શુક્રવાર, 3 જુલાઈ, 2020

૧૦૦ શબ્દોની વાત : સુખની શોધ

તન્મય વોરા

મારો બે વર્ષનો દીકરો હંમેશાં ખુશખુશાલ જ હોય છે. તેની રમતિયાળ હાજરી અને સ્ફુર્તિસભર ઉર્જા તેની આસપાસનાંને પણ ખુશ રાખે છે. નાનામાં નાની વાતને પણ કેમ માણવી તે જાણે તે કેમ તે બરાબર જાણતો ન હોય !.

'આની પાછળનું રહસ્ય શું હશે" એમ વિચારતો હતો એ જ વખતે મને આ વાત જાણવા મળી.

માણસે બૌદ્ધ સાધુને પૂછ્યું : 'મને સુખ જોઈએ છે.' સાધુએ જણાવ્યું, 'સૌ પહેલાં 'મને' - તમારા અહં-ને દુર કરો, પછી 'જોઈએ છે' - અનંત અપેક્ષાઓ-નો ત્યાગ કરો. એટલે જન્મથી જે તમારી પાસે છે તે 'સુખ' મળી જશે.'

મારા પુત્રની હંમેશ ખુશખુશાલ મનોસ્થિતિનું રહસ્ય મને સમજાઈ ગયું.

- – – – -

  • તન્મય વોરાના, QAspire.comપરના લેખ In 100 Words: The Pursuit of Happiness નો અનુવાદ
  • અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો