‘અને કદાચ બેએક વર્ષ પછી, આ જે કંઈ બની રહ્યું છે તેની સામે પ્રતિક્રિયા સ્વરૂપે એવું કંઈક બનશે જે આપણે હજુ સુધી ઈંગ્લેંડમાં થતું નહી જોયું હોય - એક ખરેખરી ફાસીવાદી ચળવળ. અને કારણકે તેનામાં ચોખ્ખેચોખ્ખું કહેવાની હિંમત હશે, તે પોતાની સાથે એવાં લોકોને સામેલ કરશે જેઓએ ખરેખર તો તેનો વિરોધ કરવો જોઈતો હતો'
૧૯૩૪ના સમયગાળામાં પહેલાં
બ્રહ્મદેશમાં બ્રિટિશ શાસન માટે પોલીસ દળમાં નોકરી કરતાં અને પછી ૧૯૩૭માં સ્પેનના
આંતર વિગ્રહને નજદીકથી જોવાથી જ્યોર્જ ઑર્વેલનાં સમાજવાદી મન પર સમાજના છેક છેવાડે
પડી રહેલ, મજૂર
વર્ગ,ને ગણતરીમાં લીધા
સિવાય જ થતી સમાજવાદની વાતો વિશે જે વમળો ઊઠે છે તેને 'હબસીઓ (ને ગણતરીમાં લીધા) સિવાય / Not Counting Niggers 'માં તેઓ વાચા આપે છે.
+ + + + +
બારેક વર્ષ પહેલાં જો કોઈએ
આજની રાજકીય ગોઠવણીઓની આગાહી કરી હોત તો એ પાગલ કહેવાત. અને તેમ છતાં હકીકત એ છે કે, ભલે વિગતમાં
નહીં પણ મુખ્ય રૂપરેખાઓમાં, આજની પરિસ્થિતિની હિટલર પહેલાંના સુવર્ણ યુગમાં પણ આગાહી
કરી શકાઈ હોત. બ્રિટિશ સલામતી ગંભીરપણે જોખમાઈ તે સાથે જ આવું કંઈક થવું જ જોઈતું હતું.
સમૃધ્ધ, અને ખાસ
તો સામ્રાજ્યવાદી, દેશમાં ડાબેરી રાજકારણ કંઈક અંશે હંમેશા તૂત રહ્યું છે.
એવું ખરા અર્થમાં પુનર્ઘડતર હોઈ શકે જે થોડા સમય માટે પણ બ્રિટિશ જીવનધોરણ નીચું પાડી
શકે.I આ વાત બીજી રીતે કહેવી હોય તો એમ કહી શકાય કે મોટા ભાગના ડાબેરી
રાજકારણીઓ અને પ્રચારકો જે કંઈ માગણીઓ વડે પોતાનું પેટીયું રળે છે તે તેમને ખરેખર જોઈતી
નથી હોતી. જ્યાં સુધી બધું સમુસુતરૂં ચાલતું હોય ત્યાં સુધી એ લોકો લાલચોળ કાંતિકારીઓ
છે, પણ દરેક ખરી કસોટી પળવારમાં સાબિત કરી આપે છે કે આ લોકો સાવ
દંભ કરે છે. સુએઝ નહેરને એક જ ધમકી મળતાંની સાથે, 'ફાસીવાદ-વિરોધ' અને 'બ્રિટિશ
હિતોની સુરક્ષા' એક સમાન દેખાવા લાગશે.
એમ કહેવું બહુ છીછરૂં અને
અનુચિત લાગશે કે હાલ જે 'ફાસીવાદ-વિરોધ' કહેવાય
છે તેમાં બ્રિટિશ લાભાંશ માટેની નિસબત સિવાય
બીજું કંઈ નથી. પરંતુ એ પણ હકીકત છે કે છેલ્લાં બે વર્ષમાં, જે પ્રકારનો
ભયાનક વિદુષકવેડાથી મંચ પર નકલી નાક લગાવીને - હજુ વધુ મોટાં લશ્કરની માગણી કરતા ધાર્મિક
સમાજ મિત્ર(Religious Society of Friends),યુનિયન જેક લહેરાવતા સામ્યવાદીઓ, લોક્શાહીચાહક
તરીકે સામે આવતો વિન્સ્ટન ચર્ચિલ જેવા બધા જ - જે ધોડા
પાડી રહ્યા છે, તે આપણે એક નાવનાં મુસાફરો છીએ એવી આપણી ગુન્હાહિત સભાનતા વિના
શક્ય ન બનત. બ્રિટિશ શાસક વર્ગની ઘણી અનિચ્છા હોવા છતાં તેને દબાણ હેઠળ હિટલર વિરોધી
બનવું પડ્યું. શક્ય છે કે હજુ પણ તે તેમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધી કાઢે, પણ એ લોકો
યુધ્ધની સંભાવનાની તૈયારી કરી રહ્યાં છે. અને અત્યાર સુધી જેમ બીજાંની મિલ્ક્ત આપવી
પડતી હતી તેને બદલે જો આ વખતે પોતાની મિલ્ક્ત આપવાની નોબત આવી તો લગભગ નક્કી જ છે કે
તેઓ લડશે પણ ખરાં. એ દરમ્યાન તથાકથિત વિરોધ પક્ષ, યુધ્ધ
તર ધકેલાવાનું રોકવાને બદલે તેની માટેની ભૂમિકા બનાવી અને કોઈ પ્ણ પ્રકારની ટીકાને
અવરોધીને તેની તરફ ઝડપથી આગળ વધી રહેલ છે. જ્યાં સુધી ખોળી શકાય છે ત્યાં સુધી તો એમ
જ લાગે છે બ્રિટિશ લોકો લડાઈ પ્રત્યે બહુ વિરોધમાં છે,પણ જ્યાં
સુધી તે વિશે મન મનાવી લેવાની વાત છે ત્યાં 'લશ્કરવાદીઓ' નહીં પણ
આજથી પાંચ વર્ષ પહેલાંના 'લશ્કરવાદ-વિરોધીઓ' જવાબદાર
છે. મજૂર પક્ષ લશ્કરમાં ફરજિયાત ભરતી સામે અર્ધા ધોળા અર્ધા કાળાવાળ જેવાં અધકચરાં
પિષ્ટપેષણનો દેખાવ કરે છે, પણ તેની સાથે સાથે તેમનો જ પ્રચાર ફરજીયાત ભરતીની સામેની
ખરી લડાઈને અશક્ય બનાવી રહે છે. કારખાનાંઓમાંથી બ્રેન મશીનગનો ઠલવાતી રહે છે. 'હવે પછીની
લડાઈની રણગાડીઓ’, ‘હવે પછીની લડાઈમાં ગેસ’ વગેરે જેવાં
પ્રકાશિત થઈ રહેલાં પુસ્તકો, અને ન્યુ
સ્ટેટ્સમેનના લડવૈયાઓ 'પીસ બ્લૉક', 'પીસ ફ્રન્ટ' કે 'ડેમોક્રેટીક
ફ્રન્ટ' જેવા શબ્દો વાપરીને આખી પ્રક્રિયાની જે રીતની ખુશામત કરે છે
અને મોટા ભાગે, એવા ઢોંગમાં રાચે છે કે આખી દુનિયા, રાજ્યોના
સીમાડાઓથી સુધડપણે વિભાજિત રખાયેલ ઘેટાંબકરાંની ભીડ છે
+ +
+ + +
બ્રિટન જેવા, પોતના સામાજ્યવાદનાં
ભોગ બનેલાં લોકોને પરસેવે,
સમૃદ્ધ બનેલા દેશોમાં સમાજવાદ અને સામ્યવાદનાં બણગાં ફૂકતા વર્ગ
સામેના જ્યોર્જ ઑર્વેલના બળાપાની આ પૂર્વભૂમિકા માત્ર છે.
તેઓ પોતાનો પક્ષ હવે પછીના અનુવાદના આંશિક
અંકોમાં રજૂ કરશે.
+ +
+ + +
જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, Not Counting Niggers નો આંશિક અનુવાદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો