બુધવાર, 1 જુલાઈ, 2020

સંસ્થાજન્ય સંસ્કૃતિનું ઘડતર

જેમ જેમ સંસ્થા બહારના અને અંદરના પડ્કારો ઝીલતી જાય છે, અને તેમની સાથે કામ પાર પાડતી જાય છે તેમ તેમ એ સંસ્થાની સંસ્કૃતિ ઘડાતી જાય છે. સંસ્થાની અંદરના અને બહારના પડકારોને સફળતાપૂર્વક ઝીલવા માટે ખોળી કઢાયેલા દરેક માર્ગમાં એ મૂલ્યો રોપાતાં જાય છે અને સંસ્થાના પર્યાવર્ણીય પરિપ્રેક્ષ્યમાં તે વણાઈ જાય છે. સંસ્થાનું કામ કરવા માટેનાં આ મૂલ્યો અને રસ્તા સંસ્થામાં દાખલ થતાં નવાં લોકોને પણ, પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે, શીખવવામાં આવતાં હોય છે.(Schein, 1992).


સંસ્થાની સંસ્કૃતિના વિકાસમાં સૌથી વધારે મહત્ત્વની ભૂમિકા સંસ્થાના અગ્રણી (સ્થાપક)નાં મૂલ્યો, તેમની પસંદનાપસંદ અને ઉદ્યોગ કે વ્યાપાર ક્ષેત્રની માંગ જેવાં પરિબળોની રહે છે. [1]

જે કોઈ સંસ્થાઓ સફળ અને અસરકારક સાંસ્કૃતિક માળખાંનું ઘડતર કરી શકી છે તે હકીકતો માટે સાહેદી ભરશે :

  સંસ્કૃતિનાં ઘડતર માટે સહેતુક આયોજન આવશ્યક છે

૨. જેવો રાજા તેવી પ્રજા. લોકો તો જે જૂએ તે પોતાનાં આચરણમાં મુકે.

૩. તંત્રવ્યવસ્થાઓનું હોવું ખુબ મહત્ત્વનું છે. - તંત્ર વ્યવસ્થાઓને કારણે આદતો કેળવાય છે, જેને પરિણામે વર્તણૂકો ઘડાય છે અને વર્તણૂકો જ સંસ્કૃતિને ઘડે છે. [2]

વિજયી સંસ્કૃતિની બે બહુ જ લાક્ષણિક ખાસીયતો છે :

§  સહિયારાં મૂલ્યો અને વારસા પર આધારિત આગવું વ્યક્તિત્ત્વ અને અંતરાત્મા .

§  સાંસ્કૃતિક ધોરણો અને વર્તણૂકો કે સંસ્થાનાં આગવાં વ્યક્તિત્ત્વ અને અંતરાત્માને ગ્રાહક કેન્દ્રી પગલાંઓ અને અંતિમ પંક્તિ પરનાં પરિણામોમાં પરિવર્તિત કરે છે.

જ્યારે તમારે નવી સંસ્થા કે ટીમની સંસ્ક્ટુતિનું ઘડતર કરવાનું હોય ત્યારે એવી સંસ્કૃતિનું ઘડતર કરો કે અપેક્ષિત પરિણામોને નિશ્ચિત કરવામાં તે સક્રિયાત્મક ભૂમિકા ભજવે અને તમને તેમજ  સસ્થામાંના  તમારા સહકાર્યકરોને ખુશહાલ રાખે. …. આનો અર્થ એ કે તમારી સંસ્થાની સંસ્કૃતિ એટલે તમે. તમારી યોગ્ય અને અયોગ્ય વર્તણૂક  મુજબ તમારી ટીમ વર્તશે; પરિસ્થિતિઓ સાથે  તમે જે સાચી કે ખોટી રીતે કામ લેશો તેમ જ તમારી ટીમ પણ કામ લેવા લાગશે. …. હવે પછી તમે તમારી ટીમમાં કંઈ ખોટું થતું જૂઓ કે કંઈ પસંદ ન પડતું હોય એવું થતું જૂઓ તો પહેલું કામ આયનામાં પોતાને જોવાનું કરજો.

·       તમારી ભાગ્યેજ નજરે પડતી હોય એવી નબળી બાજૂઓ ખોળતાં રહો;

·       તમારાં વાણી, વિચાર અને વર્તણૂકનો દાખલો બેસાડો

·       વિનમ્રતા અને ઉત્તરદાયિત્વ રોજબરોજના વહેવારમાં અમલ કરી દેખાડો

·       ધારધોરણો સ્થાપિત કરો, જાળવો અને સુધારતાં રહો.

જે પરિવર્તનો તમે લાવવા માગો છો તે વિશે વિચારો અને પછી  આયનામાં ધારી ધારીને નીરખો અને તમારી જાતને પૂછો કે તમારાં વાણી, વિચાર કે વર્તણૂક એ પરિવર્તન કરવાના  દરેક શક્ય ઉપાયોનો સક્રિય હિસ્સો શી રીતે બની શકે.[3]

આ વિષય પર જૂદા જૂદા સમયે, જૂદ જૂદા સંદર્ભમાં દસ્તાવેજિત થયેલ સૈધ્ધાંતિક તેમજ વ્યાવહારિક ચર્ચાઓ, અનુભવો અને સંશોધનોનો તોટો જ નથી. પોતાત્ની સંસ્થાની સંસ્કૃતિનાં ઘડતરને હાથ પર લેતાં પહેલાં સાંદર્ભિક રીતે જે સુસંગત હોય તેવાં સાહિત્ય સાથે પ્રાથમિક પરિચય કેળવી લેવો જોઈએ. આવો એક પ્રતિનિધિ દાખલો છે : Building Company Culture The Right Way -  Kate Heinz, તમારાં આયોજનને તેનાથી બહુ જરૂરી એવું સૈધ્ધાંતિક પૃષ્ઠબળનું માળખું મળી રહેશે. એટલું તો યાદ રાખવું જ રહ્યું કે, છેલ્લે તો તમારે તમારી રીતે, તમારી પોતાની, આગવી, રીતે જ, આ કામને પાર પાડવાનું છે.

કેટલાંક અન્ય પ્રતિનિધિ વાંચન:


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો