શુક્રવાર, 6 ઑગસ્ટ, 2021

મૅનેજમૅન્ટના નામસ્રોતીય સિધ્ધાંત : પૌલા સિદ્ધાંત


પીટરનો સિદ્ધાંત પ્રતિપાદિત કરે છે કે મોટા ભાગના (પુરુષ) કર્મચારીઓ અવશ્ય તેમની ક્ષમતાથી એક સ્તર ઊંચે બઢતી પામે છે. ૨૦૧૭માં પ્રકાશિત થયેપુસ્તક, The Paula Principle: how and why women work  below their level of competence[1],માં લેખક ટોમ શલર દર્શાવે છે કે સ્ત્રીઓની બાબતે આનાથી બિલકુલ ઊંધું છે. સ્ત્રીઓની આવડતનો બગાડ જ થતો હોય છે કેમકે એ લોકો તેમની ક્ષમતા કરતાં નીચેનાં સ્તરે જ કામ કરતી રહે છે.   

શલર ઇન્ટરવ્યુઓ અને કેસ સ્ટડીઓની સાથે સાહિત્ય અને પ્રખ્યાત સંસ્કૃતિઓના ઉદાહરણો મેળવીને ચકાસે છે કે ૧૯મી સદીમાં સ્ત્રીઓમાં ઉચ્ચ અભ્યાસનું પ્રમાણ વધ્યા પછી બધાં જ શૈક્ષણિક સ્તરે સ્ત્રીઓનો પ્રભાવ વધ્યા પછી દૃષ્ટિકોણમાં કોઈ ફરક થયો છે કે નહીં. તેઓ એ પણ છતું કરે છે કે આમ થવાની અસર બાલમંદિરમાં કામ કરતી, કે મ્યુનિસિપલ કે પંચાયતી સંસ્થાઓમાં કામ કરતી કે, ખબરપત્રીઓ કે પછી કંપની સંચાલકો તરીકે કામ કરતી વ્યાવસાયિક સ્ત્રીઓ પર કેટલી થઈ છે (કે નથી થઈ).   

 

જાતિ ભેદ કામ પર કેવી અસર કરે શકે તે વિષેની રોજબરોજની સૂક્ષ્મ નજરથી ભરપૂર ઘટનાઓથી  તલ્લીન કરી મુકતું The Paula Principle પુસ્તક સ્ત્રીઓને જે પ્રકારની અડચણોનો સામનો કરવો પડે છે તેનું તર્કસંગત વિશ્લેષણ છે, અને આપણને વ્યક્તિગત, સંસ્થાગત કે સામાજિક સ્તરે આ બાબતે પડકારે છે.  

પીટર સિદ્ધાંતમાં પુરુષપ્રધાન  પૂર્વગ્રહ હોય તે, બે કારણોસર, સ્વાભાવિક છે -

૧. જે સમયમાં પ્રોફેસર પીટર લોરેંસે પીટર સિદ્ધાંતનો વિરોધાભાસ પ્રતિપાદિત કર્યો તે સમયમાં સ્ત્રીઓની વ્યાવસાયિક વિશ્વમાં એટલી હાજરી નહોતી કે તેમને આ વિશ્લેષણમાં આવરી લેવાય – ૪૦ ઉદાહરણોમાંથી એક જ કિસ્સો સ્ત્રીને લગતો છે.

૨. પીટરનો સિદ્ધાંત સ્ત્રીઓના કિસ્સાઓમાં આયનામાંના પ્રતિબિંબની જેમ એટલી હદે ઊભરી આવે છે કે તેને અલગ નામ – પૌલા સિદ્ધાંત -થી પ્રતિપાદિત કરવો જોઈએ. – મોટા ભાગની સ્ત્રીઓ તેમની ક્ષમતાથી નીચેનાં સ્તરે કામ કરે છે.

પીટર અને પૌલા સિદ્ધાંતોને જોડે જોડે મૂકવાથી બેવડો પૂર્વગ્રહ સ્પષ્ટ તરી આવશે – પુરુષોના કિસ્સાઓમાં અક્ષમતા નજર કરવાની આદત તેમની કારકિર્દીને અક્ષમતાનાં સ્તરની પણ ઉપર પહોંચાડી દે છે તો તેની સામે સ્ત્રીઓના કિસ્સાઓમાં તેમની ક્ષમતાને ભાગ્યે જ ધ્યાન પર લેવાય છે.

ટોમ શલર બંને જાતિઓને મળતી તકો અને તેમનાં કામની લેવાતી નોંધમાં જે અંતર જોવા મળે છે તેને માટે પાંચ કારણો જણાવે છે -

૧. ભેદભાવ અને મૂલ્યો – છડેચોક કરાતો ભેદભાવ તેમ જ અભાનપણે પળાતા પૂર્વગ્રહો

૨. સામાજિક બંધારણ – પરાપૂર્વથી ચાલી આવેલ પૈતૃક સામાજિક વ્યવસ્થા જે  કુટુંબ અને ગૃહસ્થીની જવાબદારીઓનો સિંહ હિસ્સો સ્ત્રી પર નાખે છે

૩. આત્મવિશ્વાસ અને સ્વ-ઓળખ – સાચે યા ખોટે, સ્ત્રીઓને પોતાની ક્ષમતા અને તેનાં મૂલ્યાંકન બાબતે પુરુષો કરતાં અલગપણે જ વિચારવા પ્રેરાતી આવી છે, કે પછી ખરેખર અલગપણે જ વિચારે છે.

૪. સ્ત્રીઓ અને પુરુષોની પોતાથી ઉપરની કક્ષાની કે પોતાની સમાંતર કક્ષાની સંપર્કજાળ અલગ જ હોય છે અને તેઓ તેનો ઉપયોગ પણ અલગ રીતે જ કરે છે..

૫. સ્ત્રીઓ અને પુરુષો પોતાની કારકિર્દીની કે, તેમનાં કામ  અને જીવન વચ્ચેનાં સંતુલન, કે તેમને  શેમાંથી વધારે સંતોષ મળે છે તે વિષે અલગ અલગ પસંદ ધરાવે છે. પુરુષ અને સ્ત્રીને સ્વતંત્રપણે જે પસંદગી કરવા મળે છે તે બાબતના સંદર્ભમાં આ પરિબળ બીજાં ચાર કરતાં અલગ પડે છે

પોતાની પૂરી, કે તણાયેલી, શક્તિથી કામ કરવાનાં દબાણો અને ભારને તાબે થવાને બદલે સ્ત્રીઓ વધારે સારી ગુણવત્તાવાળું વ્યક્તિગત અને કામ અંગેનું જીવન તેમ જ કામ કદાચ પસંદ કરે એ લોકો એવાં ક્ષેત્રોમાં કામા શોધે (કે કરવાનું પસંદ કરે) જેમાં લોકો સાથે રહીને કામ કરવામાં  વધારે સંતોષ મળે. એ લોકો ઊર્ધ્વ દિશામાં જતી કારકિર્દીને બદલે સમાંતર જ રહેતી કારકિર્દી તરફ પણ કદાચ વધારે ઢળે. જોકે ઠડાં દિલ અને દિમાગથી વિચારાઇને, કે સાવ નિષ્પક્ષપણે, થયેલ નિર્ણય પર એ પસંદગી કેટલી આધારીત હશે તે તો મુક્ત ચર્ચાનો જ વિષય બની રહે છે. 

આ સિદ્ધાંતમાંથી એવી બે બાબતો ફલિત થાય છે જે આપણે બધાંને લાગુ પડે છે –શિક્ષણનું સતત અનુચિત અને અન્યાયીપણે મળતું વળતર અને સિદ્ધ થયેલ પ્રતિભાનો વ્યય. વળતરનો અર્થ અહીં માત્ર નાણાકીય માપદંડથી તોળવાનો નથી, પણ પોતાની ક્ષમતાઓનો ખરો ઉપયોગ થઈ રહ્યો છે અને કારકિર્દી અને જીવનની પ્રગતિ પોતાનાં મૂલ્યો અનુસાર આગળ વધી  રહેલ છે તે સંતોષથી થઈ રહ્યો છે તે અર્થમાં કરેલ છે. 

આ બંને, પીટર અને પૌલા, સિદ્ધાંતો મહદ અંશે એકબીજાં પર નિર્ભર છે: સ્ત્રીઓ જેટલું વધારે તેમની ક્ષમતાનુસાર કામ કરી શકે, એટલી હદે તેને પાર કરી શકે તેવા પુરુષો ઓછા થશે – અને આ શૂન્ય-સરવાળાનો ખેલ નથી. પૌલા સિદ્ધાંતે આપણી સમક્ષ મૂકેલા મુદ્દાઓ પર ધ્યાન આપવાથી આપણે કદાચ વધારે યથોચિત, અને વધારે કાર્યદક્ષ પણ, સામાજિક અર્થવ્યવસ્થા લાવી શકીશું, જેને પરિણામે સ્ત્રીઓને, તેમજ પુરૂષોને પણ, વાધારે સારૂં જીવન જીવવા મળશે.

આ માટે પુસ્તકનાં અંતમાં પૌલા કાર્યસૂચિ પણ વિચારાર્થે મુકાઈ છે, જે અગ્રણીઓ, સંચાલકો, કર્મચારીઓ તેમજ નીતિઘડવૈયાઓ માટે ચોક્કસ પગલાંઓ સૂચવે છે. ધ ગાર્ડીઅનના તેમના એક લેખમાં ટોમ શલર લખે છે કે સ્ત્રીઓને ત્યારે જ તેમની ક્ષમતાઓનો પૂરેપૂરો ઉપયોગ કરવા મળશે જ્યારે બંને પક્ષ પૂર્ણ-સમયના, સ્થાયી, વ્યવસાયનાં પરંપરાગત મોડેલથી અલગ ભાત-ભાતની (ખંડ સમયની), અઠપૂર્ણ અને સંતોષજનક, કારકિર્દીની પોતાની રીતે પસંદગી કરી શકશે. બંને જાતિઓ વચ્ચેની ક્ષમતાનું અંતર જેટલી ઝડપથી વધી રહ્યું છે એટલી ઝડપથી તેમને મળતાં મહેનતાણાંનું અંતર નથી ઘટી રહ્યું.આપણે આ સમાનતાને સ્ત્રીની કારકિર્દીના અમુક જ સમયકાળ પૂરતું જોવાને બદલે સમગ્ર કારકિર્દીને જોવાનો ગતિશીલ દૃષ્ટિકોણ અપનાવવો પડશે. આ મુદ્દાને ઉચિત  સંદર્ભમાં મૂલવવા માટે સ્ત્રી અને પુરુષ વચ્ચેની સમાનતાઓને અમુક ચોક્કસ સમયકાળના ટુકડાઓમાં સરખાવવાનો રસ્તો શ્રેષ્ઠ ઉપાય નથી.…. એ તો સમગ્ર તંત્રમાં પ્રસરેલો જ નહીં પણ ઊંડે સુધી ફેલાયેલો છે, સ્ત્રીઓને ટોચનાં સ્થાનોમાં જ યોગ્ય પ્રતિનિધિત્વ નથી મળતું તે વિચારવાની સાથે છેક નીચે સુધી આ અસમાનતાને  કેમ દૂર કરી શકાય તે પ્રકારનો વાસ્તવિક, અર્થપૂર્ણ ફેરફાર લાવવા માટે વિચારવાનો  સમય પાકી ગયો છે.”

વધારાના સંદર્ભો:

Putting the F into Future: Tom Schuller at TEDxHurstpierpointCollege

The Paula Principle How and why women work below their level of competence


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો