સંસ્થાકીય સંસ્કૃતિમાં સુધારણા કરવા માટે જે પરિવર્તનો કરવાં
પડે તે નાનુંસુનું કામ નથી. તે સમય અને ધીરજ બન્ને પુરતી માત્રામાં માંગી લે છે.
કસાયેલી (lean) સંસ્થા મૂળતઃ માનવીય અભિગમ પ્રેરિત હોય છે, જેમાં સંસ્થા સાથે સંકળાયેલ લોકો વ્યક્તિગત રીતે વિકસતાં
અને પ્રગતિ કરતાં રહે છે. કામગીરીની
ઉત્કૃષ્ટતાનાં યાંત્રિક પાસાં પર ઓછું અને નેતૃત્વની મનોદશા અને વર્તણૂક પર વધારે
ધ્યાન આપીએ તો, આપણે જે પ્રકારની સંસ્કૃતિની અપેક્ષા કરીએ છીએ તે વાસ્તવમાં સિદ્ધ કરવું ઓછું
મુશ્કેલ બની શકે છે. [1]
સંસ્થાજન્ય સંસ્કૃતિમાં સુધારણાને લગતાં સાહિત્યમાં
સંસ્ક્રુતિમાં સુધારણા કરવા માટેના સિધ્ધાંતો તેમ જ ઉચ્ચ કાર્યસિદ્ધિ માટેની સંસ્કૃતિનાં ઘડતરની ચાવીઓ વિશે અથાગ ખેડાણ થયેલું જોવા મળે છે. જે ગુણવત્તા
વ્યાવસાયિકો આ દિશામાં ઊંડૉ અભ્યાસ કરવા માગે છે તેમના માટે એ સાહિત્યનો વિગતે
અભ્યાસ કરવાનું આપણે છોડી દઈશું. અહીં પુરતું મેં એક સિધ્ધાંતનો પરિચય રજૂ કર્યો છે.
અહીં The Westrum Model for Improving
Organizational Cultureમાં કરાયેલી ચર્ચાને લખાણનાં સંક્ષિપ્ત કરેલાં સ્વરૂપમાં રજૂ કરેલ છે.
૧૯૮૮માં રોન વેસ્ટ્રમે સંસ્થાગત સંસ્કૃતિના પ્રકારોની
વર્ગીકૃત કર્યા.
¾ વિચારવિકૃત (Pathological) કે
સત્તાભિમુખ (power-oriented) સંસ્થાઓ માં ભય અને ધાકધમકીનું વાતાવરણ જોવા મળે છે. લોકો
મોટા ભાગે માહિતીનો સંઘરો કરતાં જોવા મળશે કે રાજકીય કારણોસર દબાવી રાખશે કે પછી
પોતાને વધારે મહત્ત્વનાં દેખાડવા માટે માહિતીની તોડમરોડ કરશે.
¾ તુમારશાહી, નિયમાભિમુખ (Bureaucratic, rule-oriented) સંસ્થાઓ વિભાગની કોઈ પણ ભોગે રક્ષા કરશે. દરેક વિભાગને પોતાનું રાજ બનાવી
રાખવું હોય છે, પોતાના નિયમનોને વળગી રહે છે અને મોટા ભાગે નિયમનો - તેમના નિયમનો-
અનુસાર જ વર્તશે.
¾
સર્જક કે કાર્યસિદ્ધિ-અભિમુખ (Generative or performance-oriented) સંસ્થાઓ તેમનાં મૂલભૂત હેતુ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમને પોતાનું
લક્ષ્ય પાર પાડવાની જ ધુન હોય છે. પોતે જે સિદ્ધ કરવાનું છે તે સિવાય બીજું બધું
તેમને માટે ગૌણ બની જાય છે.
આ મોડેલ માટે અભ્યાસ કરતાં વેસ્ટ્ર્મને એક બીજી એ બાબત સમજાઈ કે સંસ્થાકીય
સંસ્કૃતિ જે રીતે સંસ્થામાં માહિતી વહે છે તેની આગાહી કરી શકે છે. યોગ્ય અને સારી
માહિતી માટેની ત્રણ લાક્ષણિકતાઓ વેસ્ટ્રમ ગણાવે છે -
૧) માહિતી મેળવનારને જે સવાલો થયા હોય તેના જવાબો તેને મળે છે;
૨) એ સમયસરની હોય છે;
૩) તેની રજૂઆત એ રીતની હોય છે કે માહિતી મેળવનાર તેનો અસરકારકપણે ઉપયોગ કરી
શકે છે.
ટેકનોલોજિ સંસ્થાઓ સહિતનું તીવ્ર ગતિ અને ઊંચા દાવનાં પરિણામો ધરાવતાં વાતાવરણમાં
સલામત અને અસરકારક કામગીરી બની રહે તે માટે સારી માહિતીનું વહેતું રહેવું
અતિઆવશ્યક છે.
વેસ્ટ્રમને તે ઉપરાંત એ પણ સમજાયું કે આ રીતે વ્યાખ્યાયિત થતી સંસ્થાજન્ય
સંસ્કૃતિ કાર્યસિદ્ધિનાં પરિણામોની પણ આગાહી કરી શકે છે.
આ વર્ગીકરણો વધારે વિગતમાં સમજવા માટે નીચેની આકૃતિમાં વિચારવિકૃત (Pathological),તુમારશાહી અને સર્જક એમ દરેક પ્રકારની સંસ્કૃતિમાંની
વર્તણૂકો દર્શાવી છે –
આમ જોઈ શકાય છે કે ઉચ્ચ-કાર્યસિદ્ધિ જાળવી રાખતી સંસ્થાઓ હંમેશાં પુનરાવૃત
ક્રમિકપણે નવું શીખતી રહે છે, સુધારણઓ કરતી રહે છે અને બહેતરને બહેતર બનતી રહે છે.
સંસ્કૃતિ વડે માહિતી પરની પ્રક્રિયાઓ ત્રણ પધ્ધતિઓથી શક્ય બને છે -
૧) સર્જક પ્રકારની સંસ્કૃતિ ધરાવતી સંસ્થામાં લોકો અસરકારકપણે એકબીજાં સાથે
સહકાર કરે છે અને સંસ્થામા આપસી તથા ઉપરથી નીચે કે નીચે ઉપર તરફી વિશ્વાસ ઉચ્ચ
કક્ષાનો હોય છે.
૨) સર્જક સંસ્કૃતિમાં મૂલભૂત હેતુનું મહત્ત્વ હોય છે,
જેને કારણે તુમારશાહી સંસ્કૃતિમાં ડગલેને પગલે જોવા મળતા
લોકો આપસી વ્યક્તિગત વાંધાવચકાઓ તેમજ
વિભાગીય હીતોના વાડાઓને બાજુએ મુકીને
મૂળધ્યેયસિદ્ધિ માટે કામ કરે છે.
૩) સર્જકતા સમતળ પરિસ્થિતિઓ ઘડવામાં મદદરૂપ બને છે જેને કારણે સંસ્થામંના
પદભારનાં ઊંચનીચના ખયાલોની ભૂમિકા ઓછી અસર કરતી બને છે.
આમ 'સારી' સંસ્કૃતિ સંસ્થામાંના આપસી સહકાર અને વિશ્વાસની ભાવનાં સ્તરમાં પ્રતિબિંબીત થાય છે. તે ઉપરાંત વધારે સારી સંસ્કૃતિની અસર ઉચ્ચ કક્ષાની નિર્ણય લેવાની પ્રક્રિયાઓમાં પણ જોવા મળે છે, કેમકે આ પ્રકારની સંસ્કૃતિનાં વાતાવરણમાં ટીમ વધારે ખુલ્લાં દિલથી કામ કરતી હોય છે અને તેમના વ્યવહારો વધારે પારદર્શક હોય છે એટલે સારી માહિતી ઉપલબ્ધ થવા લાગે છે એટલું જ નહીં, પણ જો કોઈ નિર્ણય કદાચ ખોટો પડે તો તેને બદલી નાખવામાં પણ સમય નથી લાગતો.
અંતતઃ પરિણામ એ આવે છે કે સંસ્કૃતિ વડે પરિણામોની અને સંસ્થાની કાર્યસિદ્ધિ સિદ્ધ કરવાની આગાહી કરવી શકય બને છે. જેને પરિણામે કામમાં લોકોને વધારે સંતોષ પણ થાય છે. [2]
ભૂતકાળમાં મૂલ્ય ઘડતર બહોળાં સ્તરનાં ઉત્પાદન અને પુનરાવર્તી કામોમાં વધારેને વધારે કાર્ક્ષમતા વડે
સિદ્ધ થતી સ્પર્ધાત્મક સરસાઈના ફાયદા
દ્વારા થતું હતું. આજે હવે ઉત્પાદનો અને સેવાઓનું મૂલ્ય ઘડતર માલ, ટેક્નોલોજિ અને પ્રક્રિયાઓના મહત્તમમાં મહત્તમ ફાયદાઓ લેતા
રહેવાના અવનવા રસ્તાઓ શોધીને વધારેને
વધારે સર્જનાત્મકતામાં -
વધારેને વધારે મૂલ્ય વૃદ્ધિ કરતાં રહેવું - રહે છે.
મૂલ્ય ઘડતરનાં સાધનો અને ઝડપને કારણે મોટા પાયાના ભંગાણો સર્જાશે. સવાલ એટલો જ છે કે સંસ્થાજન્ય સંસ્કૃતિમાં સુધારણાની કોઈ પણ પહેલને આપણે ભંગાણની પ્રક્રિયામાં એક ચાલક બળ હશું કે ભંગાણ થઈ ગયા પછીનો કાટમાળ હઈશું એ યક્ષ પ્રશ્ન સાથે કોઈ સંબંધ છે ખરો ! [3]
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો