તન્મય વોરા
એક રબ્બી તેમના સ્વર્ગના પ્રવાસની વાત કહેતા હતા.
એમણે પહેલાં નર્કની મુલાકાત કરી. તે બહુ ભયાનક હતું.
મનોહર વ્યંજનોથી ટેબલો સજાવેલાં દેખાતાં હતાં, પણ લોકો એકદમ
નિસ્તેજ અને ભુખ્યાંદાટ દેખાતાં હતા. તેમના હાથો પર લાકાડાંના મોટા પાટીયાં
બાંધેલા હતા. એટલે એ લોકો હાથ વાળીને ખોરાક પોતાના મોંમાં નહોતા મુકી શકતા.
સ્વર્ગમાં પણ વ્યવસ્થા તો એ જ હતી. પરંતુ અહીં લોકો
સંતુષ્ટ અને ખુશ હતાં. રબ્બીએ ધ્યાનથી જોયું તો જોવા મળ્હ્યું કે લાકડાં બાંધેલા
હાથોથી લોકો સામસામી વ્યક્તિઓને ખવડાવતાં હતાં !
નર્ક કે સ્વર્ગ એ સજોગો પર નહીં પણ
આપણે એકબીજાં સાથે કેમ વર્તન કરીએ છીએ તેના પર જ નિર્ભર છે.
- તન્મય વોરાના, QAspire.comપરના લેખ ”In 100 Words: Heaven or Hell?"નો અનુવાદ
- અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો