બુધવાર, 11 ઑગસ્ટ, 2021

૧૦૦ શબ્દોની વાત : સ્વ-વિકાસની દિશાનિર્દેશ કરતા ત્રણ સવાલો

   તન્મય વોરા

ક્રાંતિ  પહેલાનાં રશિયાની વાત છે. એક સાધુ રસ્તો પાર કરી રહ્યા ત્યારે એક સિપાહીએ તેમને આંતર્યા. સાધુની સામે રાઈફલ તાકી અને પછી સિપાહીએ તેમને ત્રણ સવાલ પૂછ્યા.

તમે કોણ છો?

તમે ક્યાં જાઓ છો?

તમે ત્યાં શા માટે જાઓ છો?”

વિચલિત થયા વિના સાધુએ સિપાહીને શાંતિથી પૂછ્યું, તમને શું પગાર મળે છે?

સિપાહીને થોડી નવાઈ તો લાગી પણ તેણે  જવાબ આપ્યો,’મહિને ૨૫ કોપેક્સ.

સાધુએ થોડીક ક્ષણ માટે ઊંડાણપૂર્વક વિચાર કર્યો અને પછી કહ્યું. હું તમને એક પ્રસ્તાવ કરીશ. જો તમે મને દરરોજ આમ જ રોકી મને આ જ ત્રણ સવાલોના જવાબ આપવા પડકારશો તો હું તમને મહિને ૫૦ કોપેક્સ આપીશ.




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો