ભૂતકાળ કહે છે કે પહેલાંના
અમુક ચોક્કસ સમયે શું થયું હતું કે અમુક ઘટનાઓ કે
આચરણોની નકશીની જે ભાત પડી ચૂકી છે તેનું વિવરણા છે.
¾ તે આપણને દેખાડે છે કે તમે ક્યાં હતાં
¾ તમારી આસપાસ કોણ અને શું છે તેનાથી તમને વાગત રાખે છે.
¾ તમને નવો દૃષ્ટિકોણ આપે છે.
¾ એ માત્ર આંશિક જ દૃશ્ય છે.
રૂપકની ભાષામાં તે વાહનનું રીયર-વ્યૂ દર્પણ છે.
આજ આપણને કહે છે કે આ ઘડીએ શું થઈ
રહ્યું છે,જેમ વાહનની ડેશબોર્ડ પેનલ ચાલતાં વાહનનાં અત્યારનાં પરિમાણો જણાવે
છે..
ભવિષ્ય ભવિષ્યવાણી
ભાખનારનો પ્રદેશ છે, જેમ ધુમ્મસથી ઝાંખો પડી ગયેલો આગળનો કાચ - વિન્ડશિલ્ડ – આગળનું ધૂંધળૂ, કે પછી ખાસ કંઈ જ દેખાતું જ ન હોય એવું દૃશ્ય બતાવે છે.
એક સમયે
ઉત્પાદન કાર્યક્ષેત્રમાં એક ગૌણ કાર્ય તરીકે ગુણવત્તા કાર્યનું જે સ્થાન હતું તે ધીમે ધીમે વ્યાપારજગતમાં અને સમાજમાં
વધારેને વધારે પ્રસ્તુત અને મહત્ત્વનું સ્થાન ભોગવતું થઈ ગયું છે.
ધ ચાર્ટર્ડ ક્વોલિટી ઇન્સ્ટિટ્યુટ (CQI)
દ્વારા પ્રકાશિત વિદ્વતાસભર
દીર્ઘનિબંધ, Quality:
past, present and future,માં ગુણવત્તા વ્યવસાય જે રીતે કામ કરે છે અને તેની
વિચારસરણીને જે પ્રેરણા આપે છે તેમજ અત્યારના પ્રવાહોની ચર્ચા કરે છે
અહીં તેનું સંક્ષિપ્ત
વિવરણ રજૂ કરેલ છે.
.+ + + +
ગુણવત્તા વિભાવનાનો
વિકાસ વ્યાપકપણે થયેલો છે. પરિણામે ઉત્પાદનોનાં
અંતિમ તબક્કે થતી તપાસથી શરૂ થવાથી
લઈને હવે તેનું કાર્યક્ષેત્ર આસપાસની સંબંધિત દુનિયાની સંસ્થા પર પડતી અસરો
(અને સંસ્થાની આસપાસની દુનિયા પર પડતી અસરો)ને આવરી લે છે.
૧૯મી અને ૨૦મી
સદીઓમાં વિશ્વમાં ધરખમ ફેરફારો થતાં રહ્યા. કાર્યપધ્ધતિઓ, સ્ટાન્ડર્ડ્સ,
સિધ્ધાંતો, સાધનો અને તકનીકોએ ગુણવત્તા વ્યવસાય આજે જ્યાં છે
ત્યાં સુધી લઈ આવવામાં તેમનો ઉચિત – ક્યારેક પ્રતિક્રિયાત્મક, તો ક્યારેક ક્રિયાત્મક તો ક્યારેક સક્રિયાત્મક – ફાળો આપેલ છે.
ઝડપથી બદલાતી જતી
ટેક્નોલોજિઓ, સદા વધતી
રહેતી અપેક્ષાઓ અને ખૂબ ઝડપી બનતી જતી ડિજિટલ કનેક્ટિવિટીને કારણે માહિતી આદાનપ્રદાનનાં
પહેલાં ક્યારે પણ ન હોય એટલાં સરળ અને તત્કાલીન થવાને કારણે ગુણવત્તાનું વર્તમાન
વધારે પડકારજનક બની ગયેલ છે.
ભૂતકાળ દ્વારા મળેલ
વારસો અને વર્તમાનના પડકારો ગુણવત્તા કાર્યક્ષેત્રને ભવિષ્ય માટે તૈયાર કરી રહેલ
છે.
ગુણવત્તા – ગઈકાલ
તૈયાર માલ પર કેન્દ્રીત
ધ્યાન
કળાકારીગીરીનું સ્થાન
થોક ઉત્પાદન વડે લેવાતું ગયું તેમ તેમ ‘તપાસણીના સમયકાળ’નો પણ ઉદય થયો. (ગુણવત્તા નિયમન)
નિરીક્ષક નક્કી કરતો કે પ્રેદાશ સ્વીકાર્ય છે કે નહીં. નિરીક્ષકો જેમ જેમ વ્યસ્ત
થતાં ગયા તેમ તેમ નવાં સ્ટાન્ડર્ડ્સ બન્યાં અને નવી નવી તાલીમ પધ્ધતિઓ વિકસાવાઈ જે
તેમને તેમનું કામ વધારે કાર્યદક્ષતાથી અને વધારે અસરકારકર રીતે કરવામાં મદદરૂપ
થાય.
પ્રક્રિયા પર ધ્યાન
કેન્દ્રીત થયું
નિરીક્ષણ જો
ગુણવત્તાનાં ‘શું’ પર ભાર મૂકે છે તો પ્રક્રિયા નિયમન તકનીકો,
ગુણવત્તા પર અસર કરતી પ્રક્રિયાની કાર્યસિદ્ધિના વધઘટનો અભ્યાસ કરીને ગુણવત્તાનાં ‘શા માટે’ પર ભાર આપે છે.
પરિણામે ‘ગુણવતા સંચાલનના સમયકાળ’નો પ્રારંભ થયો. આ કાળ સમગ્રત: તંત્રવ્યવસ્થામાં પુનરાવૃત સુધારણાને લઈ
આવ્યો.
ગુણવત્તાનું માનવીય પાસું
ડેમિંગ અને જુરાન દ્વારા કરાયેલ પાયાનાં
કામને કારણે ગુણવત્તામાટે લાંબા ગળાની પ્રતિબદ્ધતા, પોતાનં
કામ માટે ગર્વ અને સમગ્ર કર્મચારીવર્ગનાં યોગદાનોનાં મહત્ત્વની કદર થવા લાગી.
જાપાન અને ટીક્યુએમની અસરો
બીજાં વિશ્વ યુદ્ધ
પછી, જાપાને
ગુણવત્તને અનોખ અજુસ્સાથી અપનાવી લીધેલ. ૧૯૭૦ના દાયકા સુધીમાં તેણે ગુણવત્તા અને
ખર્ચની બાબતે યુરોપ અને અમેરિકાને બાજુએ કરી દીધેલ. પશ્ચિમી દેશોમાં એ જુસ્સો
જાગૃત કરવા એનબીસીએ ૧૯૮૦માં એક દસ્તાવેજી ફિલ્મ, ઈફ
જાપાન કેન...વ્હ્યય કા'ન્ટ વી? [1] રજૂ
કરી.
જ્યારે કંઈ ખોટું
થાય ત્યારે પ્રક્રિયા ચાલકોનેજ એ વિષયના નિષ્ણાત તરીકે નીમીને પ્રક્રિયાને વધારે
સારી બનાવવી એ વિચારસરણીનો સ્વીકાર થયો. તંત્રવ્યવસ્થાનાં આ સહજ વલણને આગળ જતાં ટોટલ
ક્વૉલિટી મૅનેજમૅન્ટ (TQM) તરીકે ઓળખવામાં આવ્યું.
¾ ગુણવત્તા આવશ્યકતાઓની સમાનુરૂપ પૂર્તિ છે.
¾ ગુણવત્તા રચવાની તંત્રવ્યવસ્થા મૂલ્યાંક્ન નહીં પણ નિવારણ છે.
¾ કામગીરી માપદંડ શૂન્ય ક્ષતિ હોવું જોઇએ, અને
¾ ગુણવત્તાનું માપ બીન-અનુરૂપતાની કિંમતમાં છે.
ટીક્યુએમ
દૃષ્ટિકોણથી, ગુણવત્તા ગ્રાહકોની આવશ્યકતા વડે વ્યાખ્યાયિત થાય છે. આ
આવશ્યકતાઓ આખી સંસ્થામાં દરેકને સ્પષ્ટપણે સમજાયેલી હોવી જોઈએ.
સફળતાની ચાવી?
જે
તંત્રવ્યવસ્થામાં ડીઝઈનથી લઈને સમગ્ર પ્રક્રિયામાં ઉત્પાદનો અને સેવાઓ ઓછામાં ઓછો
માનવીય હસ્તક્ષેપથી થતી હોય, જેમાં
ઉત્પાદનો ઓછામાં ઓછી ક્ષતિઓ ધરાવતાં હોય, જેમાં
ઓછા માલસામનથી કામ થતું હોય અને ચોક્કસ ક્ષમતા માટે રોકાણ ઓછું જોઈતું હોય તેમજ
કર્મચારીઓને ઓછામાં ઓછી ઈજાઓ થતી હોય તેના
માટે જોહ્ન ક્રેફકિકે 'લીન' શબ્દપ્રયોગ ઘડ્યો.
સિક્ષ
સિગ્મા અભિગમ વધઘટ ઘટાડવાનાં અને કામગીરીને સમજવા માટે હકીકતો અને
માહિતીસામગ્રીનાં અગત્ય પર ભાર મુકે છે
The DMAIC (define, measure, analyse,
improve, control) કાર્યપધ્ધતિ
સમસ્યા-નિવારણનો અને સંપોષિત સુધારણા રચવાનો દિશાનેર્દેશ પુરો પાડે છે. આગળ જતાં
સુધારીને તેને DMADV (Define, measure, analyse, design, verify) તરીકે નવોત્થાન અને મહત્ત્વનાં પરિવર્તનોનાં લાગુ પાડવામાં
મદદ માટે લાગુ પડાયેલ.
૮૦
અને '૯૦ના દાયકાઓ સુધીમાં ધ્યાન 'સંસ્થાગત' વ્યવસ્થાઓ તરફ અને સમગ્ર સાહસની ગુણવત્તા તરફ ઢળ્યું.
સંસ્થાની ગુણવત્તા
માલ્ક્મ
બાલ્ડ્રીજ પુરસ્કાર, શિંગો પ્રાઇઝ ફોર
એક્ષલન્સ ઈન પ્રોડક્શન અને ઈએફક્યુએમ એક્ષલન્સ મોડેલ જેવા પુરસ્કારોએ તેની બધી જ
પ્રવૃત્તિઓ, કામગીરીઓ અને પરિણામો
દ્વારા સમગ્ર સંસ્થાને, સર્વગ્રાહી દૃષ્ટિમાં
લાવી મુક્યાં
ISO 9000 શ્રેણીઓનાં સ્ટાન્ડર્ડ્સે સંસ્થા સાતત્યપૂર્વક અસરકારક અને
સલામતપણે કામ કરી શકતી રહે તે માટેનું માળખું પુરૂં પાડ્યું.
પરિવર્તન સંચાલન પર ધ્યાન કેંદ્રીત થાય છે
સંસ્થાઓ દ્વારા બહુ
મહત્ત્વના સ્તરે અને વ્યાપમાં, બહુધા એક્સાથે પણ, પરિવર્તનો લાગુ
કરવાને કારણે પરિવર્તન સંચાલન માટે સુગઠિત માળખાંનું પણ મહત્ત્વ વધ્યું.
ISO ૧૪૦૦૧ અને OHSAS ૧૮૦૦૧ (હવે ISO ૪૫૦૦૧) ને કારણે અનુક્રમે
પર્યાવરણ સંચાલન અને વ્યાવસાયિક આરોગ્ય પ્રણાલિકાઓ પર પણ ધ્યાન કેંદ્રીત થવા
લાગ્યું.
એજાઈલ મેનિફેસ્ટોએ
સોફ્ટવેર ડીલિવરીની પરંપરાગત એક જ વારમાં ડીલિવર કરવાની 'ધોધ' પધ્ધતિને બદલે
નાના ટુકડાઓમાં વધારે વાર ડિલિવરી કરવાની પધ્ધતિ ચલણમાં કરી.
ગુણવત્તા - આજ
એકીભૂત અભિગમ
ગુણવત્તા
વ્યાવસાયિકો લીન અને એજાઈલના પદાર્થપાઠોને મેળવીને પ્રોજેક્ટ્સને વધારે દૃષ્ટિગોચર
અને વહેતા રાખવાની સાથે 'વહેલા અને સતત' ડીલિવરીના
લાભો વહેંચતા થયા છે.
વધારેને વધારે
સંસ્થાઓ ISO ૯૦૦૧, ૧૪૦૦૧, ૪૫૦૦૧
અને એવાં સુસંગત સ્ટાન્ડર્ડ્સને સંકલિત કરીને સંકલિત સંચાલન તંત્રવ્યવસ્થાને
અપનાવી રહ્યાં છે.
ગુણવત્તા
વ્યાવસાયિકોએ 'એકીભૂત' કાર્યક્ષમતા માળખું
વિકસાવ્યું છે જેમાં શાસન, પ્રતીતિ અને સુધારણાને લગતી
નેતૃત્ત્વ શક્તિઓ પર ખાસ ભાર સાથે જ્ઞાન, કૌશલ્ય
અને આચરણને આવરી લેવાયેલ હોય.
જેનો કોઈ પાડ પણ ન માને એ કામ રોબોટ્સને કરવા દ્યો
કામ કરવાની બાબતે
જે એક ફેરફાર સતત થઈ રહ્યો છે તે રોબોટિક પ્રક્રિયા સ્વયંસંચાલનમાં દેખાય છે.
આજનાં ગુણવત્તા
૪.૦ના વાતારણમાં ગુણવત્તાયુક્ત શાસન અને પ્રતીતિકરણનાં મહત્ત્વ વિશે કોઇ બેમત નથી.
માયા એન્જલુનું કહેવું છે તેમ: “લોકો તમે શું
કહ્યું હતું તે ભુલી જશે, તમે
શું કર્યું હતું એ પણ લોકો ભુલી જશે, પણ તમે તેમને કેવો અનુભવ કરાવ્યો હતો તે કદિ નહીં ભુલે.” |
ગુણવતા હવે
ગ્રાહકની આંખો સામે અને આંગળીઓને ટેરવે જ છે.
સાદી ભાષામાં કહીએ
તો સમગ્ર સંસ્થાએ ગ્રાહકની આવશ્યકતા વિશે પ્રતિભાવક બનવા સાથે ગ્રાહકના અનુભવની
ગુણવત્તા સાથે બાંધછોડ કર્યા વિનાજ એમની પૂર્તિ કરવા બાબતે નમ્ય અભિગમ અપનાવો
પડશે.
ઉત્પાદનો અને સેવાઓને
લગતી અનેક માહિતી આજનાં ગ્રાહકોને આંગળીને ટેરવે છે- સંસ્થાઓ સાથે તેઓ ચોવીસ કલાક
માહિતી / પ્રતિભાવોની આપલે કરી શકે તેમ છે - કરે પણ છે અને વિવિધ માધ્યમો થકી તેમ કરી શકે તે હવે
તેમને અપેક્ષિત પણ છે. આ ઉપરાંત તેઓ, નિયમિતપણે, માગેલ કે વણમાગેલ પ્રતિભાવો પણ સંસ્થાને, તેમજ
અન્ય લાગતાંવળગતાં લોકોને પણ, આપતાં રહે છે.
આ પ્રતિભાવો, અને
તેમની સાથે જે રીતે કામ લેવામાં આવે છે તે, ઈજ્જત બનાવી પણ શકે છે અને ભાંગી
પણ શકે છે.
અનુપાલન અને સાથે સાથે
નવોત્થાન?
આજે હવે પડકાર છે
ચપળતા અને નમ્યપણાંની ટુંકા ગાળાની અને લાંબા ગાળાની જરૂરિયાતો વચ્ચે સંતુલન સાધવા
માટેનો. અનુપાલન અને નવોત્થાનનાં બેતરફી ખેંચાણો ગુણવતા વ્યાવસાયિકો માટે હવે નવી
વાત નથી રહી.
આંખો ખોલો,
બહારની દુનિયા જુઓ
ઓક્ષ્ફર્ડ શબ્દકોશમાં ૨૦૧૬માં ‘woke’ ઉમેરાયો
જે સમાજમાં વંશીય ભેદભાવ અને અન્ય અન્યાયો પ્રત્યે સજાગતા અને સમાજમાં જે કંઈ ચાલી
રહ્યું છે તે પ્રત્યે જાગરૂકતા માટે વપરાય છે.
ગુણવત્તા સંચાલન આ બાબતે વર્ષોથી સચિંત
છે.
કોર્પોરેટ સામાજિક જવાબદારી (CSR) અભિગમો
દ્વારા જવાબદાર પ્રણાલીઓને વ્યાખ્યાયીત
અને તેનો સ્વીકાર કરીને કોર્પોરેટ્સને તેમની નૈતિક ફરજો પ્રત્યે જવાબદેહ
કરવા માટે, તેને પ્રતિબિંબિત કરતી રીતો પ્રસ્થાપિત કરવાને અને પોતે જે સમાજમાં કામ કરે
છે તેના પર તેની અસરોનું માપ કાઢવા માટે પ્રેરે છે. સંસ્થાનાં અને તેની પુરવઠા
સાંકળનાં સમાજના આ પર્યાવરણ, અર્થતંત્ર અને સામાજિક પરિમાણો
સાથેનાં આદાન પ્રદાનને પણ આવરી લેવાય છે.
હવે
જ્યારે ધ્યાન સંસ્થાના સુક્ષ્મ વાતાવરણ પર અને બૃહદ સામાજિક વાતાવરણ પર
કેન્દ્રીત થવા લાગ્યું છે ત્યારે ગુણવત્તા સંચાલન આ બધાંને લગતી ઝીણી ઝીણી વિગતો
પર ખાસ ધ્યાન આપી રહેલ છે.
અને તમારાં મનની પવનચક્કીઓમાં
હવે
એ તો સ્વીકૃત છે કે પરિવર્તન જ સ્થાયી છે અને સંસ્થાઓ દ્વારા વારંવાર, અને
ક્યારેક તો ઉપરાછાપરી પણ, મહદ પરિવર્તનો તો કરાય જ છે પણ
નાનાં નાનાં પરિવર્તનો લગભગ સતત ચાલતાં જ રહે છે.
આવા પરિવર્તન કાળમાં એકાગ્રતા અને
ઉત્પાદકતા ટકાવી રાખવા માટે પરિવર્તનની અસરો પર અને લોકોની એ વિષે વિચારવાની અને
પ્રતિભાવ આપવાની ક્ષમતા પર ભાર મુકાવા
લાગ્યો છે.
Neuroscience
for Organizational Changeમાં કામગીરી
અને ઉત્પાદકતાને મદદરૂપ થવા માટે હિલેરી સ્કાર્લેટ 'દિમાગ
સાથે કામ કરવું, તેને ઉવેખીને નહીં' ને
ઉજાગર કરે છે, આને પરિણામે માનસિક આરોગ્ય અને સુખાકારી પરની નકારાત્મક
અસરો ઘટાડી શકાય છે, જે આજના સમયમાં મહત્ત્વનો ચિંતાનો
વિષય છે.
એવું જણાય છે કે ભવિષ્યમં માનવી અને
ટેક્નોલોજિ સાથે મળીને અસરકારકપણે કામ કરી શકશે.
અજ્ઞાતમાં
ભવિષ્ય વિષે ખાસ અભિરૂચિ ધરાવતા રે
કુર્ઝવેલે ૨૦૦૧માં લખ્યું હતું કે 'વીસમી સદીમાં આપણે સો વર્ષોનો નહીં
પણ (આજના દરે) વીસેક હજાર વર્ષોનો વિકાસ અનુભવશું.'
મહદંશે , વ્યાપારઉદ્યોગ
ગ્રાહકોને ઉત્પાદનો અને સેવાઓમાં જે ખરેખર અપેક્ષિત છે તે સ્તરની ગુણવતા પુરી
પાડવાની ક્યાંય નજદીક નથી. કદાચ ક્રોસ્બીનું
Quality
Vaccination Serum ભવિષ્યમાં અસ્તિત્વ પામે અને તે કક્ષાનો અનુભવ શક્ય બનાવે.
ક્રોસ્બીની ગુણવત્તા રસી નિર્ધાર - ઉચ્ચ સંચાલન
વર્ગે ગુણવત્તા સુધારણાને ગંભીરતાથી લેવી જોઈએ શિક્ષણ - શિક્ષણ વડે
અમર્યાદિતપણે શું શીખી શકાય તે વિશે દરેકને સ્પષ્ટતા હોવી જોઈએ. અમલીકરણ - સંચાલન
વર્ગનાં દરેક સભ્યએ અમલીકરણ પ્રક્રિયાને સમજી લેવી જોઈએ. |
હવે પછીનાં ૧૦૦
વર્ષોમાં વૈવિધ્ય અને સમાવિષ્ટતા જીવનની
હકીકત બની જશે ખરી?
જીવનની ગુણવત્તા
ગુણવત્તાનું
ધ્યાનક્ષેત્ર વિસ્તરીને હવે જીવનની ગુણવત્તાને પણ આવરી લેશે.
એડવર્ડ દ બોનોનું
કહેવું છે કે 'આપણી
વિચારસરણીની ગુણવત્તા આપણા ભવિષ્યની ગુણવત્તા નક્કી કરશે.'
ખરા અર્થમાં ‘T' આકારની
વ્યક્તિ તરીકે ગુણવત્તા વ્યાવસાયિકોએ પોતાનાં આગવાં ક્ષેત્રનાં ગહન નૈપુણ્યની સાથે
સાથે અનેક વિષયો પર કામ કરવાની મહારથ પણ મેળવવી પડશે. તેમનાં ધ્યાનક્ષેત્રને હવે
સંસ્થામાં ઉપરનીચે, આસપાસ તેમ જ બહારની બાજુએ
વિસ્તારીને સ્ટાન્ડર્ડ્સ અને અનુપાલનની સંભાળ લેવાની સાથે સાથે વ્યૂહાત્મક
દૃષ્ટિકોણ જાળવી રાખીને ભવિષ્યની સંભાવનાઓ
પર પણ નજર રાખવી પડશે. ગુણવત્તા વ્યાવસાયિકોની નજર જમીની વાસ્તવિકતાઓ પર અને
દૃષ્ટિ આદર્શો ભણી હશે કેમકે આખરે તો તેઓ હલાવી ધ્રુજાવી નાખનાર શક્તિનું મૂર્ત
સ્વરૂપ છે.
આપણાં ભવિષ્યના ઘડવૈયા આપણે જ
“We are the music makers, આપણે સંગીત રચયિતાઓ છીએ,
And we are the dreamers of dreams, છઈએ
આપણે સ્વપ્નોના સ્વપ્ન સેવીઓ,
Wandering by lone sea-breakers, એકલદોકલ
સમુદ્ર તોડનારની પડખે રખડતા,
And sitting by desolate streams; સુમસામ
ઝરણાંની પડખે બેઠેલા;
World-losers and world-forsakers, વિશ્વ
હારી બેઠેલા અને વિશ્વ ત્યાગી બેઠેલા
Upon whom the pale moon gleams,: ઝાંખો
ચંદ્ર જેમના પર પ્રકાશ ઢાળતો,:
Yet we are the movers and shakers અને
છતાં આપણે છીએ દુનિયાહલાવી ધ્રુજાવી નાખનારા
Of the world for ever, it seems.” સારી
દુનિયાના, કદાચ."
આર્થર ઑ'શૌગનસ્સી, બ્રિટિશ
કવિ
“પરિવર્તન અને નવોત્થાન જેટલી ઉત્પાદનો, પ્રક્રિયાઓ અને સેવાઓની લાક્ષણિકતાઓ છે તેટલી જ ગુણવત્તા અને આપણે ગુણવતાનું જે રીતે સંચાલન કરીએ છીએ તેની પણ લાક્ષણિકતાઓ છે.”
– એ.વી. ફાઇજૅનબાઉમ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો