શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2020

સ્વાર્થી

 

- ઉત્પલ વૈશ્નવ

સ્વાર્થીપણાની શબ્દકોશની વ્યાખ્યા આ મુજબ છે - એ સ્વાર્થી થવાનો ગુણ કે સ્થિતિ છે; બીજાં લોકો માટે વિચાર ન કરવો.

સામાન્યરીતે સ્વાર્થીપણું નકારાત્મક અવગુણ ગણાય છે. પરંતુ તેને સકારાત્મક દૃષ્ટિકોણથી પણ જોઈ શકાય.



એ અમલ માટે પ્રેરણા કરતું સૌથી વધારે અસરકારક ચાલકબળ છે. 'સ્વ'ની તમારા વડે કરાતી વ્યાખ્યા તેને સિમિત કે વિકસિત અર્થ બક્ષે છે.

મારી જાત  સ્વત્ત્વ

મારાં સ્વજનો

મારૂં કુટુંબ

મારો સમાજ

મારી ટીમ

મારી સંસ્થા

મારો સમાજ

મારો દેશ

મારૂં વિશ્વ

મારૂં  [જે કંઈ પણ]

અહીં વાત પોતાની જાતને બીજાં (સંભવતઃ ઊંચાંમાં ઊંચાં) સ્તરની ચેતના પર ઉઘડવા દેવાની છે.

આપણે જ્યારે સિદ્ધિ પ્રાપ્ત કરવા કાર્યરત હોઈએ છીએ, ત્યારે પણ તત્ત્વતઃ તો આપણે સ્વાર્થી જ હોઈએ છીએ. માત્ર, આપણે તેમ વિચારતાં નથી.

તે સ્વાર્થીપણાની વિભાવનાને નવેસરથી વિચારવા માટેની …અને આપણી માનવીય ચેતનાનું સ્તર પણ ઊંચું લઈ જવાય તે રીતે પોતાનાં સમાવી લેવાની, તક નથી ?

શી રીતે?

તે દરેક વ્યક્તિ માટે પોતાની રીતે આગવી હોય છે અને તેને પારખી કાઢવાની ચાવી નિરીક્ષણ અને પ્રયોગશીલતામાં રહેલ છે.

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

અનુવાદકની નોંધ :

૧૯૬૪માં પ્રકાશિત, તે સમયના સમાજની, અને તે પછીની પએઢીઓની પણ, વિચારસરણીને  પ્રભાવિત કરતી રહેતી વિચારસરણીને રજૂ કરતું એયન રૅન્ડનૂં પુસ્તક, ‘The Virtue of Selfishness’. અહીં રજૂ કરાયેલ વિચાર સાથે સંદર્ભ ધરાવતું ખુબ જ મનનીય પુસ્તક ગણાય છે.

તેના વિશે વિગતે વાત ફરી કોઈ વાર કરીશું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો