શુક્રવાર, 3 સપ્ટેમ્બર, 2021

૧૦૦ શબ્દોની વાત : ભયને બદલે ભરોસાની પસંદગી કરીએ

 તન્મય વોરા



આપણે અભૂતપૂર્વ સમયકાળમાંથી પસાર થઈ રહ્યાં છીએ. મહામારીના આંકડાઓ, ગેરમાહિતીનો ધોધ, સોશ્યલ મિડીયા પર સતત રણકતી રહેતી પૉસ્ટ્સ જેવાં ભયનાં ભંવરમાં ફસાઈ જવું આસાન છે. અતિવિચારની ટ્રેડમિલ પર પગ મુકતાંની સાથે જ હવે શું ખરાબ બનશે તેના જ વિચારો આવવા લાગે છે. (તો શુ?) ચિંતા આપણને પંગુ બનાવી દે છે.

શ્રધ્ધા આપણામાં જન્મજાત જ છે. બાલ્યાવસ્થામાં આપણે દરેક વાતે સંપૂર્ણ શ્રધ્ધા ધરાવતાં હતાં.  મોટાં થઈએ છીએ તેમ  વધારે સારાં પરિણામો માટે યોગ્ય પ્રવૃત્તિઓની પસંદગી આપણામાં અસફળતાનો ભય દાખલ કરવા લાગે છે.(જો અને તો)

ભયની જેમ શ્રદ્ધા પણ સાંસર્ગિક છે - પ્રશ્ન માત્ર છે તમે શેને વળગવાનું પસંદ કરો છો....

  • તન્મય વોરાના, QAspire.comપરના લેખ In 100 Words: Choosing Faith Over Fear નો અનુવાદ
  • અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો