનું ઘડતર અને અમલ એ સંદર્ભમાં જ કરવું જોઈએ. જે વર્તણૂક ચલાવી લઈ શકાય અને જે ન ચલાવી લઈ શકાય તેની ભેદ રેખા તરીકે સંસ્કૃતિ એ સરવૈયામાં ક્યારે પણ ન જોવા મળે તેવી મહત્ત્વની સંપત્તિ છે. સંસ્કૃતિ જ નક્કી કરે છે કે કઈ કઈ યોજનાઓ, વ્યૂહરચનાઓ કે નવા પ્રયોગો વિશેના વિચારો ખરેખર અમલ થઈ શકશે. સંસ્કૃતિને ગણતરીમાં લીધા સિવાયની વ્યૂહરચના તેની મહત્તમ શક્યતા, તેની પુરેપુરી અસર અને અર્થસભર પરિવર્તન લાવવામાં સફળ નહીં રહે.
સંસ્થાઓને સફળ વ્યૂહરચનાઓ ઘડવામાં અને અમલ કરવામાં મદદરૂપ થતાં જે અનુભવો મળ્યા તેના ધારે આ વાર્તાલાપ કોઈ પણ સફળ વ્યૂહરચનાની પાછળ સંસ્કૃતિનાં મહત્ત્વની વાત કરે છે.
સંસ્કૃતિ, વ્યૂહરચના અને મૂળભૂત આધાર માળખાનાં મહત્વ ઉપરાંત એ બધાંને પણ કાચાંને કાચાં ખાઈ જાય એટલું મહત્ત્વ એ બાબતનું છે કે તમારી સંસ્થા 'તંદુરસ્ત સંસ્થા' છે કે નહીં. તંદુરસ્ત સંસ્થા એટલે શું એ સમજવું હોય તો નેતૃત્વ પરનાં The Advantage સહિતનાં નોંધપાત્ર પુસ્તકોના લેખક પેટ્રિક લેન્સિઓનીનો આ એક લઘુ વિડિયો જુઓ. [6]
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો