શુક્રવાર, 7 ઑગસ્ટ, 2020

૧૦૦ શબ્દોની વાત : સફળતાનું સૂત્ર




તન્મય વોરા

જે પી મૉર્ગન પાસે એક વ્યક્તિ પરબીડિયું લઈને આવ્યો. તેણે કહ્યું કે આમાં સફળતાનું ખાત્રીબંધનું સૂત્ર જણાવ્યું છે. હું તમને તે ૨૫૦૦૦ રૂપિયામાં વેંચી શકીશ.
મૉર્ગને કહ્યું,'એમાં જે કંઈ છે તે જો મને પસંદ પડશે તો હું તને તેં કહ્યા એટલા પૈસા ચૂકવી આપીશ.'
તેમણે પરબીડિયું ખોલ્યું. તેની અંદર એક કાગળ હતો, તે કાગળ પર બે વાક્યો લખ્યાં હતાં  મૉર્ગને લખાણ વાંચ્યું. ખરેખર તો, નજર માત્ર કરી,  હસીને એ વ્યક્તિની સામે જોયું. પછી તરત ૨૫૦૦૦ રૂપિયા ચૂકવી આપ્યા.
એ લખાણ આ મુજબ હતું -
૧. આજે તમે જે કંઈ કરવા ધારો છો તેની સવારે યાદી બનાવો.
૨. અમલ કરવા લાગો.
  • તન્મય વોરાના, QAspire.comપરના લેખ In 100 Words: The Formula for Success નો અનુવાદ
  • અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો