જ્યોર્જ ઑર્વેલ હવે જ્યારે પ્રસ્તુત લેખમાં
સ્પેનના આંતરવિગ્રહની 'શરૂઆત અને મૂળ તરફ એક દૃષ્ટિપાત' કરવા જઈ રહ્યા છે ત્યારે આ ઐતિહાસિક ઘટનાની પૃષ્ઠભૂમિકાના અન્ય
દૃષ્ટિકોણને સમજવાની દૃષ્ટિએ એન્સાયક્લોડીયા બ્રિટાનિકા જેવા માહિતી સ્રોત પર
ઉપલબ્ધ માહિતીથી[1]
અવગત થવું આવશ્યક બની રહે છે.
[૨]
કોઈ પણ
સંકટની ઘડીમાં આવા 'લોક મોરચા'નાં
જોડાણોમાં આ વિરોધાભાસ આપોઆપ જ કળાવા લાગી શકે છે. અહીં મજદૂર અને મધ્ય્મવર્ગ
બન્ને લડતા ભલે ફાસીવાદની સામે હોય પણ બન્ને સમાન વસ્તુઓ માટે નહોતા લડી રહ્યા -
મધ્યમવર્ગ લડતો હતો પોતાના માટેની લોકશાહી (બીજા શબ્દોમાં કહીએ તો મુડીવાદી)
વ્યવસ્થા માટે અને મજદૂર, તેની સમજમાં જેટલું બેસતું હતું,
એવા સમાજવાદ માટે લડતો હતો.
ક્રાંતિના શરૂઆતના દિવસોમાં સ્પેનનો મજદૂર પોતાનો મુદ્દો બરાબર સમજતો હતો.
જે જે વિસ્તારોમાં ફાસીવાદને હરાવી શકાયો હતો એ વિસ્તારોમાં બંડખોર લશ્કરી
ટુકડીઓને હાંકી કાઢવાથી એ લોકો સંતુષ્ટ બની બેસી નહોતા રહ્યા; એ લોકોએ એ તકનો લાભ લઈને જમીનો અને કારખાનાંઓ પર કબજો જમાવી દીધો હતો અને
સ્થાનિક સમિતિઓ, મજૂર નાગરીક સેનાઓ, પોલીસ
દળો અને એવી બીજી બાબતો દ્વારા થોડે ઘણે અંશે મજૂર સરકાર પણ પ્રસ્થાપિત કરવાની
શરૂઆત કરી હતી આ સક્રિય ક્રાતિકારીઓ મૂળતઃ અરાજકતાવાદીઓ હોવાને કારણે તેમને કોઈ પણ
પ્રકારની સંસદ પ્રત્યે સ્વભાવગત અવિશ્વાસ રહેતો, એટલે એ લોકો
ગણરાજ્ય સરકારને નામ પુરતાં નિયમન માટે રાખવાની એક ભૂલ કરી નાખી., પરિણામે,બધા જ પ્રકારના કર્મચારીઓમાં ફેરફાર થઈ જવા
છતાં પણ એ પછીની બધી જ સરકારો લગભગ 'મવાળ' મધ્યમવર્ગી-સુધારાવાદી લાક્ષણિકતાઓ ધરાવતી જ આવી. શરૂઆતમાં આને કારણે કંઇ
ફેર પડતો હોય એમ ન જણાયું, કેમકે સરકાર, ખાસ તો કેટાલોનીઆની સરકાર, સાવ જ સતાવિહીન હતી અને
બુર્ઝવા વર્ગે ક્યાં તો દબાઈને રહેવું પડી રહ્યું હતું કે પછી (હું જ્યારે
ડિસેમ્બરમાં સ્પેન પહોંચ્યો ત્યારે જોવા મળતું હતું તેમ) વેશપલટા કરીને મજ્દૂર બનીને બેસવું પડી
રહ્યું હતું. પછીથી, જેમ જેમ સત્તા અરાજકતાવાદીઓના હાથમાંથી
સામ્યવાદીઓ અને જમણેરી સમાજવાદીઓના હાથમાં સરતી ગઈ તેમ તેમ સરકાર પોતાનાં તેવર
બતાવાવા લાગી, અને તેમ તેમ
સંતાયેલા બુર્ઝવાઓ બહાર આવવા લાગ્યા અને કોઈ જ ફેરફાર થયા વગર, સમાજનાં ગરીબ અને તવંગરનાં તડાં ફરી ઉઘાડાં થવા લાગ્યાં. હવે પછીનાં.
લશ્કરી કટોકટીની પડતી ફરજો સિવાયનાં દરેક પગલાં, ક્રાંતિના
શરૂઆતના થોડા મહિનાઓમાં થયેલાં કામને હતું ન હતું કરવા તરફ ચંપાતાં હતાં. એવાં
અનેક ઉદાહરણોમાંથી હું એક ઉદાહરણ જ ટાંકીશ. જેમાં અફસરો અને સામાન્ય સૈનિકોને
સરખાં વેતન મળતાં, એકબીજાં સાથે હળવામળવાનું એકસમાન કક્ષાએ જ
થતું એવી ખરેખર લોકશાહી ઢબે સ્થપાયેલ નાગરીક સેનાનું સ્થાન સામ્યવાદી શબ્દજાળમાં 'લોક સેના' તરીકે ઓળખાતી 'જનપ્રિય
સેના'માં થતું ગયું, જેનો ઢાંચો શક્ય
હતું ત્યાં સુધી વિશેષાધિકાર પ્રાપ્ત અફસર વર્ગ, વેતનમાં
ભારીખમ તફાવતો જેવી અનેક વ્યવસ્થાઓ ધરાવતાં બુર્ઝવા લશ્કર પર ઘડાયો હતો. કહેવાની
જરૂર નથી કે આમ કરાયું હતું લશ્કરી જરૂરિયાતની દૃષ્ટિએ, અને
કમસે કમ ટુંકા ગાળા માટે તેને કારણે લશ્કરી વ્યવસ્થા વધારે કાર્યદક્ષ પણ બની હતી.
પરંતુ ફેરફારોનો નિઃશંક આશય સમાનતાવાદ પર કુઠારાઘાત કરવાનો જ હતો. દરેક વિભાગમા
આવી નીતિઓ જ અમલ કરાઈ રહી હતી, જેને પરિણામે યુધ્ધ અને
ક્રાંતિ ફાટી નીકળવાનાં એક વર્ષમા જ એક સાધારણ 'મવાળ
મધ્યમવર્ગી' રાજ્ય સ્થપાઈ ચુક્યું હતું - અને 'જેમ છે તેમ'ની સ્થિતિ જાળવી રાખવા માટે આતંકનું
સામ્રાજય ફેલાઈ ગયું હતું તે તો છોગામાં.
વિદેશી
હસ્તક્ષેપ વિના આ આખી પ્રક્રિયા બહુ લાંબી ન ચાલી હોત. પરંતુ સરકારની લશ્કરી
નબળાઈને કારણે એ શક્ય બની રહ્યું. ફ્રાંસના ભાડૂતી સૈનિકોનો સામનો કરવા માટે એ
લોકોએ રશિયાની મદદ માગવી પડી. જોકે રશિયા દ્વારા પુરી પડાયેલી શસ્ત્રસરંજામની
મદદના આંકડા બહુ ચડાવીને રજૂ કરાયા છે (સ્પેનમં મારા ત્રણ મહિનાના વસવાટમાં મારી
નજરે રોકડું એક જ શસ્ત્ર ચડ્યું, અને તે પણ ગરીબડી એક જ મશીન
ગન),પણ આગમનનું નામ માત્ર પડવાથી સામ્યવાદીઓને સતાની લગામ
હાથમાં મળી ગઈ. સૌ પહેલું તો, રશિયન વિમાનો અને તોપો અને
આંતરરાષ્ટ્રીય ક્ક્ષાની સારી ગુણવત્તાની લશ્કરી બ્રિગેડો - જે તત્ત્વતઃ સામ્યવાદી
નહીં , પણ સામ્યવાદી અંકુશ હેઠળની હતી -ને કારણે સામ્યવાદીઓની
આબરૂમાં ધરખમ વધારો થયો. તેનાથી પણ વધારે અગત્યનું એ હતું કે શસ્ત્રોનો વેપાર
માત્ર રશિયા અને મેક્સિકો જ કરતાં હતાં, એટલે રશિયાએ પોતાનાં
શસ્ત્રોના મોં માગ્યા દામ તો જ મેળવ્યા, પણ તે સાથે ધારી
શરતો પણ કબુલ રખાવી લીધી. ચોખ્ખા શબ્દોમાં મુકવી હોય તો એ શરત આમ મુકી શકાય - 'બળવો કચડી નાખો નહીંતર શસ્ત્રો મેળવવાની વાત ભુલી જાઓ.' રશિયાના આવા અભિગમ વિશે સામાન્યપણે અપાતું કારણ એ હતું કે જો રશિયા
ક્રાંતિને મદદ કરી રહ્યું છે એમ દેખાય તો ફ્રાંકો-રશિયા સમજુતિ (અને ગ્રેટ બ્રિટન
સાથેનું અભિલાષિત જોડાણ) જોખમાઈ શકે તેમ હતી; તે ઉપરાંત
સ્પેનમાં સફળ થતી ક્રાંતિનાં દૃશ્યના રશિયામાં અણવાંછિત પડઘા પડે તેમ હતા.
સ્વાભાવિક છે કે સામ્યવાદીઓ રશિયાની સરકાર દ્વારા કોઈ પણ સીધાં દબાણ કરાયું હોવાની
વાત નકારી કાઢે છે. પરંતુ, જો આ સાચું પણ હોય તો પણ તેનું
કોઈ મહત્ત્વ નહોતું, કેમકે બધા જ દેશોના સામ્યવાદી પક્ષો
રશિયન નીતિઓને અનુસરતા જ હોય છે. એટલું તો નક્કી જ કહી શકાય કે સ્પેનિશ સામ્યવાદી
પક્ષ, તેમના તાબા હેઠળના જમણેરી સમાજવાદીઓ અને આખાં વિશ્વનું
સામ્યવાદી અખબાર જગત પોતાનો અત્યાધિક અને વધતો જતો પ્રભાવ પ્રતિ-ક્રાંતિના પક્ષનું
જ છાબડું જ નમવા માટે વજન મુકે.
+
+ + +
+
આપણે
આ લેખના અનુવાદના આમુખમાં જ નોંધ લીધી હતી તેમ આ લેખ ન્યુ ઈંગ્લિશ વીકલીમાં ૧૯
જુલાઈ અને ૨ સપ્ટેમ્બર, ૧૯૩૭નો
રોજ, બે ભાગમાં, પ્રકાશિત થયો હતો.
અત્યાર સુધી આપણે લેખનો ૧૯ જુલાઈ, ૧૯૩૭ના રોજ પ્રકાશિત ભાગ
આવરી લીધો છે. હવે પછીથી આપણે લેખના ૨ સ્પ્ટેમ્બર, ૧૯૩૭ના
રોજ પ્રકાશિત ભાગનો અનુવાદ કરીશું.
જ્યોર્જ
ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ,
Spilling
the Spanish Beans નો આંશિક અનુવાદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો