શુક્રવાર, 8 મે, 2020

૧૦૦ શબ્દોની વાત : શેની રાહ જોઇએ છીએ?

તન્મય વોરા


ઓફીસ જતાં દરરોજ એક બહુ વિચારપ્રેરક અનુભવ થતો રહે છે.

મારા રસ્તામાં, ધમધમતા હાઇવે પર, બે ધુમાડીયાંમાંથી આછા-ભૂખરા રંગનો ધુમાડો ફૂક્યે રાખતું એક સ્મશાન-ગૃહ આવેલું છે. તેની પાસેથી પસાર થતાં હું મરણાધીનતાને જોઉં છું. આપણાં બધાંને માટે, મૃત્યુ નિશ્ચિત છે જ - જીવનનાં મહામૂલાંપણાં અને આપણી પ્રાથમિકતાઓ વિશે વિચારવા માટે, ખરા અર્થમાં માનવી બનવા માટે કે ખુશ અને કૃતજ્ઞ થવા માટે એ બહુ પૂરતું, શક્તિશાળી કારણ છે.

જે લોકોએ મૃત્યુને કરીબથી જોયું છે, તેઓ, પછીથી, બહુ અર્થસભર જીવન જીવતાં થઇ જાય છે. પણ મારો મુદ્દો એ છે કે, તેમ કરવા માટે હલબલાવી નાખે તેવા અનુભવો થવાની રાહ જોવાની જરૂર ખરી....?
- – – – -
નોંધઃ કોઈ એક પ્રસંગે મારે બહુ જ પ્રતિભાશાળી અને અદ્‍ભૂત એવા કિરૂબ શંકરને મળવાનું થયું હતું. તેમની સાથેની વાતચીતમાંથી આ પૉસ્ટનો વિચાર પેદા થયો છે. હાલમાં તે જીવનની પ્રાથમિકતાઓની ખરી શોધ પર એક બહુ જ રસપ્રદ પરિયોજના - બાલદીને મારેલી લાત હતી નહતી કરીએ \ Unkick the bucket - પર કામ કરી રહ્યા છે.
- – – – -

  • તન્મય વોરાના, QAspire.comપરના લેખ In 100 Words: Why Wait? નો અનુવાદ
  • અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો