બુધવાર, 21 એપ્રિલ, 2021

હબસીઓ (ને ગણતરીમાં લીધા) સિવાય (૧૯૩૯) - [૩] - જ્યોર્જ ઑર્વેલ

 'સમાજવાદ'ની રાજકીય વિચારધારામાં જ્યોર્જ ઓર્વેલનો, બર્માના અને સ્પેનના તેમના વસવાટ દરમ્યાન ખાસ જે વિકસ્યો હશે તે, માનવતાનો અંશ એ તેમને ઊંડે ઊંડે ખુંચતો મુદ્દો છે, જે હવે તેઓ આ અનુવાદના ત્રીજા, અને છેલ્લા આંશિક ભાગમાં સ્પષ્ટ કરે છે.

[૩]

પુસ્તકમાં અહીં તહીં લોકશાહી દેશોના 'પરાધીનતા'ના સંદર્ભ જોવા મળે છે. 'પરાધીનતા' એટલે પરાધીન પ્રજાઓ. એવું સમજાવવામાં આવી રહ્યું છે કે એમણે તો પરાધીન બન્યા રહેવાનું છે અને તેમનાં સંસાધનો સમવાયનાં અન્ય રાષ્ટ્રોમાટે એકત્રિત કરવાના છે અને તેમની ગોરેતર પ્રજાને સમવાયની બાબતો વિશે મત આપવાનો અધિકાર નહીં હોય. આંકડાઓનાં કોઠાઓમાંથી બહાર ન આવે ત્યાં સુધી એ માનવ સમુદાયની કેટલી મોટી સંખ્યાને આ બાબત સાથે લેવાદેવા છે તેની કલ્પના સુદ્ધાં નહીં આવે. જેમકે, 'પંદર લોકશાહીઓ'ની મળીને થાય તેના કરતાં પણ ઘણી વધારે સંખ્યા ધરાવતાં હિંદુસ્તાનનો ઉલ્લેખ શ્રી સ્ટ્રૈટનાં પુસ્તકમાં અર્ધાં પાનાંથી વિશેષ નથી કરાયો, અને તે પણ એટલું જ સમજાવવા કે હિંદુસ્તાન હજુ સ્વરાજ્ય ચલાવવા પુરતું સક્ષમ નથી થયું એટલે જેમ છે તેમ જ બધું ચાલવા દેવું જોઈએ. અને અહીં જ હવે જોવા મળે છે શ્રી સ્ટ્રૈટની યોજનાનો અમલ થાય તો ખરેખર શું થશે. બ્રિટિશ અને ફ્રાંસ સામાજ્યો અને તેમના ૬૦ કરોડથી વધારે  મતાધિકારવિહોણાં લોકોને વધારે  પોલીસ દળો મળશે અને યુએસએની બધી જ તાકાત હિંદુસ્તાન અને આફ્રિકાની લૂંટમાં પીઠબળ બની રહેશે. શ્રી સ્ટ્રૈટ કોથળામાંથી બિલાડાં નીકળી ન પડે તેની ઘણી તકેદારી દાખવે છે પણ 'પીસ બ્લૉક'  (Peace Bloc’)કે'પીસ ફ્રન્ટ' (‘Peace Front’) જેવા શબ્દપ્રયોગોમાંથી એવો જ ધ્વનિ નીકળતો જણાય છે; બધામાંથી એવું જ ફલિત થતું જણાય છે કે વર્તમાન માળખું વધારે સજ્જડ કરવું. તે સાથે, બીજા શબ્દોમાં કહેવું તો એમ કહી શકાય કે 'ફાસીવાદની સામે લડવામાં જ્યાં સુધી આપણું ઘર જ  નબળું પડતું હોય ત્યાં સુધી હિટલરની સામે આપણે કોઈ મક્કમ અભિગમ' ક્યાંથી દાખવી શકીએ? બહુ જ વ્યાપક અન્યાયને ટેકો કરતાં રહીને આપણે 'ફાસીવાદ સામે શી રીતે લડી શકીએ?'

કારણકે તે અન્યાય વધારે વ્યાપક તો છે જ. આપણે જ એકાયમ ભૂલી જઈએ છીએ કે  બ્રિટિશ ગરીબ મજૂર વર્ગનો બહુ મોટો હિસ્સો બ્રિટનમાં નહીં પણ એશિયા અને આફ્રિકામાં વસે છે. હિટલરની તાકાત નથી કે, ઉદાહરણ તરીકે, કલાકના એક પૈસાનાં વેતનને સર્વસામાન્ય બનાવવું'; ભારતમાં તો એ સાવ સામાન્ય છે અને એને તેમ રાખવા આપણે સરખી મહેનત પણ કરીએ છીએ. ઈંગ્લૅંડ અને ભારતની ખરી સરખામણી કરવા માટે જ્યારે ઊંડેથી વિચાર કરીએ તો દેખાશે ઈંગ્લૅંડની માથા દીઠ સરેરાશ વાર્ષિક આવક £૮૦ થી થોડી વધારે હશે, જ્યારે ભારતમાં તો તે £૭ છે. ભારતના મજૂરનો પગ સરેરાશ અંગ્રેજના હાથ કરતાં પણ પાતળો હોય તે તો બહુ સામાન્ય બાબત છે. અને આમાં  વંશવારસાને કંઈ લાગતું વળગતું નથી, બધી જાતિઓમાં સરખું પોષણ મળવતાં લોકોનાં શરીરનો બાંધો સરખો જ જોવામાં આવે છે; આ તો સીધે સાદો ભુખમરાનો જ કિસ્સો છે. આ તંત્રવ્યવસ્થા પર જ આપણે સૌ જીવીએ છીએ અને જ્યારે તે બદલાવાની કોઈ શક્યતા ન હોય ત્યારે તેને વખોડી પણ લઈએ છીએ. છેલ્લા કેટલાક સમયથી 'ભલા ફાસીવાદ-વિરોધીઓ'ની એ પહેલી ફરજ બની ગઈ છે કે આ બધાં વિશે જુઠ્ઠું બોલવું અને તેને બનાવ્યે રાખવામાં મદદ કરતા રહેવું.

આ મુજબની પરિસ્થિતિમાં કંઈક પણ અર્થપૂર્ણ  હોય એવી સમજૂતી ક્યાંથી શક્ય બને? અને કદાચ સફળ રહે તો પણ હીટલરની વ્યવસ્થાથી જે અનેકઘણી વિશાળ અને અલગ પણ એટલી જ ખરાબ છે તેને સ્થિર કરવા હીટલરની તંત્રવ્યવસ્થાને વિખેરી નાખવામાં શું અર્થ સરે?

પરંતુ, દેખીતી રીતે બીજો કોઈ વિરોધ ન હોવાને કારણે આપણૉ આ જ ઉદ્દેશ્ય રહેશે. શ્રી સ્ટ્રૈટનો નિખાલસ વિચાર અમલમાં મુકાવાનો નથી, પરંતુ 'પીસ બ્લૉક' પ્રસ્તાવને મળતું આવતું કંઈક અમલ થાય પણ ખરું. બ્રિટનની રશિયાની સરકારો હજૂ ખેંચતાણ કરી રહી છે, ઢીલ કરી રહી છે કે પક્ષ બદલી કાઢવાની છૂપી ધમકીઓ આપી રહી છે પણ સંજોગો તેમને સાથે જ રાખ્યે જશે.પછી શું? જોડાણ યુધ્ધને એકાદ બે વર્ષ પુરતું ઠેલી શકશે. પછી હિટલર કોઈને કોઈ નરમ છીંડું દેખશે કે કોઈક વણરક્ષાયેલ ઘડીની તાકમાં રહેશે, એટલે આપણે વધારે શસ્ત્રસરંજામ, વધારે લશ્કરીકરણ, વધારે પ્રચાર, વધારે યુદ્ધખોર માનસ વગેરે તરફ - વધારે ઝડપથી  - ઢળશું. યુદ્ધની લાંબા સમયથી થતી તૈયારીઓ યુદ્ધ કરતાં નૈતિક રીતે વધારે સારી કહેવી કે તે વિશે શંકા છે; પણ તે થોડી વધારે ખરાબ છે એમ વિચારવા માટે તો પુરતાં કારણો છે.  આવી સ્થિતિનાં બે કે ત્રણ જ વર્ષ થાય તો પણ આપણે ઑસ્ટ્રો-ફાસીવાદનાં કોઈ સ્થાનિક સ્વરૂપમાં ખુંપી જવાનાં. પછી એકાદ બે વર્ષ જાય એટલે તેની પ્રતિક્રિયા સ્વરૂપે, આપણે અત્યાર સુધી ઈંગ્લેંડમાં ક્યારેય ન  જોયેલ - ખરેખરની ફાસીવાદી ચળવળ પણ દેખા દઈ શકે છે. અને કારણકે તેનામાં ચોખ્ખા શબ્દોમાં બોલી શકવાની હિંમત હશે , એટલે જે લોકો તેના વિરોધમાં હોવાં જોઈએ તે લોકોમાં જ તે ઘર કરી શકે છે.

તેનાથી આગળ જોઈ શકવું મુશ્કેલ હતું. નીચે તરફ જતું વલણ જોવા મળે છે, કેમકે ખરેખર જ્યારે પગ તળે રેલો આવે ત્યારે બધા જ સમાજવાદી નેતાઓ માત્ર તાજનો વિરોધ પ્ક્ષ બની રહે છે. તે સિવાય બીજાં કોઈને તો ખબર જ નથી કે, અખબારો વાંચવાને બદલે જ્યારે લોકોને ખરેખર મળો ત્યારે જે જોવા મળે  છે તે  બ્રિટિશ પ્રજાના શિષ્ટાચારને એકત્ર કરીને કામે કેમ લગાડવો. જેની પહેલી પ્રતિજ્ઞા લડાઈ માટે અસંમતિ દર્શાવવી અને શાહી અન્યાયને દૂર કરવો હોય, એવા ખરેખર જનસમાન્ય સાથે ભળી ગયેલ  પક્ષમાં આવતાં બે વર્ષ દરમ્યાન કટોકટી ન થાય ત્યાં સુધી આપણને કોઈ બચાવી શકે તેમ નથી. પરંતુ આવા કોઈ પક્ષનું અસ્તિત્વ હોય તો પણ તે પાણી ન પીવડાવાતી જમીનમાં અહીં તહીં વિખરાયેલ નાનાં જંતુ જેટલી સંભાવના છે. 

+                      +                      +                      +

ઈગ્લૅડના સરેરાશ નાગરિકના હાથથી પણ જેના પગ દુબળા છે તેવા ભારતના ગરીબ મજૂર વર્ગની સ્થિતિ સુધારી ન શકે તેવી લોકશાહી અને ફાસીવાદમાં  જ્યોર્જ ઑર્વેલ બહુ ફરક નથી જોતા.

એ રીતે યુરોપના દેશોનાં સંસ્થાનોમાં જે દારૂણ ગરીબી પ્રવર્તે છે  તે વિશે તેમના દિલમાં જે ઊંડે સુધી જે લાગણી ઉતરી ગઈ છે તે સ્પષ્ટપણે દેખાઈ આવે છે.

+                      +                      +                      +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, Not Counting Niggers નો આંશિક અનુવાદ 

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ 
                                   +                      +                      +                      +

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો