દેશમાં છાશવારે સ્ત્રીઓ સાથે દુષ્કર્મના સમાચારો આવતા રહે છે. એ સમાચાર વાંચીને, મોટા ભાગનાં લોકોને 'ઓહ, ફરી એક વધારે'નો ભાવ આવે, અને પછી વાત ભુલાઈ જાય. પરંતુ એ ઘટના જો કોઈ લઘુમતી કોમની કે વંચિત કે દલિત જાતિની સ્ત્રી સાથે હોય તો વાતાવરણમાં ચર્ચાઓની ગરમી થોડા વધારે દિવસ ટકે, કેમકે હવે તેમાં ધર્મ, લઘુમતી, જાતિવાદ, સહિષ્ણુતા જેવી ભાવનાઓ પણ ભળે. દેશમા ફાસીવાદ વકરે છે તેવી ઉગ્ર ચર્ચાઓ ટીવી ચેનલો પર પણ થવા લાગે. દુષ્કર્મ આચરનાર હવે રાજકીય કર્મશીલમાં ખપી જાય છે. પરિણામે, તેની સાથે કાયદો જે કંઈ પણ વલણ આચરે, લોકોના એક વર્ગની નજરમાં, કમનસીબે, તે હવે ગુન્હેગારને બદલે સામાજિક રાજકીય વાતાવરણમાં પ્રસરી રહેલ વ્યાપક કટ્ટરવાદનું મહોરૂં બનવા લાગે છે. અન્ય એક વર્ગની નજરે તે ગુન્હેગાર જ નથી રહેતો પરંતુ ધર્મ, જાતિ કે રાજકીય વિચારસરણીનું એક (વરવું) પ્રતિબિંબ બની જાય છે.
યુધ્ધ સમયમાં પણ આવું જ
કંઈક બને છે - માણસ માણસને મારી નાખે, પણ
તેને આપણે ખુન નથી કહેતાં તેને રાષ્ટ્રની સુરક્ષા માટેની 'પવિત્ર ફરજ' કહેવામાં
આવે છે. આ પ્રકારની હત્યા ગૌરવ સમાન લેખાય છે. એટલે કે કોઈ ઉમદા પ્રયોજનસર કોઈ
મણસને મારી નાખવો, સ્ત્રી સાથે દુષ્કર્મ
કરવું દેખીતી રીતે યોગ્ય ગણાય છે. જોકે આજે હવે આ વાતનો પણ વિરોધ તો થાય છે, ખાસ કરીને સ્ત્રીઓ સાથે દુષ્કર્મો બાબતે. પરંતુ, જેને લોક સમર્થન મળેલ છે તેવી હત્યાઓ હજુ પણ ચાલુ છે. બહુ
બહુ તો તે 'યુદ્ધ સમયના ગુન્હા' ગણવામાં આવે છે. આઇએસઆઈએસ ખરાબ પણ તેને ખતમ કરવા કરાતા
ડ્રોન હુમલાઓ ન્યાયી પગલાં કહેવાય? આવાં વર્ગીકરણો
કે આવાં વાજબીપણાં નક્કી કોણ કરે ?
તર્ક જેટલો ડરામણો છે
એટલો જ વ્યાપક છે. કથા સ્વરૂપે કહેવાય એટલે ઘટનાનું સ્વરૂપ બદલી જાય. આમ
દુષ્કર્મનો ભોગ બનનાર કે તેમાંથી બચી જનાર કર્મશીલ ગતિવિધિઓ, ક્રાંતિ કે હસ્તક્ષેપ માટે 'સંકેત-દીપ' બની
જાય છે.ગુન્હા પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે, દુષ્કર્મ હવે, 'સભ્યતાગત' કારણોસર, આંતરરાષ્ટ્રીય મંચો પર બૌદ્ધિક ચર્ચાઓનો વિષય બની રહે
છે. તે હવે ભારતને મૂર્તિપૂજક જુનવાણી
માનસ ધરાવતા દેશ તરીકે સાબિત કરવાના પુરાવા તરીકે વાપરીને દેશને વિદેશી સ્ત્રીઓ, લઘુમતી કે દલિત વિરોધી માનસ ધરાવતો વિકૃત સમાજ ચીતરી
કાઢવામાં આવે છે. અહીં સ્ત્રીઓને એક જણસ ખપાવવામાં આવે છે, જે એક એવી હકીકત છે જેને સરકારો પણ દબાવી દેવા કે નિષેધ કરી
દેવા મથે છે. (પછી ભલેને એવી ફિલ્મોની અસર ન્યાયાલયોની કાર્યવાહીઓ પણ પડે !). આ
બધા વાદવિવાદમાં કશેક એ મૂળ વાત તો ભુલાઈ જ જાય છે કે આ એક માનવસહજ સમસ્યા છે, જે માત્ર ભારત પુરતી જ સીમિત નથી. વર્ણનો એટલી હદે
પ્રભાવશાળી બની રહે છે કે ખાનગીમાં લોકોને ભલે ખબર હોય, પણ ઔપચારિક સ્તરે ભોગ બનનારનું નામ પણ ઢાંકી દઈને જનસંપર્ક
પરિભાષામાં 'નિર્ભયા' કરી દેવામાં આવે છે.
'ખ્રિસ્તી સાધ્વી'ની સાથે બનેલો કિસ્સો તો એક પ્રતિક
બની ગયો હતો. તે ઘટના થવાની સાથે જ હિટલરની મહાસંહાર પહેલાંની વર્તણૂક સાથે
સરખામણી કરતા લેખો લખાઈ ગયા. આમ આપણા દેશની લોકશાહી પધ્ધતિથી ચુંટાયેલી સરકારને, અને તેની હિંદુત્વ વિચારસરણીને, નાઝીવાદ સાથે સરખાવાઈ ગયાં. ખ્રિસ્તી મિશનરીઓ અને સાધ્વીઓએ
દેશમાં આરોગય કે શિક્ષણ જેવાં ક્ષેત્રોમાં કરેલ સેવાકાર્યોનાં ગુણગાન ગાતા લેખો પણ
લખાવા લાગ્યા. નોંધપાત્ર બાબત એ છે કે એ લેખોમાં,હિંદુત્વવાદીઓ સાથે જે વિવાદની જડ છે તેવા, આ સંસ્થાઓ દ્વારા થતા ધર્મપ્રચારનો ઉલ્લેખ નથી, એ લેખોમાં તો
અમેરિકન ધર્મપ્રચારનાં એ આક્રમક રૂખ, અને
કેથોલિક દેવળો અને બીન-ધર્મપ્રસાર મિશનોનાં કામ સાથે ગેરસજણને કારણે પેદા થયેલ
હિંદુ દેવી દેવતાઓને સેતાનનું સ્વરૂપ ગણાવતી માન્યતા ધરાવતી તેમની જોશુઆ
પરિયોજનાનો પણ ઉલ્લેખ નથી. આ લેખોમાં યહુદી, કે
ખ્રિસ્તી, કે ઈસ્લામ ધર્મો પણ એક
સમાન માન્યતા ધરવાતાં એકમો નથી, પણ
તેમાં અલગ અલગ મતમતંતરો અને ફાંટાઓ છે તે બાબતનો પણ ઉલ્લેખ નથી, તેમ બધા લેખોનો સુર એ પણ નથી કે હિંદુ ધર્મ પડી
ભાંગે.જાણ્યેઅજાણ્યે, આવાં
ચબરાકીયાં લખાણો અને સંપાદનો દુષ્કર્મનો
ભોગ બનાર કે તેમાં બચી જવા પામનારને અમુકતમુક મત પ્રસારનો હાથો બનાવી બેસે છે.
ગયે મહિને કેટલાક
ખબરપત્રીઓએ મર્દાનગી, સ્ત્રી
જાતિ માટેનો દ્વેષ અને પૈતૃક સમાજવ્યવસ્થા માટેનાં ભારતીય માનસને પુરાણવિદ્યાના
દૃષ્ટિકોણથી સમજાવવા કહ્યું. મેં તેમને બાઈબલની કથાઓ સંભળાવી, પણ તેમને તો હિંદુ પુરાણોની જ કથાઓ સાંભળવી હતી. મેં તેમને
કહ્યું કે ભારતવર્ષમાં હિંદુ ધર્મ સિવાયના ખ્રિસ્તી કે ઈસ્લામ જેવા બીજા અબ્રાહમી
ધર્મો પણ છે જેમની અસર પણ ભારતનાં જનસમાજનાં માનસ પર પડતી જ આવી છે. પણ, તેમને તો હિંદુ
પુરાણોની કથાઓ સિવાય બીજું કંઈ ખપતું નહોતું. આમ એ લોકો પણ ભારતને હિંદુ ધર્મના
રંગથી રંગી રહ્યા હતા, પરંતુ
જો એ જ વાત સરકાર કરે તો એ જ પત્રકારો સરકારને કટ્ટર ધર્માન્ધનું બિરુદ આપવા
કાગારોળ કરી મુકે.
તમે ઘણા રેશનલ
નાસ્તિકવાદીઓ જેમ બાઈબલને ધિક્કારો છો તો, તમે
બાઈબલનાં જે અવતરણો (#૩૧)માં
મોસીઝ સૈનિકોને શત્રુઓનો વધ કર્યા પછી તેમની 'કુંવારી' દીકરીઓ
સાથે લગ્ન સંબંધ 'બાંધવા' પ્રેરે છે તે ટાંકીને સાબિત કરી શકશો કે બાઈબલના ઈશ્વરે દુષ્કર્મને મહોર મારી છે.
અમુક ધર્મપ્રચારક મિશનરીઓની જેમ જો તમે બાઈબલના કડક તરફદાર છો તો તમે સાબિત કરી
શકશો કે બાઈબલનાં 'ઑલ્ડ
ટેસ્ટામેન્ટ'નાં ડ્યુટરોનોમીનો મોસેઝ
નિયમો ૨૨ઃ૨૫-૨૭ અનુસાર બાઈબલના ઈશ્વર તો ખરેખર દુષ્કર્મને વખોડી કાઢે છે અને
દુષ્કર્મ કરનારને પથ્થરો મારીને દેહાંત દંડની સજા ફરમાવે છે. રાજકારણમાં
વિધેયાત્મકતા જેવું કંઈ હોતું નથી. તેમાં તો કેન્દ્રમાં મુદ્દાઓ રહે છે, અને સ્ત્રીઓ તો બાજુએ રહી જાય છે.
ઘણાં પુરાણોમાં ખુબ
ઉદાહરણીય, અને ઉમદા રાજાઓની, કથાઓ જોવા મળે છે. જોકે તેમાં એક કથા ઇશ્વાકુના પુત્ર દંડની પણ છે જેણે
ભાર્ગવ કુળના ઋષિ શુક્રની પુત્રી અર્જા સાથે દુષ્કર્મ કર્યું હતું. ઋષિએ તો
ક્રોધિત થઈને રાજાનાં રાજ્યને એટલી હદે ઉજ્જડ કરી નાખ્યું કે પશુ પક્ષીઓ પણ હવે
તેનાથી દુર રહે છે. આ જંગલને આપણે દંડને તેના ગુનાની મળેલી સજાની યાદમાં દંડકારણ્ય
- ભયંકર જંગલ - તરીકે ઓળખીએ છીએ. એ કથામાં એમ પણ જણાવાયું છે કે પિતાએ તેમની
પુત્રી અર્જાને તપશ્ચર્યા કરીને પોતાની જાતને શુધ્ધ થવા જણાવ્યું હતું. હિંદુ
વિરોધી દૃષ્ટિકોણવાળાં લોકોને તેમાં એમ દેખાશે કે આ તો જેની સાથે દુષ્કર્મ થયું
તેને પશ્ચાતાપ કરવાનો આવ્યો, જાણે
દોષિત કેમ ન હોય ! હિદુ તરફી દૃષ્ટિકોણ તપશ્ચર્યાને ધ્યાન અને ચિંતન દ્વારા
પ્રજ્વલિત થતા માનસિક અગ્નિ સ્વરૂપે જુએ છે, જેમાં
તપની જ્વાળાઓ બધાજ નકારાત્મક વિચારોને અને મનને આઘાત પહોંચાડતી ઘટનાઓને બાળી નાખે
છે.
આપણાં રાજકારણ કે ધર્મ
અને વિચારધારાઓ માટે આપણા પ્રેમ / ધિક્કારને આગળ કરવા માટે ગુન્હાની વાતનું ઓઠું
લેવાને બદલે, એ ગુન્હાનોઓ ભોગ બનનાર કે
તેમાંથી બચી નીકળનાર પોતાની બાકી જિંદગી સામાન્યપણે વિતાવી શકે તેમ કરવા માટે આપણે
પ્રયત્નો કરવા જોઈએ,. એમનાં
'પવિત્ર શરીર પર ગુન્હાના દાગ'નો ભાવ જીવનભર વેંઢારવાની વૃતિ ખતમ કરવી જોઈએ. હું એવી બે
સ્ત્રીઓને ઓળખું છું જે લોકોએ વિશ્વાસ મુકીને તેમની સાથે થયેલ દુષ્કર્મની વાત મને
કરી છે. એ વાતને હવે તો વર્ષો વીતી ગયાં છે. પહેલી ઘટનાનો ગુન્હેગાર જેલમાં છે.
બીજી ઘટનાનો ગુન્હેગાર તકનીકી છટકબારીઓને કારણે બચી ગયો. બન્ને સ્ત્રીઓ હવે એ
આઘાતમંથી સંપૂર્ણપણે બહાર આવી ગઈ છે. તેમને હવે કોઈ ક્રોધનો ભાવ પણ નથી રહ્યો. એક
કિસ્સામાં મનોચિકિત્સક અને બીજામાં એક ગુરુની મદદથી બન્ને બહેનો હવે જિંદગીમાં આગળ
નીકળી ગઈ છે. બન્નેનાં લગ્ન થઈ ગયાં છે. બન્નેના પતિની આ વાતની ખબર છે પણ તેમનાં પરિણીત
જીવન કે કે ગૃહ્સ્થ જીવન પર તેનો કોઈ ઓછાયો નથી પડ્યો. બન્નેનાં કુટુંબોનાં તેમને
સાથ અને હુંફ છે. એ ઘટનાનો તો હવે કોઈ ઉલ્લેખ જ નથી કરતું. બીજાં કુટુંબોની જેમ
અહીં પણ હવે બાળકો, કામધંધો, કૌટુંબીક બાબતો અને ભવિષ્યની જ વાત કરાતી રહે છે. કોઈ કોઈ
વાર એ ઘટનાના સંદર્ભો તાજા થઈ આવે એવું પણ બને છે. પરંતુ પતિ અને પત્ની બન્ને
એટલાં પરિપક્વ છે કે એવા અપવાદોને કારણે પેદા થતી લહેરોને જીવનનાં શાંત પાણીમાં તોફાની મોજાં નથી બનવા
દેતા> નાના ઉતારચઢાવ છતાં
તેમનાં જીવનની ગાડી આગળ ધપતી રહે છે.
'દુષ્કર્મ
મોત કરતાં પણ બદતર છે' એ
બધી વાતો ભોગ બનનારને કે તેમાંથી બચી જનારને
તેમનાં જીવનમાં કંઈ જ માદદરૂપ નથી નીવડવાની. એ આપણી અંદરના કર્મશીલના કરૂણા
અને શોષિતપણા ભાવને પોષે છે. તેને કારણે આ નીંદનીય કૃત્યને મળવું જોઈએ તેના કરતાં
અનેકગણું વધું પડતું મહત્ત્વ અને તેની વધુ પડતી અસર પેદા કરવાની તક આપે છે. ન્યાય
મળવો એ જેટલું મહત્ત્વનું છે તેટલું જ ગુન્હેગારોને શિક્ષા મળવી એ પણ અગત્યનું છે
. દુષ્કર્મને પરિણામે માનવ જીવનની સાહજિક ખોજને ખોરંભે ન ચડવા દેવી જોઈએ. તેમનાં
જીવન ધર્મ કે રાજકારણ કે સામાજિક માન્યતાઓ કબજે ન કરી લે તે વાતનું ખાસ ધ્યાન રખાવું
જોઈએ. જો પુરી નિષ્ઠા અને વિવેકથી કામ લેવાં આવે તો એમના જીવનના બાગમાં ફરી આશા
આકાંક્ષાઓનાં સ્વપ્નાંની વસંત જરૂર લાવી શકાય. બાઈબલ , તેમજ આપણાં પુરાણોમાં પણ, એટલી ગૌરવપદ વાતો ભરી પડી છે કે દુષ્કર્મની અમુકતમુક કથાઓ
છતાં પણ તે અદ્ભૂત માર્ગદર્શિકાઓ બની રહી શકે તેમ છે. દુષ્કર્મીઓ, લોહી તરસ્યાં ન્યાયતંત્ર કે ટોળાંઓ કે છાતી કુટતાં
ક્રાંતિવાદીઓના હાથે તેમના પર વૈચારિક દુષ્કર્મ ન થાય તે જોવાની ફરજ આપણાં
સૌની છે.
- www.dailyo.in માં ૨૫ માર્ચ, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Rape in the Bible નો અનુવાદ : અબ્રાહમિક | અબ્રાહમિક આસ્થા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો