તન્મય વોરા
એક વયસ્ક મહિલા, વાંસના બે છેડે લટકાવેલ, બે માટલાંઓમાં પાણી ભરી લાવતી. એક માટલૂં સાજુનરવું હતું અને બીજાંમાં નાનું કાણું હતું.. એ કાણાંમાંથી વહી જતાં પાણી માટે એ માટલું કાયમ ઓજપાતું..એક વર્ષ વીતી ગયું.
એક દિવસે, પેલી સ્ત્રીએ કાણાં માટલાને કહ્યું, ' રસ્તાની એક બાજુએ ફુલોથી શોભતી ક્યારી એ તારી આ દુનિયાને ભેટ છે. તારામાં જે કચાશ હતી તેનો મને ખયાલ આવી જ ગયો હતો. એટલે મેં આખા રસ્તે આ ક્યારી વાવી દીધેલી. તેં એ ક્યારીને પાણી પીવરાવી મઘમઘતી કરી મુકી છે.'
સંપૂર્ણ તો કોઈ જ નથી હોતું. એ અપૂર્ણતાને યોગ્ય માર્ગે ઉપયોગ કરવામાં જ અસરકારક નેતૃત્વની ખુબી છે.
- તન્મય વોરાના, QAspire.com પરના લેખ In 100 Words: The Cracked Pot and Leadershipનો અનુવાદ
- અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો