કલ્કિ વિષ્ણુનો દસમો, અને છેલ્લો, અવતાર મનાય છે. આ અવતારમાં તેઓ હાથમં તલવાર લઈને, ધવલ અશ્વ પર સવાર થયેલા માનવામાં આવે છે. આ અવતારની કથા વિષ્ણુ પુરાણમાં એ સમયમાં થયેલી જોવા મળે છે જ્યારે હુણ આક્રમણકારો ગુપ્ત વંશના આખરી વર્ષોમાં ઉત્તર ભારતવર્ષ પર છવાઈ ગયા હતા. એ કથાને પછીથી પાંચસોએક વર્ષ બાદ લખાયેલ કલ્કિ પુરાણમાં હજારેક વર્ષ સુધી વિસ્તારથી વિસ્તારથી રજૂ કરાતી રહી છે. એક વિચારધારા અનુસાર આ અવતાર બુદ્ધના સમય પછી થવાનો છે. આ અવતારને મનુષ્ય જાતના રક્ષક તરીકેની દૈવી શક્તિનાં રૂપમાં જોવામાં આવે છે, જે વિદેશી આક્ર્મણકારોને ખદેડી કાઢશે અને વિશ્વમાં ફરીથી શાંતિની સ્થાપના કરશે.
જોકે આ માન્યતાને પરિવર્તન અને પુનર્જન્મમાં માનતી હિંદુ
ફીલોસૉફી સાથે મેળ નથી ખાતો. જોકે,
ભગવદ ગીતામાં કૃષ્ણએ કહ્યું છે તેમ જ્યારે ધર્મનો લોપ થયો છે ત્યારે ત્યારે
વિષ્ણુએ પૃથ્વી પર અવતાર ધારણ કરેલ છે. એ
અવતારોનો ઉદ્દેશ્ય, વિશ્વને
બચાવવા કે,સામાન્યપણે
જેમ માનવામાં આવે છે તેમ દુષ્ટોનો નાશ કરવાનો નથી, કે નથી ન્યાય પ્રસ્થાપિત કરવાનો, પણ ધર્મને ફરીથી બળવત્તર
કરવાનો છે. એ ધર્મ છે માનવ ક્ષમતાઓનો, નબળાંઓને મદદ કરવા
માટેની માનવ શક્તિઓનો, ભીરૂઓને
હામ ભરાવવાનો. આ ઉદ્દેશ્ય વિષ્ણુના મત્સ્ય તરીકેના પહેલા અવતારમાં પણ ભારપૂર્વક
રજૂ કરાયો છે. એ અવતારમાં વિષ્ણુ એક નાનક્ડી માછલીના સ્વરૂપે અવતરે છે અને માનવ
જાતના પિતા, મનુ
ભગવાનને, મોટી
માછલીથી પોતાને બચાવવા જણાવે છે.
પોતાના પહેલા અવતારમાં અનુકંપાની વાત કરતા વિષ્ણુ તેમના
આખરી અવતારમાં વિનાશક કેમ બને છે ?
એ અવતાર છેલ્લો છે ખરો?
જે વિશ્વ શાશ્વત અને અનંત ગણાતું હોય એમાં કંઈ પણ 'આખરી' કેમ સંભવી શકે ?
એ માટે આપણે કલ્પ - પૃથ્વીનો જીવનકાળ-ની વિભાવના સમજવી
જરૂરી બને છે. મનુષ્યની જેમ પૃથ્વીનો પણ જન્મ છે, બાલ્યકાળ છે, યૌવન છે, વૃધ્ધત્વ છે અને મૃત્યુ પણ છે. કોઈ પણ
વિચારનું પણ એમ જ છે. સંસ્થાનું પણ જીવન ચક્ર એવું જ છે. કશું જ સ્થાયી નથી,
બધું જ બદલ્યા કરે છે. પરિવર્તન દરેકના જીવનકાળમાં વિકાસ માગે છે,
તે જુના વિચારનું મૃત્યુ પણ માગે છે. નવા વિચારોને સમાવી શકાય એટલા
માટે પરિવર્તન મન અને વિચારસરણીમાં પણ વિસ્તાર અને વૃધ્ધિ માગે છે.
દરેક વિશ્વ,
વિચાર કે સંસ્થા જુદા જુદા તબક્કાઓમાંથી પસાર થાય છે. સૌ પહેલા તબક્કામાં તે
તરોતાજા અને નવુંનક્કોર હોય છે,
ચારેબાજુ ઉલ્લાસની છોળો ઉડતી હોય છે. આ કૃત યુગ છે, જે બાલ્યાવસ્થાનાં
ભોળપણાંનો તબક્કો છે. પછી આવે છે એ સમય
જ્યારે તેણે પોતાની જવાબદારીઓ પુરી કરવાની હોય છે, આપેલાં વચનો નિભાવવાનાં હોય છે. આ સમયમાં બધે જ બધું
સમુંસુતરૂ હોય છે. અપેક્ષાઓ આકાશને અડે છે. આ ત્રેતા યુગ છે, જે રામનાં
શાસનકાળનો સમય છે. આ સમયમાં નિયમોને માન અપાય છે. પછી પડતીનો સમય આવે છે, જ્યારે અસ્તિત્વ જ
દાવ પર હોય છે. વિચારને ટકી રહેવા માટે ઝુઝવું પડે છે. આ દ્વાપર યુગ છે,જ્યાં આશાઓ આથમવા ભણી ઢળવા લાગી છે. આ
સમયે કૃષ્ણની જરૂર છે જે નિયમોનો ભંગ કરીને ધર્મપાલન કેમ કરવું તે સમજાવે છે. એ
પછી આવે છે કળિ યુગ જ્યાં બુધ્ધ જેવા જુના વિચાર પરથી હટીને પોતાની સાથે નવા, આક્રમક વિચારોને લઈ
આવનાર કલ્કિની રાહ જોવાઈ રહી છે. દુનિયાનો દૃષ્ટિકોણ હવે બહારનાંને વધારે મહત્ત્વ
આપે છે. એ અંદરનાંને નવા વિચારો,
નવાં સંસાધનો, નવી
પ્રક્રિયાઓ કે નવી વિચારધારાઓ દ્વારા ફુલવાફાલવામાં મદદ કરે છે.
કલ્કિને જુના માર્ગ પર ગાડીને ચડાવી આપે એવા કોઈ કોઇ એક
મસીહા કે રક્ષક તરીકે નહીં પણ નવા વિચારો લાવનારની જુદી દૃષ્ટિએ જોવાની જરુર છે.
ઘોડા પરની તેની સવારી આ વાતની નિશાની છે. ઘોડાઓ હિંદુસ્તાનમાં સારી રીતે ન ઉછરી
શકતા. તેમને વાયવ્ય સિમાડામાથી હંમેશાં અરબીસાત્ન કે મધ્ય એશિયાથી આયાત કરવા પડતા.
હિદુસ્તાનમાં માત્ર રાજપુતાનામાં જ તે બરાબર ઉછરી શકતા. વૈદિક સાહિત્યમાં ઘોડાને
જે મહત્ત્વ આપાયું છે અને બહાદુર યોધ્ધાઓને બાધાઆખડીઓના જે ભોગ સમગ્ર ભારતવર્ષમાં
ચડાવાતા આવ્યા છે તે આ 'આયાતી' તત્વો સાથે આવી
રહેલી નવી હવાનાં મહત્ત્વનાં સુચક છે. તેમની સાથે આવેલ નવા વિચારો જૂનામાં ફરી
નવજીવનના પ્રાણ ફૂંકે છે.
ઘણી વાર સંસ્થાઓ ઘરાઉ જ્ઞાનથી સંતોષ માનીને બેસી જાય
છે. ચરબી ચડી જાય છે. માળખું નબળું પડી જાય છે, સ્વ-સર્જિત તુમારશાહીના થર પર થર ચડતા જાય છે અને પહેલાંનૂં લચીલાપણું ખોવાઈ
જાય છે. બજારોના વાસ્તવિકતાઓના પડાકરોના જવાબ હવે નથી વળતા. એ હવે શિથિલ થવા લાગે
છે, બજાર પરથી તેની પકડ છૂટવા લાગે છે. સામી લડત આપી શકવાના
અતેના હોશકોશ નથી રહ્યા. એક સમયનો શિકારી હવે ખુદ શિકાર બની ગયો છે. આ કળણમાંથી
બહર કાઢવા માટે એને આક્રમણકારની તલાશ છે - પોતાનાં ક્ષેત્રની બીજી કંપનીનો વડો કે
કન્સલટન્ટનું એક ધાડું, કે પછી કોઈ નવો રોકાણકાર જે સંચાલન
મંડળમાં મહત્ત્વનું સ્થાન માગે. કોઈ પણ એવી બહારની વ્યક્તિ જોઇએ જે ધરાઈને નથી
બેઠી, જેનામાં કંઈક નવું કરવાની ભુખ પ્રજ્વળે છે, જે બજારમં ખાલી પડેલ જગ્યાનો લાભ ઊઠાવવા તૈયાર છે. એ આવીને બધું ઝંઝોડી નાખે છે, મન અને શરીરને ફરીથી સંતોષના પડછાયામાંથી બહાર કાઢે છે, બધી ચરબી ઓગાળી નાખે છે, જેથી સંસ્થા ફરીથી ટકી જાય અને નવપલ્લવિત બને. તે આપણામાં રહેલી
સ્પર્ધાત્મકતાની ભાવના જગાડે છે જેથી આપ્ણે ફરી એક વાર સામી લડત આપીએ કે પછી
આપણાંમાંની સહકારની ભાવના જગાડે છે,જેથી આપણે હળીમળીને કામ કરવાનું
જોશ જગાવીએ, કે પછી જૂનાંને નવી રીતે ઘડવાનું કૌવત કેળવીએ. આમ વિશ્વ
કે વિચાર કે સંસ્થા ફરીથી નવપરિવર્તન પામે છે. આમ બહારનું પરિબળ, આક્રમણકાર. વિનાશનાં ભૂત તરીકે નહીં પણ નવજીવનના દૂતની
સકારાત્મક દૃષ્ટિએ રજૂ થાય છે.
- ધ ઈકોનોમિક ટાઈમ્સ માં ૧૩ માર્ચ, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Submit to Regenerate નો અનુવાદ : પ્રયોજિત પુરાણવિદ્યાભ્યાસ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો