શુક્રવાર, 14 મે, 2021

૧૦૦ શબ્દોની વાત : પ્રકાશની સામે ઊભા રહીએ તો….

 તન્મય વોરા

અનિશ્ચિતતાની પળોમાં ચિત્ર સાથેની એક ટ્વિટના રૂપમાં મને પ્રેરણાસંદેશ મળ્યો -.

'તમને પડછાયો દેખાય છે કેમકે પ્રકાશ છે.'

મારા મનમાં તો સહજ પડઘો પડ્યો -

'પ્રકાશ સામે ઊભાં રહેશો, તો પડછાયો પાછળ પડશે.'

વિપુલતાની મનોદશા 'શું ખોટું થઈ શકે?'ને' બદલે પૂછે છે કે 'શું શક્ય છે?' અને શક્યતાઓ પર ધ્યાન કેન્દ્રીત કરે છે કેમકે જીવન અને કામમાં અવરોધો તો નિશ્ચિત જ હોય છે.

આપણે ત્યારે જ સંભાવનાઓ પર ધ્યાન કેન્દ્રીત કરીએ છીએ, સીમાઓની પાર વિચારીએ છીએ. માપદંડ ઊંચાં કરતાં રહીએ છીએ, અજ્ઞાતમાં આગળ વધીએ છીએ અને જે કરવું જ જોઈએ તે કરીએ છીએ.

પ્રયત્ન કરીએ, ભુલ કરીએ, અને પછી નવું શીખીએ!

  • તન્મય વોરાના, QAspire.comપરના લેખ  ”In 100 Words: Face The Light"નો અનુવાદ
  • અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો