શુક્રવાર, 13 મે, 2022

૧૦૦ શબ્દોની વાત : વિના સંઘર્ષ, તાકાત ન વિકસે

તન્મય વોરા

ઈયળનું પતંગિયાંમાં રૂપાંતર થઈ રહ્યું હતું. જીવશાસ્ત્રની પ્રયોગશાળામાં જ્યારે અધ્યાપક સમજાવી રહ્યાં હતાં કે કોશેટાનું કડક આવરણ તોડીને બહાર નીકળવામાં પતંગિયું કેટલી મહેનત કરે છે ત્યારે વિદ્યાર્થીઓ આ રૂપાંતરણને કુતુહલથી નિહાળી રહ્યા હતા. પ્રયોગશાળા છોડતાં પહેલાં અધ્યાપકે વિદ્યાર્થીઓને ફરી સુચના આપી કે આ પ્રક્રિયામાં દયા ખાઈને પતંગિયાંને મદદ કરવાની ભૂલ ન કરશો.

થોડા સમય પછી, એક વિદ્યાર્થીથી પતંગિયાંનો સંઘર્ષ ન જીરવાયો. તેણે કોશેટો તોડી નાખ્યો. બહાર નીકળીને પતંગિયું મૃત્યુ પામ્યું.

જે કંઈ થયું હતું તે અધ્યાપકે જોયું. તેમણે કહ્યુંઃ 'તમારી મદદે પતંગિયાંનો જાન લીધો. એ સંઘર્ષને કારણે જ પતંગિયાની પાંખોને વિકસવાની શક્તિ મળે છે.

સંઘર્ષો તો આપણી શક્તિની સરવાણીઓ છે.

  • તન્મય વોરાના, QAspire.com પરના લેખ In 100 words : No Strength Without Struggleનો અનુવાદ

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો