બુધવાર, 8 સપ્ટેમ્બર, 2021

મૅનેજમૅન્ટના નામસ્રોતીય સિધ્ધાંત - ડન્નિંગ-ક્રૂગર પ્રભાવ

 જે લોકોમાં કૌશલ્ય ઓછું હોય છે તેઓમાં પોતાની બીનક્ષમતા વિશે જાગૃતિ પેદા કરવા  માટે આવશ્યક અધિસમજશક્તિની (meta-cognition) ક્ષમતા પણ ઓછી હોય છે. તદુપરાંત અમુક ન્યુનતમ નૈપુણ્ય  વગર, સારૂં કામ કરવું પણ મુશ્કેલ જ છે. વળી, જો તમારામાં નૈપુણ્યની કમી હોય તો તમે ઓછી કાર્યસિદ્ધિ કરી રહ્યાં છો તે સમજવું પણ અઘરૂં છે. બિનકૌશલ્યવાળાં હોવુ અને ખબર પણ ન હોવી એ બમણા દુર્ભાગ્યને પરિણામે ઓછી ક્ષમતાવાળાં લોકો પોતાની ક્ષમતાને વધારે પડતી આંકી લે છે.

આ પરિસ્થિતિએ ડન્નિંગ ક્રૂગર પ્રભાવ તરીકે ઓળખવામાં આવે છે. આ નામ ડેવિડ ડન્નિંગ અને જસ્ટિન ક્રૂગર નામના બે સંશોઘકોએ ૧૯૯૯માં કરેલા અભ્યાસ "Unskilled and Unaware of It: How Difficulties in Recognizing One's Own Incompetence Lead to Inflated Self-Assessments" પરથી રાખવામાં આવ્યું છે. .

આકૃતિની મદદથી તેની નીચે મુજબ વર્ણવી શકાય



આ વિષયને સારી રીતે સમજી શકાય તે માટે બ્રિટાનિકામાં તેને લગતો જે  સર્વગ્રાહી લેખ છે તે અહીં ઉતાર્યો છે-[1]:

ડન્નિંગ ક્રૂગર પ્રભાવમાં, મનોવિજ્ઞાનની પરિભાષામાં, એક એવો સમજશક્તિનો પૂર્વગ્રહ છે કે જેને કારણે અમુક બૌદ્ધિક કે સામાજિક ક્ષેત્રમાં ઓછું જ્ઞાન કે ક્ષમતા ધરાવતાં લોકો એ ક્ષેત્રમાં હેતુલક્ષી માપદંડની સરખામણીમાં કે સમકક્ષો કે સામાન્ય લોકોની કાર્યસિદ્ધિની સરખામણીમાં પોતાનું જ્ઞાન કે ક્ષમતાને હોય તેના કરતાં ઘણી વધારે આંકે છે. જેમના નામથી આ પ્રભાવનું નામ પડ્યું છે તે સંશોધકો ડેવીડ ડન્નિંગ અને જસ્ટિન ક્રૂગર વડે આ પ્રભાવને એ રીતે સમજાવાય છે કે પોતાનાં જ્ઞાન કે ક્ષમતાની ખામીઓ સમજવા માટેની  એ વ્યક્તિની અધિસમજશક્તિ માટે જરૂરી છે કે એ વ્યક્તિમાં એ જ પ્રકારનં જ્ઞાન કે ક્ષમતાનું અમુક ઓછામાં ઓછું સ્તર હોવું જોઇએ, જે સ્તરે આ પ્રભાવ દર્શાવતાં લોકો નથી પહોંચ્યાં. 'પોતાને જે ઠીક લાગે તેને જ સૌથી વધારે વ્યાજબી અને યોગ્ય વિક્લ્પ' માની લેનાર અન્ય લોકોની જેમ પોતાની ખામીઓથી અજાણ લોકો સામાન્યપણે એમ માની લે છે કે તેઓમાં કંઈ કમીઓ છે જ નહીં. વીસમી સદી સુધી વૈજ્ઞાનિક રીતે ન તપાસાયેલ હોવા છતાં આ બીના સામાન્ય જીવનમાં સારી એવી જાણીતી છે અને સામાન્યપણે કહેવાતી વાતોથી પ્રતિપાદિત થયેલ છે, જેમકે' 'ઓછું જ્ઞાન વધારે ખતરનાક છે', આદિકળથી લેખકોનાં નિરીક્ષણો કે મજાકોમાં જોવા મળે છે તેમ'અજ્ઞાન વધારે જ્ઞાનને બદલે વધારે વિશ્વાસ ખેંચી લાવે છે.'(ચાર્લ્સ ડાર્વીન).

“તેમનાં પેપર Unskilled and Unaware of It: How Difficulties in Recognizing One’s Own Incompetence Lead to Inflated Self-Assessments” (૧૯૯૯),માં જણાવાયેલા અભ્યાસોમાં ડન્નિંગ અને ક્રુગરે ચાર યુવાન પુખ્તવયના સમુહોની  હાસ્ય, તર્ક (વિચારશક્તિ) અને વ્યાકરણનાં ક્ષેત્રોમાં ક્ષમતાઓ ચકાસી. પરિણામો તેમની આગાહીઓ મુજબનાં જોવા મળ્યાં,એટલે કે તેમના વધારે કાર્યક્ષમ સહકાર્યકરો કરતાં 'અક્ષમ વ્યક્તિઓ નાટકીય રીતે પોતની ક્ષમતા ને કાર્યસિદ્ધિ, હેતુલક્ષી માપદંડોની તુલનામાં ઘણી જ વધારે આંકશે, અને 'તેઓને જ્યારે (પોતાની કે બીજાં કોઇની) ક્ષમતા દેખાશે ત્યારે પણ તેને ભાગ્યેજ ઓળખી શકશે'; તેમજ પોતાની કાર્યસિદ્ધિને અન્યોની કાર્યસિદ્ધિ સાથે સરખાવવા છતાં 'તેઓ પોતાની ખરેખરી કાર્યસિદ્ધિમાં ઊંડી સમજ...નહીં કેળવી શકે.). તદુપરાંત તેનાથી ઉલ્ટું,વધારે સક્ષમ થવાથી તેઓ પોતાની અક્ષમતાને પારખવાની ક્ષમતા સુધારી શકશે, "અને  તે રીતે તેમણે ઓછી કાર્યસિદ્ધિ કરી છે તેવું સમજી શકવાનાં" અધિસમજશક્તિ (metacognitive) કૌશલ્યોની તેમને (પોતાને) જ જરૂર છે તેવું સમજી શકશે. 

ડન્નિંગ અને ક્રૂગરનું ભારપૂર્વક જણાવવાનું હતું કે તેમણે જે પ્રભાવ ઓળખી કાઢ્યો છે તેનો અર્થ એ નથી કે લોકો દરેક વખતે એમનું જ્ઞાન કે એમની ક્ષમતા વધુ પડતાં આંકે છે. એ લોકો એમ કરશે કે નહીં તો આધાર અમુક અંશે એક તો પોતે ક્યાં ક્ષેત્રમાં તેમનું પોતાનું મૂલ્યાંકન કરે છે તેના પર છે. જેમકે ગૉલ્ફના લગભગ બધાજ ખેલાડીઓ સ્વીકરે છે કે તો ટાઈગર વુડની તોલે તો તેઓ ક્યાંય આવી શકે તેમ નથી. તેમજ બીજું, તેઓ 'ઓછાંમાં ઓછું અમુક સ્તર  સુધીનું જ્ઞાન, સૈદ્ધાંતિક બાબતોની સમજ કે અનુભવ ધરાવે છે કે નહીં તેના પર પણ આધાર રાખે છે. જો એવું ન હોય તો આ પ્રભાવ હેઠળ તેઓ એ ખોટી માન્યતા ભણી દોરાય છે કે તેઓ બહુ વધારે જ્ઞાની કે ક્ષમતાવાન છે. તદુપરાંત આ પ્રભાવ એમ પણ નથી સૂચવતો કે પ્રેરક પૂર્વગ્રહો કે અન્ય પરિબળો પણ અક્ષમ લોકોમાં વધારે પડતું સ્વ-મૂલ્યાંકન આકારવાની ભૂમિકા નથી ભજવતાં.

તે પછીની તપાસોમાં ડન્નિંગ-કૃગર પ્રભાવની વ્યાપારઉદ્યોગ, તબીબી કે રાજકારણ જેવાં ક્ષેત્રોને પણ આવરી લેવાયાં છે. જેમકે ૨૦૧૮માં પ્રકાશિત થયેલે અભ્યાસમાં દર્શાવાયું છે કે રાજકારણ કે સરકારની બાબતે ખાસ કંઈ ન જાણતા અમેરિકનો અન્ય અમેરિકનો કરતાં આ ક્ષેત્રોમાં પોતાનું જ્ઞાન ઘણું વધારે આંકતા જણાશે. તદુપરાંત એ અભ્યાસ એમ પણ જણાવે છે કે જ્યારે -ડેમોક્રેટ કે રીપબ્લીક -કોઈ એક પક્ષનો પોતે સાથ આપે છે તેવા સંદર્ભની વાત હોય ત્યારે લોકો પોતાને સભાનપણે એક યા બીજા પક્ષના અઠંગ ટેકેદાર  ગણાવે છે.”

આપણું કૌશલ્ય બીજાંની સરખામણીમાં  કેટલું કસદાર છે તે જાણવું ઘણી રીતે ઉપયોગી નીવડી શકે છે.  પરંતુ મનોવૈજ્ઞાનિક સંશોધનો બતાવે છે કે આપણે આપણી જાતનું બહુ યથાર્થ મૂલ્યાંકન કરવાની બાબતે ઘણાં ઊણાં પડીએ છીએ. મોટા ભાગે, તો આપ્ણે આપણી ક્ષમતાઓને બહુ જ વધારે આંકતાં હોઈએ છીએ. Why incompetent people think they're amazing? માં ડેવીડ ડન્નિંગ ડન્નિંગ-કૃગર પ્રભાવ સમજાવે છે.


આવું કેમ થાય છે અને પોતાની સાથે એવું ન બને તે માટે શું કરવું એ જોવા માટે The Dunning Kruger Effect  જરૂરથી જોશો.


ડન્નિંગ-ક્રૂગર પ્રભાવથી ઉલટું છે ઢોંગીપણાનો લક્ષણસમુહ (Impostor Syndrome). સમજણ શક્તિનો આ એવો પૂર્વગ્રહ છે જેમાં કોઈ કોઈ પોતાની ક્ષમતાને જ યથાર્થપણે સ્વીકારી નથી શકતાં. પોતાની સફળતાના અનેક દાખલાઓ સામે હોવા છતાં આ લોકો પોતાની અંદરનાં પરિબળોને એ સફળતા માટે યશ નથી આપી શકતાં. તેને બદલે તો પોતાની સાબિત થઈ ચુકેલ ક્ષમતા માટે નસીબ,કે કાગનું બેસવું અને તાડનું પડવું જેવી સમયની બલિહારી કે પછી સીધે સીધું છળકપટ જેવાં બાહ્ય પરિબળોને યશ આપતાં હોય છે.


જે છળકપટ અનુભવાય છે તેનાં પર બિનવ્યવહારૂ વિચારણા કરવી, નિશાજનક વલણો અનુભવવાં, સામજિક ચિંતાઓ થવી કે પોતાનાં કૌશલ્યવધારે પડતી દેખરેખ રાખ્યા કરવી જેવાં અનેક પાસાંઓ છે. ઢોંગીપણાના લક્ષણસમુહનું કારણ પોતા માટે ઓછું સ્વાભિમાન હોય તેવી ખાસ શક્યતાઓ નથી. જોકે ઢોંગીપણાંનાં લક્ષણો ધરાવતાં લોકો પોતાનાં કડક વિવેચક જરૂર હોય છે. આને કારણે ઝળકી ઉઠવાનું દબણ વધે છે (કૉલિજિયન જુ. અને સ્ટર્નબર્ગ, ૧૯૯૧). આને કારણે એ પણ હકીકત છે કે શૈક્ષણિકો કે બહુ જ સફળ લોકોમાં ઢોંગીપણા લક્ષણસમુહ વધારે જોવા મળવાને આ માટે કારણભૂત ગણી શકાય.

છેતરામણી સર્વસંમતિ પ્રભાવ (The False-Consensus Effect)ને પણ ડન્નિંગ-ક્રૂગર પ્રભાવથી ઉલટો પ્રભાવ ગણી શકાય. આ સમજશક્તિનો એવો પૂર્વગ્રહ છે જેમાં લોકો પોતાની વર્તણૂકમાં જ માને છે અને  બીજાંઓની સરખામણીમાં તેમની પસંદગીઓ પ્રમાણમાં સરખી હોય છે.   એ લોકો બીજાઓમાં આ વર્તણુકનો વિશિષ્ટ પ્રભાવ છે અને પોતાની સરખામણીમાં બીજાંઓની ક્ષમતા વધારે છે તેમ માને છે. બીજા શબ્દોમાં, આ લોકોને 'અજાણ્યે જ નમ્ર' કહી શકાય.

૧૯૯૯ના તેમના અભ્યાસ દરમ્યાન ડન્નિંગ અને ક્રૂગરે પણ આ પાસાંની નોંધ લીધી છે. તેઓએ બતાવ્યું હતું કે, 'ચારે ચાર પ્રકારના અભ્યાસો દરમ્યાન જોવા મળ્યું છે કે ટોચના ચોથા ભાગનાં લોકો પોતાની ક્ષમતાને ઓછી આંકવાનું અને પોતાના સમકક્ષોની સરખામણીમાં પોતાની કાર્યસિદ્ધિ ચકાસવાનું વલણ ધરાવતાં હતાં'.


સરળ ભાષામાં કહીએ તો, અક્ષમતા વધારે પડતા અવિશ્વાસમાં અને અતિક્ષમતા વધારે પડતી નમ્ર વર્તણૂકમાં પરિણમતાં જણાય છે. નસીબજોગે, આ પ્રભાવોની અસરોને નીવારવાનો ઉપાય પણ છે, જેને અધિ-અનુભૂતિ (સરેરાશથી ઘણી વધારે સમજશક્તિ) -meta-cognition- કહેવામાં આવે છે, જેને મનોવૈજ્ઞાનિકો પોતાની જ વિચાર પ્રક્રિયાને સમજી શકવાનું જ્ઞાન અને પોતાની જ સમજશક્તિને સમજી શકવાની  ક્ષમતા' કહે છે. એટલે કે પોતાના જ વિચારોના ગુણાવગુણ, કે સારાંનબળાં પાસાંઓ, વિશે નિરપેક્ષપણે વિચારી શકવું. પોતાના જ વિચારો પર વિચાર કરીને જરૂર પડ્યે તેમાં આવશ્યક ફેરફારો કરી શકવાનું આ એક કૌશલ્ય એવું છે જે માનવજાતને અન્ય કોઈ પણ સજીવો કરતાં પ્રબળ જાતિ બનાવે છે.

આ પ્રકારના પ્રભાવોની અસરોમાંથી બહાર આવવાના કેટલાક નમુનારૂપ ઉપાયો આ મુજબ છે - 

  • અધિ-સમજશક્તિ વધારવી - જેમ જેમ કોઈ પણ કામમાં આવડત વધે તેમ તેમ પોતાની અધિ-સમજશક્તિ પણ વધે. જેને પરિણામે આપણે આપણા વધુ પડતા આત્મવિશ્વાસને, કે વધુ પડતી નમ્રતાને, જાતે જ સમજી શકવા અને તેને વાસ્તવિક સ્તરે લાવી શકવા સક્ષમ બનતાં જઈ શકીએ છીએ.
  • પ્રતિસાદ લેતાં રહેવું - ખરો અને પ્રમાણિક પ્રતિસાદ ક્યાં સુધારાની જરૂર  છે તે તો બતાવે જ છે, પણ તે સાથે તે કેમ કરી શકાય તેનાં સુચનો પણ પુરાં પાડી શકે છે.
  • પોતાને સવાલ કરો - કે જેથી કોઈ પણ બાબતને અલગ જ દૃષ્ટિકોણથી જોઈ શકાય.
  • જેટલો અભ્યાસ વધારે તેટલી શ્રેષ્ઠતા ઉંચા સ્તરે - ડન્નિંગ-ક્રૂગર પ્રભાવ કે તેનાથી ઉલટ પ્રભાવોની આસરને કારણે વારંવાર નિષ્ફળતા મળે તેનાથી એ ફરી વાર થાય ત્યારે કેમ થયું હશે તે સમજવામાં મદદ મળી શકે છે. જ્યારે ફરીથી એવી જ કોઈ ઘટના બને ત્યારે તમારા પ્રતિભાવને ઠંડા મગજથી વિચારો અને તે સમયે જે કોઈ પૂર્વગ્રહો ભળી ગયા હોય તેમને ખોળી અને દૂર કરવાનો સંન્નિષ્ઠ પ્રયાસ કરો.

નોંધ: યુ ટ્યુબ પર ઢોંગીપણાના લક્ષણસમૂહ (Impostor Syndrome) વિશે ઘણા વિડિયો છે. અહી તેમાંથી આ વિશે વધારે સ્પષ્ટતા થાય અને તેને કેમ ટાળી શકાય તે સંદર્ભના કેટલાક પ્રતિનિધિ વિડિયોનો અહીં વિશેષ વાંચન માટે ઉલ્લેખ કર્યો છે –

આપણે, કોઈ જ કારણ વિના, ઈમ્પોસ્ટર સિન્ડ્રોમ સહન કર્યે રાખીએ છીએ.


પૂર્વ પ્રથમ મહિલા મિશેલ ઓબામાએ .... કિશોરીઓને અરજ કરી કે પોતાનામાં જે ઇમ્પોસ્ટર સિન્ડ્રોમ દેખાય છે તેનો પ્રતિરોધ કરો અને પોતાના હક્કો માટે (જરૂર પડ્યે) પુરુષો સાથે લડી લો. ….


Impostor syndrome, કે “impostor phenomenon,” નો પારિભાષિક શબ્દપ્રયોગ તરીકે ૧૯૭૮માં મનોવિજ્ઞાનિકો પૌલીન ક્લૅન્સ અને સુઝાન્નૅ આઈમ્સે સૌ પ્રથવાર પ્રયોગ કર્યો અને સમજાવ્યું કે કેમ બહુ કાર્યસિદ્ધિ સિધ્ધ કરનાર લોકો પોતપોતાનાં કાર્યક્ષેત્રોમાં ઢોંગીપણાંનો અનુભવ કરે છે


One thing no one told you about the imposter syndrome | Christina Whittaker | TEDxAlpharettaWomen


Do you have Impostor Syndrome ... too? | Phil McKinney | TEDxBoulder


How you can use impostor syndrome to your benefit | Mike Cannon-Brookes


The Imposter Syndrome Banishing Spell | Dona Sarkar | TEDxUIUC


The Surprising Solution to the Imposter Syndrome | Lou Solomon | TEDxCharlotte


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો