'મારી સાથે જ આવું બઘું કેમ થાય છે?' એવું કહેતાં હોય એવાં જ લોકો તમને કેમ મળે છે, કે બુફે ટેબલ પર તમારી મનપસંદ વાનગી લેવા જાઓ ત્યારે જ તે વાસણ ફરીથી ભરવાનું થતું હોય, કે જ્યારે કશે પહોંચવાની ઉતાવળ હોય ત્યારે સિગ્નલ પર પહોચીએ ત્યારે જ તે બધાં જ 'લાલ' થાય. બીજા શબ્દોમાં કહીએ તો, 'જે ધાર્યું જાનકીનાથે તે તો થઈને રહે' એવું, અચુક જ, કેમ બનતું હશે? અરે, એ બધી કાલ્પનિક પરિસ્થિતિઓ સુધી જવાની પણ ક્યાં કોઈ જરૂર છે. કોવિડ-૧૯નો દાખલો આપણી સમક્ષ હાજરાહજૂર છે. બધાંને એમ હતું જ કે ત્રીજી લહેર આવશે જ અને ધામધુમથી આખાં વિશ્વમાં તેનો ડકો વાગે જ છે ને !
જે ઘટના થશે એમ
લાગતું હોય. કે ખરેખર જ એમ થતું હોય, એવી પરિસ્થિતિઓને મૅનેજમૅન્ટના ભાષા વ્યવહારોમાં,
વ્યાપકપણે જાણીતો
રૂઢપ્રયોગ 'મર્ફીનો
નિયમ' કહે છે,
જેના મુજબ 'જે કંઈ અવળું પડવાનું છે તે અવળું પડીને જ રહેશે'.
K.anh.eya.191, CC BY-SA 4.0
https://creativecommons.org/licenses/by-sa/4.0 , via Wikimedia Commons |
‘મર્ફીનો નિયમ ('જે કંઈ અવળું પડવાનું છે તે અવળું પડીને જ રહેશે')નો જન્મ ઉત્તરમાં આવેલ (અમેરિકાનાં) વાયુદળનાં
એડવર્ડ્સ મથકમાં ૧૯૪૯માં થયો મનાય છે.
‘કેપ્ટન એડવર્ડ એ મર્ફીનાં
નામથી આ નિયમનું નામકરણ થયું મનાય છે. એડવર્ડ મર્ફી એ સમયે એર ફોર્સ પ્રોજેકટ MX981 પર કરી રહ્યા હતા જેના દ્વારા એ નક્કી કરવાનું હતું
કે , આકસ્મિક સંજોગોમાં ખુબ
ઉંચેથી જો માણસે નીચે ફંગોળાવાનું હોય તો તે કેટલું દબાણ સહન કરી શકે.
‘એક દિવસે એક ટ્રાંસ્ડ્યુસરનો વાયર ખોટી રીતે લગાડેયેલો જોઈને
મર્ફી એ ટેક્નિશિયન વિશે બોલી પડ્યા, 'જો કંઈ અવળી રીતે કરવાની તક હોય આ ભાઇ તે શોધીને જ રહેશે'.
‘કોન્ટ્રાક્ટરનો જે પ્રોજેક્ટ મૅનેજર બધા 'નિયમો'ની યાદી રાખતો હતો, તેણે આ નિયમ પણ 'મર્ફીનો નિયમ' એ નામ હેઠળ નોંધી લીધો.
‘વાસ્તવમાં આ પ્રકારની
ઘટનાઓ, જાણે કે લગભગ નિયમાનુસાર
જ, પહેલાં પણ થતી જ હતી. હવે
તેને એક ચોક્કસ રૂપ મળ્યું અને નામ પણ મળ્યું.
‘તે પછી થોડા સમય બાદ વાયુ દળના એક તબીબ (ડૉ. જોહ્ન
પૉલ સ્ટૅપ્પ[1]) ઘટતા જતા
વેગ પરના ટ્રેક પર ગુરુત્વાકર્ષણથી ૪૦ ગણા વધારે બળની સામેનો પ્રયોગ કરી રહ્યા
હતા. તે પછીની એક અખબારી પરિષદમાં તેમણે
જણાવ્યું કે આ પ્રોજેક્ટમાં જે સલામતી અંગેનો સારો રેકોર્ડ રહ્યો છે તે સૌ લોકોની
મર્ફીના નિયમ વિશેની જાગરૂકતાને આભારી છે, જે અમને એવી ઘટનાઓ ટાળવા માટે સતત સજાગ રાખે છે.
‘ઍરોસ્પેસ ઉત્પાદકોએ આ
વાતને વધાવી લીધી અને પછીના કેટલાક મહિનાઓ સુધી તેનો પોતાની જાહેરાતોમાં ભરપેટ
ઉપયોગ કર્યો. પરિણામે હવે મર્ફીનો નિયમ સમાચારોનો અને સામયિકોના લેખોનો બહુ
લોકપ્રિય વિષય બની ગયો.
‘આમ મર્ફીનો નિયમ જન્મી ચુક્યો. [2]
અહીં આપણે એ વાતની નોંધ લેવી જોઈએ કે મર્ફીનો મૂળ, ખરો , નિયમ તો આ મુજબ હતો
- "કંઈ પણ કામ કરવાની બે કે તેથી વધારે રીતો હશે , અને તેમાંથી જો કોઇ એક પણ
અનિચ્છનીય દુર્ઘટના સર્જી શકે તેમ હોય તો, કોઈને કોઈ તો એ રીતે કામ કરશે જ." રોજબરોજની
જિંદગીમા આ નિયમ એટલો બધો વ્યાપકપણે દેખા દેતો રહે છે કે, તેમાં એકાદ શબ્દપ્રયોગ અહીં કે ત્યાં ઉમેરીને તેનાં
અસંખ્ય વિવિધ સ્વરૂપો પણ પ્રચલિત થઈ ચુક્યાં છે.
આમાંનાં મોટા ભાગનાં સ્વરૂપો તો ફિનૅગલના નિયમ[3] તરીકે પ્રચલિત 'જો કંઈ ખોટું થવાનું હશે, તો થશે જ'નાં જ સંક્ષિપ્ત સ્વરૂપો છે.
બદલતાં સ્વરૂપોની
બાબતમાં એક બહુ રસપ્રદ વાત મર્ફીએ '૮૦ના દાયકામાં આપેલા એક રેડિયો ઈન્ટરવ્યુમાં[4] મળે છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે 'જે અવળું થવાનું હશે તે થઈને જ રહેશે'
એવું તેમણે નહોતું કહ્યું
પણ સકારાત્મકતાના ભાવવાળું 'જે કંઈ થવાનું હોય તે થઈને જ રહે છે'
વાક્ય કહ્યું હતું.[5]
ભાષા અને સંસ્કૃતિનાં
સમય અને સંદર્ભ સાથે બદલતાં રહેતાં સ્વરૂપોના વહેણમાંથી તરી આવતાં મર્ફીના નિયમનાં
વિવિધ સ્વરૂપો એટલું તો ચોક્કસપણે બતાવે છે કે મર્ફીનો નિયમ પોતાને પણ એટલો જ લાગુ
પડે છે ! લેખક આર્થર બ્લૉચે
તો મરફીના નિયમનાં આનુસંગીક સિદ્ધાંતોનાં પહેલાં પુસ્તક, Murphy's law and other reasons why
things go wrong!, પછી બીજાં પણ પુસ્તકો પ્રકાશિત કરેલ છે.
મર્ફીના નિયમને સાચી
ઠરાવતી ઘટનાઓ કોઈ અકળ સંભાવનાઓને કારણે થાય છે કે પછી તેની પાછળ સંભાવનાઓનું ગણિત
પણ રહેલું છે એ વિશે નિષ્ણાતો અને
વૈજ્ઞાનિકોનું કંઈક આવું કહેવું રહ્યું છે
રિચાર્ડ ડૉવ્કિન્સનું કહેવું છે કે મર્ફીના નિયમ જેવા નિયમો નરી મુર્ખામી જ
કહેવાય કેમકે એ મુજબ તો નિર્જીવ વસ્તુઓ પોતાની જ ઈચ્છા પ્રમાણે વર્તે છે એવો અર્થ
થાય. તેઓનું કહેવું છે કે અમુક પ્રકારની ઘટનાઓ દરેક વખતે થયા કરે એવું બની શકે, પણ એ ધ્યાન પર
ત્યારે જ આવે છે એ ઘટનાઓ આપણને આડી આવે. તેઓ એરક્રાફ્ટના ઘોંઘાટનો દાખલો આપે છે.
એરક્રાફ્ટો તો આકાશમાં ઉડ્યાં કરતાં જ હોય છે, પણ
કોઈ મહત્વની વાત કહેતી વખતે કે ફિલ્મનું આઉટડોર શૂટિંગ કરતી વખતે તે નડે તો જ
આપણું ધ્યાન તેના તરફ જાય છે. આ તો પુષ્ટિ શોધનારૂં માનવ વલણ છે જેમાં કોઈ તપાસ કરનાર પોતાનો વિચાર કે માન્યતા નક્કી થઈ
જાય પછી તેની વિરૂધ્ધમાં જાય એવો કોઈ પુરાવો શોધવા માટે સહજપણે પ્રયાસ જ ન કરે.
તે જ રીતે ઈમ્પિરિયલ
કૉલેજ ઑફ લડનના ગણિતના માનદ્ પ્રોફેસર ડેવિડ હૅન્ડ
સુચવે છે કે બહુ ઘણી સંખ્યામાં (law of truly large numbers) કદાચ
અમુક પરિસ્થિતિઓને જોઈએ તો મર્ફીનો નિયમ ક્યારેક સાચો પડતો દેખાય. માનવ મનનું
પસંદગી તરફ ઢળતું વલણ (Selection
bias) તેને યોગ્ય લાગશે તેવી ઘટનાઓને યાદ રાખી લેશે અને મર્ફીનો
નિયમ જ્યાં ખરેખર લાગુ ન પડ્યો હોય એવી ઘટનાઓને ભુલી પણ જશે.
ઉષ્માગતિવિદ્યા (thermodynamics)ના નિયમો સાથે મર્ફીના નિયમને સાંકળવાનૂં વલણ તો બહુ
પહેલેથી જ રહ્યું છે. મર્ફીના નિયમને ઉષ્માગતિવિદ્યાના બીજા (ઉષ્ણાજનિત અવ્યવસ્થા /entropyના) નિયમ
સાથે સરખાવવા પાછળનું સહજ કારણ એ હોઈ શકે કે બન્નેનું હાર્દ અવ્યવસ્થિત
પરિસ્થિતિની આગાહી કરવા વિશેનું છે.
અતનુ ચેટર્જીએ ગણિતની
મદદથી આ નિયમ લાગુ પડવાની ઘટનાને ચકાસી અને એવું તારણ કર્યું કે લઘુત્તમ ક્રિયાનો
સિદ્ધાંત (principle of least action)
આ નિયમને લાગુ પાડતા આ નિયમને ખોટો ઠેરવી શકાય.[6]
આટલી પૂર્વભૂમિકાથી
એક તારણ તો આપણે પણ કાઢી શકીશું કે મર્ફીનો નિયમ એક રૂઢપ્રયોગ કે વાણીચાતુર્યનું
કથન હોય કે આપણા પ્રભાવની બહાર અચુક બનનારૂ કોઈ પરિબળ છે તેવી માન્યતા હોય કે
ગાણિતિક રીતે સંભાવના ગણી શકાય તેવી કોઈ ઘટના હોય, એટલું
તો નક્કી કે તેને સાચા સંદર્ભમાં સમજવાથી અને તેને નીવારવા માટેનાં શક્ય અને આજની
તારીખે આપણને જ્ઞાત છે તેવાં બધાં જ પગલાં લેવાનું મહત્ત્વ તો ઘણું જ છે. આજનાં
આધુનિક એરક્રાફ્ટની કૉકપીટમાં જે સલામતીનો નક્કર અહસાસ છે તે આ મર્ફીના નિયમના
દૃઢપણે કરાયેલા સ્વીકારની જ દેન છે.
[1]
ડૉ. જોહ્ન
સ્ટૅપ્પ રૂઢપ્રયોગો અને સૂક્તિઓના અઠંગ સંગ્રાહક હતા. તેઓ તેની ખાસ
નોંધ પણ રાખતા. તેમની આ ટેવ તેમનાં આખાં કાર્યસ્થળ પર પ્રસરી ગઈ હતી. ૧૯૯૨માં તેમણે
આ સંગ્રહને સૂક્ષ્મ રમૂજ અને હાસ્યસભર પુસ્તક - For
Your Moments of Inertia: From Levity to Gravity: A Treatise Celebrating your
Right to Laugh -
સ્વરૂપે પ્રકાશિત પણ કરેલ છે. તેમના નામે 'સ્ટૅપ્પનો વ્યંગાત્મક
વિરોધાભાસ' નામનો નામસ્રોતીય નિયમ પણ બોલે છે.
[3] ફેનૅગલનો ગતિશીલ નકારાકોનો નિયમ/ Finagle's law of
dynamic negatives
- "'જો કંઈ ખોટું થવાનું હશે, તો સૌથી વધારે ખરાબ સમયે જ થશે'."
[4]
Comedian
Robin Ince explores Laws that are not
laws- Murphy’s Law -
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો