સ્પેનિશ સેલો વાદક અને કન્ડ્કટર, પાબ્લો કાસાલ્સની ગણના સર્વકાલીન શ્રેષ્ઠ સેલો
વાદકોમાં થાય છે[1].
તેઓ માનતા હતા કે સંગીતમાં વિશ્વને બચાવી શકવાની તાકાત છે.
૯૩ વર્ષની વયે પણ તેઓ દિવસના
ત્રણ કલાક રિયાજ઼ શા માટે કરે છે તે પ્રશ્નનો તેમનો જવાબ ઉત્કૃષ્ટતાની ખોજ કરનાર
માટે ધ્રુવતારક સમાન છે.
તેમનું કહેવું હતું કે , 'કેમકે હું માનું છું કે હું
પ્રગતિ કરી રહ્યો છું અને સુધરી રહ્યો છું.'
માલ્કમ ગ્લૅડવેલનું આ સંદર્ભમાં
એક બહુ જાણીતું કથન છે - એકવાર શ્રેષ્ઠતા પામ્યા બાદ અભ્યાસ કરવાનો નથી હોતો; તે તો શ્રેષ્ઠ થવા માટે કરવાનો
છે.
શ્રેષ્ઠતાની ખોજની સફરનો ક્યારે
પણ અંત નથી હોતો.
– – – – –
- તન્મય વોરાના, QAspire.comપરના લેખ In 100 Words: Excellence by Pablo Casals નો અનુવાદ
- અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો