ચર્ચાસત્રની સમુહ પ્રવૃત્તિમાં ભાગ લેનાર ૧૦૦ લોકોને દરેકને ફુગ્ગા પર
પોતપોતાનું નામ લખવાનું કહેવાયું. ફુગ્ગા એકઠા કરીને ભેળસેળ કરી નંખાયા. પછી જેવું
બધાંને, પાંચ જ મિનિટમાં,પોતાનૂં નામ લખેલો ફ્ય્ગ્ગો શોધવાનું કહેવાયું કે
ધાંધલધમાલ મચી ગઈ !
એટલે હવે બધાંને કહેવામાં આવ્યું કે જેને જે ફુગ્ગો મળે તે જેનું નામ
લખ્યું છે તેને સોંપી દેવો. હવે, ગણતરીની મિનિટોમાં બધાંને પોતપોતાનો ફુગ્ગો મળી ગયો !
વક્તાએ કહ્યું, 'સુખનું પણ આ ફુગ્ગા
જેવું છે. તમારું પોતાનું સુખ શોધવથી જલદી નહીં મળે. પણ જે મળે તે
બીજાં સાથે વહેંચશો તો કોઈને તેનું સુખ હાથવેંત બની જશે! અને તેમાં તમારૂં સુખ તો
સમાયેલ હશે જ.”
- તન્મય વોરાના, QAspire.comપરના લેખ In 100 Words: Pursuit of Happiness નો અનુવાદ
- અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો