બુધવાર, 18 મે, 2022

નવા શબ્દો (૧૯૪૦) - [૩] - જ્યોર્જ ઑર્વેલ

 નવા શબ્દો (૧૯૪૦) / New Words [૨] થી આગળ

હું તો એમ ઉપાય સુચવું કે કારનાં એન્જિનમાટે જેમ નવા નવા ભાગો શોધતાં રહીએ છીએ તેમ, , નવા શબ્દો પણ, ખાસ કરીને પ્રયોજતાં રહેવું જોઈએ. ધારો કે એવું કોઈ શબ્દભંડોળ અસ્તિત્ત્વ માં છે જે જીવન કે મનને અથઃતથ રજુ કરી શકે છે. એમ પણ ધારોકે જીવનને વર્ણવી જ ન શકાય એવી કોઈ  ગુંગળામણ નથી, કળાકારીગીરીની ચાલાકીની પણ જરૂર નથી, આપણા મનના વિચારો રજુ કરવા એ માત્ર યોગ્ય શબ્દની પસંદગી કરવી અને તેમનો યોગ્ય સ્વરૂપે પ્રયોગ કરવો એટલું જ છે કે બીજગણિતનાં એક સમીકરણનું સમાધાન કરવું એટલું જ છે. મને લાગે છે કે  આવું હોય તો તેના ફાયદા તો દેખીતા જ છે. જોકે રોજબરોજની જીવનશૈલીમાં નિરાંતે બેસી અને ખાસ અવનવા શબ્દો પ્રયોજવા એ દેખાય છે એટલું સરળ નથી. નવા શબ્દો ઘડી કાઢવાની સરળ રીતની વાત કરતાં પહેલાં જે વાંધા સામે આવવાના છે તેની ચર્ચા કરી લેવી હિતાવહ રહેશે.

વિચાર કરી શકતી કોઈ પણ વ્યક્તિને તમે કહો કે 'ચાલો નવા અને માર્મિક  શબ્દો શોધવાની એક સંસ્થા બનાવીએ', તો તેનો પહેલો વાંધો એ હશે કે આ વિચાર જ પાગલપંતી છે, અને પછી થોડું વિચારીને કહેશે કે જો બરાબર રીતે ઉપયોગ કરતાં આવડે તો  હાલમાં ઉપલબ્ધ આપણા શબ્દો જ પુરતા છે. (જોકે આ આમ તો સૈદ્ધાંતિક વાંધો જ છે. 'શબ્દો બેસતા નથી', 'એણે એમ નહોતું કહ્યું, પણ એ રીતે કહ્યું હતું' વગેરે જેવાં એ લોકો વડે કહેવાતાં આ બધાં સ્વરૂપો દ્વારા, શબ્દોની અધૂરપની સ્વીકાર તો, વહેવારમાં તો બધાં જ, કરતાં હોય છે.) પછી એ તમને આવા કંઈક જવાબ આપશે: ‘એમ પુસ્તકીયાવેડાથી કંઈ કામો ન થાય. ભાષા તો, ફૂલોની જેમ, ધીમે ધીમ જ ખીલે; તેમને મશીનના ભાગોની જેમ ધડાધડ જોડી ન દેવાય; એસ્પૅરેન્ટો જેવી કૃત્રિમ જોડીતોડીને બનાવેલી કોઈ પણ ભાષા આગવાપણાં કે જીવનવિહોણી જ લાગે; શબ્દનો આખો અર્થ ધીમે ધીમે સંધાન પામતાં સાહ્ચર્યમાં જ છે' વગેરે.

સૌ પહેલી વાત તો એ કે, જેમ કોઈ પણ ફેરફાર કરવાની વાત આવે  ત્યારે જે કહેવું હોય લાંબીલચક દલીલો વડે કહેવામાં આવે તેવી આ દલીલ છે.અત્યારે સુધી આપણે ચાહી કરીને નવા શબ્દો ઘડવા કદી બેઠાં નથી, અને બધી જીવંત ભાષાઓ ધીમે ધીમે અને અનિયમિતપણે જ વિકસી છે; એટલે ભાષાનો વિકાસ બીજી કોઈ રીતે થાય જ નહીં. અત્યારે, આપણે જ્યારે ભૌમિતિક વ્યાખ્યાની ઉપરની કોઈ વાત કહેવા માગતા હોઈએ ત્યારે આપણે જુદા જુદા અવાજો કે સંદર્ભો અને સંબંધોની કાળાકારીગીરીઓ કરવી પડે છે; એટલે શબ્દોની સહજ પ્રકૃતિની આ આવશ્યકતા છે. એટલે, અપ્રસ્તુત તારણ તો દેખીતું જ છે.

એક વાતનું ખાસ ધ્યાન રહે કે હું જ્યારે ભાવાત્મક શબ્દોની વાત કરૂં છું ત્યારે આપણી ચાલુ પ્રણાલીમાં જ થોડો વધારો કરવાની વાત કરૂં છું, કેમકે આપણ નવા શબ્દો તો ઘડતાં જ હોઈએ છીએ. એરોપ્લેન અને બાઈસાયકલ શોધાયાં તો આપણે સ્વાભાવિકપણે જે તેમના માટે નવાં નામ પણ શોધ્યાં. અત્યાર સુધી જેનું નામ નથી તેનું નામ આપવું એ એક જ પગલું ભરવાની વાત છે. તમે મને એમ પૂછો કે 'તમને મિ. સ્મિથ કેમ પસંદ નથી?' અને હું જવાબમાં કહું કે 'કેમકે એ જુઠો છે, બીકણ છે, વગેરે' તો ખરેખર તો મારૂં આ કારણ ધરાર ખોટું જ હશે. મારા મનમાં જે જવાબ ચાલી રહ્યો હશે તે તો 'એ તો …….પ્રકારનો માણસ છે' હશે, જે હું સમજું છું અને તેમને તે મુજબ જ એ કહી શકું તો જ તમે સમજી શકો. આવી સ્થિતિમાં તેને એક નામ દઈ દેવું શું ખોટું છે?

મુશ્કેલી માત્ર શેનું નવું નમ નક્કી કરવું એ નક્કી કરવાની જ છે. પરંતુ આ મુશ્કેલી ઊભી થાય તેના બહુ પહેલાં જ નવા શબ્દો શોધી કાઢવાના વિચારથી જ વિચાર કરી શકતાં લોકો તો આઘાં થઈ જાય છે. એ લોકો ઉપર જણાવી એવી દલીલો કરશે કે સવાલની સામે સવાલ કરતા ઉપહાસભર્યા ચેનચાળા કરશે. ખરેખર તો આ બધી દલીલો અર્થહીન છે. ઉપહાસનું કારણ છે ઊંડેથી ઊઠતી, જેનું મૂળ પાખંડમાં છે, એવી સાવ અતાર્કિક, જન્મજાતવૃત્તિ. એ એવી એક ભાવના છે કે કોઈ સમીકરણનો ઉપાય શોધતાં હોઇએ એમ જીવનની મુશ્કેલીઓનો તાર્કિક ઉપાય શોધવાના પ્રયાસ કરવાથી કંઈ જ વળતું નથી, એટલું જ નહીં,  અસલામત પણ છે.

આમ જોઈ શકાય છે કે દરેક જગ્યાએ આ વિચાર ગોળગોળ ભાષામાં રજૂ થતો હશે. 'દરેક વાતને ગુંચવવાની આપણી રાષ્ટ્રીય પ્રતિભા વિશે થતો બડબડાટ અને બુદ્ધિની કડકાઈ અને સ્વસ્થતાની સામે ઉમળકાથી થતી ઈશ્વરવિહિન રહસ્યવાદથી વાતો અર્થ, વાસ્તવમાં, એટલો જ કે વિચાર કરવામાં સલામતી નથી. મને ખાત્રી છે કે આ ભાવનાની શરૂઆત બાળકોમાં જોવા મળતી એ સર્વસામાન્ય માન્યતામાં છે કે મગરૂરીથી માની લેવાની ધૃષ્ટતા કરનારને શિક્ષા કરવા માટે ભૂતપિશાચો હવામાં ભર્યાં પડ્યાં છે.[[1]] મોટાં થતાં બહુ વધારે પડતાં તાર્કિક થવા સામે આ ભય ટકી રહે છે. હે મારા ઈશ્વર હું તો ઈર્ષાળુ દેવ છું, પડીશ પણ મગરૂરી નહીં છોડું, વગેરે. સૌથી વધારે ખતરનાક સ્વમાન બુદ્ધિશાળી હોવાનાં ખોટાં ગુમાનનું છે. ડેવિડને એટલે સજા થઈ કે તેણે લોકોને આંકડો આપીને ગણ્યાં - એટલેકે તેણે પોતાની બુદ્ધિનો વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કર્યો. 

+                      +                      +                      +

વ્યક્તિના મનના વિચારો અથઃતથ રજુ કરી શકે એવી સક્ષમ ભાષા કરવા માટે નવા શબ્દો ચાહી કરીને શોધવા જોઈએ એવા પૂર્વસિદ્ધાંતને મજબુત કરવા અમાટે કરીને જ્યોર્જ ઑર્વેલે એ સિદ્ધાંત વિરુદ્ધના કેટલાક વાંધાઓ રજુ કર્યા. એ વાંચતાં વાંચતાં વાંચતાં જ આપણા મનમાં જો કો શંકા એક વાંધો હોય તો લગભગ તો ઓગળી જ ગયો હશે.

હવે પછી આપણને પણ તેમને પક્ષે અંકે કરી લેવા જ્યોર્જ ઑર્વેલ શું રજુઆત કરશે તે જાણવાની ઉત્સુકતા હોય તે તો સ્વાભાવિક જ છે…….

+                      +                      +                      +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, New Wrodsનો આંશિક અનુવાદ 


[[1]] વાતનું મૂળ એ છે કે બહુ આત્મવિશ્વાસી થશો તો ભૂતપિશાચો તમારા પર તુટી પડશે. એટલે જ છોકરાંઓ માને છે કે માછલીને ગલમાં ફસાવતાંવેંત એમ જાહેર કરી દેશો કે 'ફસાણી છે' તો માછલી જરૂર છટકી હશે. તમારો વારો આવે તે પહેલેથી જ પૅડ પહેરીને બેસશો તો પહેલા જ બૉલે આઉટ થશો. આવી માન્યતાઓ, મોટે ભાગે, મોટાં થતાં સુધી જળવાઈ રહે છે. મોટાં લોકો થોડાં ઓછાં અંધવિશ્વાસુ એટલે હોય કે આસપાસનાં વાતવરણ પર એ લોકોનો પ્રભાવ થોડો વધારે હોય છે. યુદ્ધ, જુગાર જેવી જે જે વિષમ પરિસ્થિતિઓમાં જેમ જેમ તમે શક્તિહીન થશો  તેમ તેમ તમે વધારે અંધશ્રધ્ધાળુ હશો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો