બુધવાર, 9 સપ્ટેમ્બર, 2020

સંસ્થાજન્ય સંસ્કૃતિની માપણી

 સંસ્થાજન્ય સંસ્કૃતિને સમજવાથી લોકો સંસ્થામાંના લોકો વચ્ચેના આપસી સંબંધો અને તેમની વર્તણૂકો વિશે સૂઝ પડે છે. પરિણામે કયા સંજોગોમાં સંસ્થાએ આમ કેમ વર્તન કર્યું, કે કરશે, તે સમજવામાં મદદ મળે છે. સંસ્થાજન્ય સંસ્કૃતિની માપણી દ્વારા સંસ્થામાં આંતરસંબંધો અને માન્યતાઓને ઘડવામાં, કે નવી દિશામાં વાળવામાં કયાં મૂલ્યો વધારે અસર કરે છે /કરી શકશે કે કયાં ઓછી અસર કરે છે / કરશે તે મૂલ્યાંકન કરવામાં મદદ મળે છે.

સંસ્થાજન્ય સંસ્કૃતિની માપણી પણ એક બહુ અભ્યાસ ખેડાયેલ અને દસ્તાવેજિત વિષય છે. એટલે અહીં જે કંઈ રજૂ કરી શકાયું છે તે આ વિષય પર ઉપલબ્ધ સાહિત્યરૂપ હિમશીલાની નાની સરખી ટોચ છે તે વાતની ફરી એક વાર નોંધ લઈએ.

સંસ્થાજન્ય સંસ્કૃતિ પાર્શ્વચિત્ર /Organizational Culture Profile (OCP) દ્વારા કરાતાં સંસ્થાનાં મૂલ્યોનાં ચોક્કસ પ્રકારનાં વર્ગીકરણને ઘણાં સંશોધનોમાં સ્થાન મળેલ છે. (Chatman & Jehn, 1991; O’Reilly, et. al., 1991). [1]



Dimensions of Organizational Culture Profile (OCP)

Adapted from information in O’Reilly, C. A., III, Chatman, J. A., & Caldwell, D. F. (1991). People and organizational culture: A profile comparison approach to assessing person-organization fit. Academy of Management Journal, 34, 487–516.

સંસ્થાજન્ય સંસ્કૃતિના દરેક કિસ્સામાં સંસ્થાને મજભુત કરતી એક પૂર્વેપક્ષિત બાબત છે સંસ્થાજન્ય સંસ્કૃતિ વિશ્લેષણ/ corporate culture analysis.

તે કરવા માટે ઘણી પધ્ધતિઓ હવે ઉપલબ્ધ છે જેના વડે સંસ્થાની સંસ્કૃતિ  અને મૂલ્યો પર નજર કરી શકાય છે.

સંતુલિત જરૂરિયાર સ્કોરકાર્ડ  /BNS (Business Needs Scorecard)-સકારાત્મક તેમજ સંસ્થાને સંભવતઃ સીમિત કરી શકનાર મૂલ્યોની માપણી જેના દ્વારા શકય બને છે. સંસ્થાજન્ય મૂલ્યો ખુબ જ ચોકસાઈથી માપપી શકાય તેવી પધ્ધતિઓમાંની એક છે.

BNS એવું નૈદાનિક સાધન છે જે ૬ વિભાગોમાં સકારાત્મક અને સંસ્થાને સંભવતઃ સીમિત કરી શકનાર મૂલ્યોમાં વર્ગીકરણ કરે છે.:

¾   નાણાં /Finance – નફાશક્તિ અને નાણાંકીય કામગીરીન સંદર્ભમાં સંસ્થાની પ્રગતિને અસર કરી શકતાં મૂલ્યો.

¾   કાબેલિયત / Fitness – કર્મચારીઓની ઉત્પાદકતા અને અન્ય સ્રર્વસામાન્ય પ્રકારની કામગીરીઓને અસર કરી શકતાં  મૂલ્યો.

¾   બાહ્ય સંબંધો /External relationships – કંપની બહારના હિતધારકો સાથેનાં સંબંધોએ અસર કરી શકતાં  મૂલ્યો.

¾   ક્રમાગત ઉન્નતિ / Evolution – હરીફોની સરખામણીંઆં સંસ્થાની સર્જનાત્મકતા અને નવોત્થાન ક્ષમતાને અસર કરી શકતાં  મૂલ્યો.

¾   સંસ્કૃતિ / Culture – સંસ્થામાં કર્મચારીઓ કર્મચારીઓ વચ્ચેના સંવાદ, પ્રત્યાયન અને સંસ્થાનાં નેતૃત્ત્વ સાથે આપસી વિશ્વાસને અસર કરી શકતાં  મૂલ્યો.

¾   સમાજમાં યોગદાન  / Contribution to society – સંસ્થાના મૂલ્યોની સમાજનાં પ્રવર્તમાન મૂલ્યો સાથેની એકસૂત્રતા.

આ પધ્ધતિ દ્વારા સંસ્થાનાં મૂલ્યોનું, ખાસ તો સંસ્થાનાં નેતૃત્વ અને અગ્રણી તરીકે આ મૂલ્યો પ્રત્યેના તમારા દૃષ્ટિકોણના સંદર્ભે,સર્વગ્રાહી વિશ્લેષણ શક્ય બને છે.

સંસ્થાજન્ય સંસ્કૃતિ આકારણી ઉપકરણ  / OCAI (Organizational Culture Assessment Instrument)- સંસ્થામાંની સક્રિય અને નિષ્ક્રિય મૂલ્યો માપવામાં મદદરૂપ બની શકે છે. અહીં પ્રતિસ્પર્ધી મૂલ્ય માળખાં તરીકે ઓળખાતાં માનકચિત્રનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં એક એવી આકૃતિની મદદ લેવામાં આવે છે જેના વડે સંસ્થાના મૂલ્યોનું વલણ કઈ દિશા તરફ ઢળવાનું હોઈ શકે છે તે જાણી શકાય છે.

Image credit: OCAI-Online

પરિણામોના આધારે સંસ્થામાં કઈ સંસ્કૂતિનો પ્રભાવ વધારે છે , જેના થકી એ પણ ખ્યાલ આવે છે કે સંસ્થાનું નેતૃત્વ જેવી સંસ્કૃતિ ઝંખે છે તે લાવવા શું શું , ક્યાં ક્યાં પરિવર્તનો કરવાં પડશે .

કર્મચારી સર્વેક્ષણો / Employee Surveys વડે કર્મચારીઓનાં મૂલ્યો સંસ્થાના મૂલ્યો સાથેનું એકસૂત્રતાપણું ઓક્કસ માત્રામાં માપી શકાય છે. તે ઉપરાંત સંસ્કૃતિની માપણી, અને તેના પછીનાં તેનામાં પરિવર્તનોના  તબક્કામાં કર્મચારીઓને સાથે રાખવાની ચાવીરૂપ ભૂમિકા પણ આ સર્વેક્ષણો ભજવી શકે છે. [2]

મે ૨૦૧૬થી ડૉ.ટોમ રીડર અને ડૉ. એલેક્ષ ગિલ્લેસ્પી કોર્પોરેટ સંસ્કૃત્ની માપણી માટે એક નવા દૃષ્ટિકોણને વિકસાવાની દિશામાં  શૈક્ષણિક સંશોધન પરિયોજનાનું નેતૃત્વ કરી રહ્યા છે. બ્રિટન સ્થિત સખાવતી સંસ્થા AKO Foundationની નાણાકીય સહાયથી બેરોકટોક કોર્પોરેટ સંસ્કૃતિ વિશ્લેષણ ઓજાર / Unobtrusive Corporate Culture Analysis Tool (UCCAT) વિકસાવાયેલ છે..


UCCAT સૈધ્ધાતિક આધારિત અને વિજ્ઞનિક રીતે ચકાસાયેલ પધ્ધતિ છે જેના વડે કોર્પોરેટ સંસ્કૃતિનું વિશ્લેષણ અને અન્ય અપેક્ષિત વિકલ્પ સાથે સરખામણીનું આધારચિહ્ન શક્ય બને છે. UCCATની આગવી ખાસીયત એ છે કે સંસ્કૃતિની આકારણી કરવામાં કર્મચારીઓ સાથેના ઇન્ટરવ્યૂ કે પ્રશ્નોત્તરીની મદદ લીધા સિવાય, જાહેરમાં ઉપલબ્ધ સરવૈયાં અને સંચાલન મંડળના અહેવાલ, અખબારી અહેવાલો જેવા માહિતી સ્રોતો વડે કંપની સંસ્કૃતિની પાદછાપ વિકસાવાય છે. આ પ્રકારના માહિતિસ્ત્રોતોને 'સંસ્કૃતિનાં બેરોકટોક સૂચકો  /unobtrusive indicators of organisational culture” (UICs)  તરીકે ઓળખવામાં આવે છે. દરેક UIC સંસ્થાની સંસ્કૃતિ તરફ અંગુલિ નિર્દેશ કરતી પ્રવૃત્તિનાં અમુક ચોક્કસ નિરીક્ષણક્ષમ અને માપણીક્ષમ પાસાંને રજૂ કરે છે (દા.ત. સંશોધન પાછળનું ખર્ચ,ગ્રાહક સાથેના સંબંધો વગેરે). તેમને કંપનીની સંસ્કૃતિ માપવાની ડીપસ્ટિક /dipstick કહી શકાય. જ્યારે સાંસ્કૃતિક પરિંમાણના સંદર્ભે UICs ને એકઠાં કરવામાં આવે, ત્યારે આ 'બાહ્ય સ્ત્રોતો' વડે સંસ્થાની સંસ્કૃતિનું માપ આકારાઈ શકે છે.

UCCATનાં અંતિમ સ્વરૂપમાં ૬૦ unobtrusive indicators of culture (UICs) આવરી લેવાયેલ હોય છે, જે કોર્પોરેટ સંસ્કૃતિનાં ૬ પરિંમાણોમાં વહેંચી દઈ શકાય છે. આમ દરેક પરિમાણ દીઠ ૧૦ UICs હોય છે. ઉપર દર્શાવેલ સૂચિકોષ્ટકમાં દરેક પરિમાણની વ્યાખ્યા દર્શાવવામાં આવી છે, જેની સામે એક એક સૂચક UIC પણ છે.

એ સૂચિકોષ્ટકમાંથી જોઈ શકાય છે કે દરેક UICને 'હકારાત્મક' કે 'નકારાત્મક' એમ ગુણાત્મક રીતે આકારાયેલ છે. જો સંદર્ભિત માહિતી નિશ્ચિતપણે સકારત્મક, કે નકારાત્મક, નિષ્કર્ષ ન બતાવી શકતી હોય તો ગુણ તરીકે 'અનિર્ણાયક' એમ જાણાવાય છે. જો માહિતી ઉપલબ્ધ ન હોય તો 'ઉપલબ્ધ નથી' એમ દર્શાવાય છે.જ્યારે બધાં જ (૬૦) UICs નું ગુણ વિવરણ થઈ રહે, તો તેમાંથી  બે મહત્ત્વનાં ગુણ વિવરણ નીકળી શકે છે.

૧) કોઈ પણ સંસ્થા માટે તેની સંસ્કૃતિનાં દરેક પરિંમાણને હકારાત્મક UICsમાંથી નકારાત્મક UICs નાં ગુણ વિવરણમાં દર્શાવાય છે.(એટલ કે ૬ હકારાત્મક સૂચકોમાંથી  ૪ નકારાત્મક સૂચકો બાદ થતાં જવાબ ૨ રહે છે.આમાંથી જે પાસાંઓમાં સંસ્થા મજબૂત કે નબળી છે તે ખયાલ આવી શકે છે.

૨) કોઈ પણ સંસ્થા માટે,કુલ હકારાત્મક સૂચકોમાંથી કુલ નકારાત્મક સૂચકો બાદ કરતાં સસ્થાની સંસ્કૃતિનું  સમગ્રપણે ગુણ વિવરણ નીકળે છે. આમ ૬૦ હકારાત્મક સૂચકોમાંથી ૪૦ નકારાત્મક સૂચકો બાદ જતાં સમગ્રપણે ગુણ વિવરણ ૨૦ રહે છે.આમ સંસ્થાની સંસ્કૃતિનું સમગ્રપણે વલણ (હકારાત્મક કે નકારાત્મક) અને તેની માત્રા જાણી શકાય છે.આનો એક ઉપયોગ એક કંપનીની સંસ્કૃતિની બીજી કંપનીની સંસ્કૃતિ સાથે સરખામણીરૂપ માપક સીમાચિહ્મ પ્રસ્થાપિત કરી શકાય છે.

UCCATનો આધાર લઈને વિવિધ ઉદાહરણ સ્વરૂપ અભ્યાસો કરાયા છે, જેમાંથી મહત્ત્વનાં ત્રણ તારણો નીકળે છે. અહીં દરેક સંસ્થાની ઓળખની ગુપ્તતા જાળવવામાં આવી છે.

પહેલું, UCCAT નિપજતો કોર્પોરેટ સંસ્કૃતિ પ્રોફાઈલ કંપની કંપનીઓ વચ્ચે ભેદભાવ કરતો જણાય છે. જેમકે, અ ભ્યાસમં બે ટોચની કંપનીમાં નકારાત્મક સૂચકો કરતાં, આખાં સેમ્પલની સરેરાશ ૭.૩ની સરખામણીમાં, ૨૩ સકારાત્મક સૂચકો વધારે છે. આ બન્ને કંપનીઓ પારદર્શિતા, શાસન અને ગ્રાહક પ્રત્યે ધ્યાન જેવાં પરિંમાણોમાં પણ ટોચ પર છે. તેની સામે અભ્યાસમાં છેક નીચે રહેલી કંપનીઓમાં હકારાત્મક કરતાં ૨૩ નકારાત્મક  સૂચકો વધારે જણાયાં હતાં.  એ કંપનીઓમાં પારદર્શિતા, શાસન અને ગ્રાહક પ્રત્યે ધ્યાન જેવાં પરિંમાણોમાં  સમસ્યાઓ જોવા મળતી હતી.

બીજું, UCCAT સંસ્ત્થાની સંસ્કૃતિની નિશ્ચિત સમજ પૂરી પડી શકે છે. જેમકે, કર્મચારીઓ પ્રત્યે અપાતું ધ્યાન અને પારદર્શિતામાં ટોચ પર રહેલી કંપની ગ્રાહક પ્રત્યે ધ્યાન આપવામાં નબળી દેખાય છે તેની સામે, સાશન, ગ્રાહક પ્રત્યેનું ધ્યાન અને કર્મચારીઓ પ્રત્યેનું ધ્યાનમાં નબળી દેખાતી કંપની પારદર્શિતામં મજબૂત છે. આમ  UCCAT સંસ્કૃતિનાં કયાં પાસાં પર ધ્યાન આપવું જોઈએ અને ક્યાં વધારે તપાસ કરવી જોઈએ તે સૂચવે છે.

ત્રીજું, દરેક કંપનીની UICsનાં વલણ બાબતે પણ કહી શકાય છે. 'નકારાત્મક ઘટના તરફ અનુકૂલનશીલતા' જેવાં UICs પ્રતિઊલ સંજોગોમાંથી નવું શીખવાનું સંસ્થાનું વલણ નવોત્થાનમુખી સંસ્કૃતિ સૂચવે ચે.એમ ખાસ નોધપાત્ર બાબત એ છે કે કોઈ એક  UICકે સંસ્કૃતિ પરિમાણ પરથી સંસ્થાની સમગ્ર સંસ્કૃતિ વિશે અનુમાન ન તારવી લેવું જોઈએ. [3]

સંસ્કૃતિની માપણીની પરંપરાગત પધ્ધતિઓની મદદથી જે ચિત્ર જોવા મળે છે તે સ્થૈતિક, કે પછી બહુ બહુ તો પ્રસગોપાત કે સંસ્થાનો અમુક સમયની સ્થિતિનો કયાસ આપે તેવું હોય છે. જ્યારે સંસ્થા તો સમય સાથે બદલતી રહે છે. તે ઉપરાંત, આ પધ્ધતિઓને કે સંસ્થાની અમુક ચોક્કસ કે પ્રકૃતિગત વિશિષ્ટ સંસ્કૃતિઓને અમુકતમુક રીતે કેટલીક વર્ગીકરણ કરી શકાય એવી સંશોધકોનીપોતાની માન્યતાઓને કારણે પણ આ પધ્ધતિઓ મર્યાદિત બની રહેતી હોય છે.એટલે, ઘણા સંશોધકોએ  વિશાળ-માહિતિ સામગ્રી (big-data)પર ડિજિટલ પ્રક્રિયાઓ કરીને અત્રતત્રસ્રર્વત્ર દેખાતાં ઈ-મેલ, ચૅત સંદેશાઓ,કે ગ્લાસડૉર' સમીક્ષાઓ જેવાં વીજાણુ પ્રત્યાયનોમાં 'ડિજિટલ પાદછાપો"નાં વિશ્લેષણો કર્યાં. કર્મચારીઓ દ્વારા આ પ્રકારનાં પ્રત્યાયનોમાં ઉપયોગમાં લેવાતી ભાષાના અભ્યાસથી એ જાણી શકાય છે કે સંસ્થાની સંસ્કૃતિની એમના કાર્યસ્થળ પરના  વિચારો અને વર્ત્ણૂકો પર ખરેખર શું અસર થાય છે. વિશાળ માહિતી-સામગ્રી વિશ્કેષકો (Big-Data Analytics)ને કારણે સંસ્કૃતિની માપણી વધુ વૈજ્ઞાનિક અને ગતિશીલ પધ્ધતિઓ વિકસી રહી છે. [4]

સંસ્થાજન્ય સંસ્કૃતિની માપણી સંસ્કૃતિની અને કામગીરીની સુધારણા માટેના નકશાની તૈયારીમાં મદદરૂપ ભૂમિકા ભજવી શકે છે -

૧. માપણીને કારણે વધારે માહિતગાર નિર્ણયો શક્ય બને છે.

૨. શું સંસાધનો જોઈશે અને તેમનો વધારે સારું વળતર માટે કેમ અને ક્યારે ઉપયોગ કરવો તે સમજાય છે..

3. અનેકવિધ લોકોને સહભાગી બનાવવાથી સંસ્થાની સંસ્કૃતિને લગતા મુદ્દાઓ વિષેની તેમની સમજ્ણ વધારે સ્પષ્ટ અને પક્વ બને છે, જેને પરિણામે તેમની ભાગીદારીની ભાવના પણ વધારે દૃઢ બને છે.

૪. વધારે સારા નિર્ણયો,વધારે રસ લેતાં લોકો અને વધારે સુગઠિત સંસ્કૃતિને કારણે કામગીરીમાં પણ સુધારો થવા લાગે છે. [5]

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો