પ્રકાશપુંજની તાજગી પ્રસારવા માગતા યોદ્ધામાં હિંમત અને ચપળતા એક સાથે
હોવાં જોઈએ.
ત્રુટિયુક્ત વ્યૂહરચનાના બે નિશ્ચિત માર્ગ છે :
૧. વિના વિચારે કુદી પડવું
૨. બહુ વિચારે ચડી અમલ ઢીલમાં મુકવો
ત્રુટિનાં છટકાંમાં ન ફસાવા માટે યોદ્ધો દરેક પરિસ્થિતિ આગવી જ છે તેમ
માનીને ચાલે છે. કોઈ મદદગાર માર્ગદર્શક નીતિનિયમ નથી કે ન હોવાં જોઈએ કોઈ લાગણી
બંધન તે ચોક્કસપણે જાણે છે .
તો પછી તે દરેક વખતે સફળ જ કેમ થાય છે?
“હેતુ સ્પષ્ટ કર્યા સિવાય મેં કોઈ લડાઈ શરૂ નથી કરી ; લડાઈમાં મારી પુરી તાકાત અજમાવ્યા સિવાય કે નિર્ણાયક સફળતા મેળવ્યા સિવાય મેં
કોઈ લડાઈ છોડી નથી.'
- ઉત્પલ વૈષ્ણવના લેખ In 100 Words: Gladiator of Radianceનો અનુવાદ
- અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો