બુધવાર, 20 એપ્રિલ, 2022

નવા શબ્દો (૧૯૪૦) - [૨] - જ્યોર્જ ઑર્વેલ

નવા શબ્દો (૧૯૪૦) / New Words [૧] થી આગળ

જે સ્થાનો પર સીધો હુમલો શક્ય ન હોય તેના પર બાજુએથી હુમલો કરવામાં આવે એવું જ 'કલ્પનાસભર' લખાણોનું પણ છે. જો લેખક કંઈક 'ટાઢુંમીઠું' 'બૌદ્ધિકતાભર્યું' ન લખે તો તેના મૂળ અર્થના શબ્દોથી તો કોઈ જ અર્થ જ ન સરે. જે કંઈ થોડી ઘણી અસર તે ઉપજાવી શકે તે ચાલાક ગોળગોળ રીતે વપરાયેલા શબ્દોથી જ શક્ય બને છે. એ માટે વક્તાએ જેમ પોતાના શબ્દોના સૂર અને તેની સાથેના તેના હાવભાવ પર આધાર રાખવો પડે છે તેમ લેખકે શબ્દોના સુરની લયની ઉતરચડનો સહારો લેવો પડે છે. કવિતાની બાબતમાં તો આ એટલું જાણીતું છે કે તેની ચર્ચા ન કરીએ તો પણ ચાલે. કવિતાની થોડીક સમજણ જેને છે તે માનશે કે
The mortal moon hath her eclipse endured, મરણતોલ ચંદ્ર તેનું ગ્રહણ સહે,
And the sad augurs mock their own presage[1] અને ગમગીન પોતાનાં ભાખેલાં શુકનનો ઠઠ્ઠો કરે
માં વપરાયેલા શબ્દોનો શબ્દકોષીય અર્થ છે તે જ અર્થ અહીં કરાયો છે. (ઘણા વિદ્વાનો આ બે પંક્તિનો અર્થ ‘રાણી એલિઝાબેથના અણીના સમયે જોખમમાંથી બચી ગયાં’ એવો અર્થ કરે છે.)

શબ્દકોષીય અર્થને લગભગ તો ખરા અર્થ સાથે કંઈક તો સંબંધ હોય જ છે. પરંતુ એ સંબંધ ચિત્રનાં 'બયાન' અને તેની ડિઝાઇનથી વધારે નથી હોતો. યથોચિત પરિવર્તનો સાથે, આ વાત ગદ્યને પણ લાગુ પડે છે. કોઈ એક એવી નવલકથાનો જ દાખલો લઈએ, જેનાં કથાવસ્તુને જીવનની અંતરંગ બાબતો સાથે કોઈ નિસબત નથ, તે તેઓ એક 'સીધીસાદી કથા' જ છે. મેનન લેસ્કૉટનો જ દાખલો લો. એક બેવફા પ્રેમિકા અને ભાગેડૂ ફ્રેંચ પાદરીની વાત કહેવા માટે લેખકે આવી લાંબી લચક બેઅર્થ કથાવસ્તુ શું કામ ઘડી કાઢી હશે? કારણકે તેને કંઈક ભાવના છે, કંઈક દર્શન છે, કે જે કંઈ કહેવું હોય તે કહે છે, અને તેને ખબર છે કે આ પ્રયોગ પછી, કદાચ,એ દર્શનને જણાવવા માટે જીવશાસ્ત્રનાં પુસ્તકમાં જેમ ક્રેફિશનું વર્ણન કર્યું હોય તેમ વર્ણવવાથી કોઈ અર્થ નહીં સરે. પણ એવું વર્ણન કરવાને બદલે, (પ્રસ્તુત કિસ્સામાં, આવું કંઈક ચિત્રવિચિત્ર સાહસોની કથા જેવું, જે બીજા કૉઇ સમય કાળમાં કંઈ હજુ અન્ય સ્વરુપે પણ કહેવાય એવું ) કંઈક બીજું ખોળી કાઢવાથી પોતે જે કહેવા માગે છે , ભલે કંઈક અધુરૂંપધુરૂં પણ, તે કહી શકશે. લેખનની કળા મહદ અંશે શબ્દોની વિકૃતિ છે. હું તો એમ પણ કહીશ કે જેટલી એ વિકૃતિ ઓછી સુગમ, તેટલું એ સંપૂર્ણપણે કરાયું છે. જે લેખક શબ્દોને તેના અર્થમાંથી તોડી મરોડી રહ્યો હોય (જેમકે જેરાર્ડ મેનલી હૉપકિન્સ) તે ખરેખર તો મરણિયો થઈને તેમને સીધે સીધા જ વાપરવા મથી રહ્યો છે. તેની સામે, જે લેખક, જૂનાં કથાકાવ્યોની જેમ, કોઇ જ ચાલાકી નથી વાપરી રહ્યો એ તો પડખેથી ખાસ આક્રમણ કરી રહ્યો છે. જોકે કથાકાવ્યોના લેખકોએ એમ જાણીજોઈને, સભાનપણે, નથી કર્યું હોતું. વળી, સાંકેતિક ભાષામાં એમ બહુ સાંભળવા મળે છે કે બધી સારી કળા 'નિરપેક્ષ' હોય છે અને દરેક સાચો કલાકાર પોતાનાં મનની વાત પોતાના મનમાં જ રાખે છે. જોકે જે લોકો આવું કહેતાં હોય છે તે પાછું એ અર્થમાં કહેવા નથી માગતાં હોતાં. એ લોકો, કથાકાવ્ય કે 'સિધીસાદી કથા' જેમ જ, પોતાનાં જીવનની અંતરંગ વાતો બહુ જ ગોળ ગોળ ફેરવીને કહે છે,.

તેમાં રહેલી મુશ્કેલીઓ ઉપરાંત, ગોળગોળ લખવાની એક બીજી કચાશ એ છે કે મોટા ભાગે તે નિષ્ફળ નીવડે છે. જો કોઈ ખરેખરો કલાકાર - અને કદાચ તેમન પણ ન હોય - ન હોય તો શબ્દોની તેણે કરેલી એવી કઢંગી ગોઠવણી સતત ખોટૉ રજૂઆતમાં જ પરિણમે છે. હજુ સુધી કોઈએ એવો પ્રેમપત્ર લખ્યો છે ખરો જેમાં તે પોતાની સાચેસાચી લાગણીઓને લખી શકેલ હોય ? લેખક પોતાને જાણ્યે અને અજાણ્યે ખોટો પાડે છે. જાણી જોઈને એટલે કે, શબ્દોની આકસ્મિક લાક્ષણિકતાઓ તેને મૂળ અર્થથી દૂર થવા ડરાવે પણ છે અને લલચાવે પણ છે. તેને એક વિચાર આવે છે, તેને તે વ્યક્ત કરવા કોશિશ કરે છે, અને પછી શબ્દોની જે ડરાવહ અવ્યવસ્થા પેદા થાય છે તેમાં લગભગ અકસ્માત જ એક ભાત ઉભરવા લાગે છે. એ ભાત તેને જોઈએ છે તેવી કોઈ હિસાબે નથી હોતી, પણ તે એટલી અડઘણ કે અણગમતી પણ નથી હોતી; એ 'કળાનો સારો (કહી શકાય એવો) નમૂનો' બને છે. તે પણ એ સ્વીકારે છે, કેમકે 'કળાનો સારો નમૂનો' તો ઈશ્વરીય, રહસ્યમય, દેન હોય છે, અને એ જ્યારે સામે આવી જ ગઈ છે ત્યારે તેનો બગાડ કરવો એ બરાબર નથી લાગતું. એવી રજૂઆતનાં જૂઠમાં જે કળાત્મકતા હોય છે તે 'સાચ'માં નથી હોતી એટલા માટે કરીને આખા દિવસ દરમ્યાન બોલવામાં કે લખાણમાં તેનાં દાખલ થઈ જવા બાબતે કોઈ ખરેખર, પ્રમાણિકપણે, સભાન હોય એવું જોવા મળે છે ખરૂં? અને છતાં લંબાઈ ગુણ્યા પહોળાઇ સમાંતરભુજ ચતુષ્કોણનાં ક્ષેત્રફળ બરાબર થાય છે એટલી પૂર્ણતાથી અને એટલી ચોકસાઈથી શબ્દ અર્થને રજુ કરી શકતો હોત તો, કમસે કમ, જૂઠનો આશરો લેવાની કદાચ જરૂર જ ન પડે.

આટલું ઓછું હોય તેમ વાંચક કે શ્રોતાના મનમાં ખોટાં અર્થઘટનોની પડેલી રજૂઆતો તો હજૂ ઊભી જ છે, કેમકે શબ્દો વિચારોના સીધા વાહક ન હોવાને કારણે, જે અર્થ અભિપ્રેત નથી એ જ અર્થ એ સતત જોયા કરે છે. આનું સુંદર ઉદાહરણ વિદેશી ભાષાની કવિતાની આપણી, તથા કથિત, મુલવણી છે. Vie Amoureuse du Docteur Watson (ડૉ.વૉટસનનું પ્રેમમય જીવન)ના વિદેશી વિવેચકોએ કરેલ અર્થઘટનો દ્વારા આપણે જાણી શકીએ છીએ કે વિદેશી સાહિત્યને ખરેખરૂં સમજવું લગભગ અશક્ય છે; તેમ છતાં અજ્ઞાન લોકો વિદેશી , અને મૃત ભાષા સુધ્ધાંમાંથી બહુ મજા પડે છે એમ દાવો કરે છે, અને મજા લે પણ છે. બહુ સ્પષ્ટ છે કે તેઓ જે આનંદ મેળવે છે તે લેખકે કદી પણ ધાર્યો નથી હોતો. તેને જો ખબર પડે કે તેણે ન કલ્પેલી વાતનો તેનાં વાંચકો આનંદ લૂંટી રહ્યાં છે તો કબરમાં પડ્યે પડ્યે તેનો જીવ અમળાયા વગર ન રહે. હું મારી જાતને 'હમણાં સુધી મેં પેમ માટેની લડાઈઓને અનુકૂળ આવે તેવી રીતે જીંદગી જીવી (Vixi puellis nuper idoneus[2]) કહ્યાંપછીથી, 'અનુકૂળ (idoneus) શબ્દની મજા માણવા, મેં એ વાક્ય પાંચ મિનિટ સુધી ઘૂંટ્યે રાખ્યું. છતાં, સમય અને સંસ્કૃતિના મોટા તફાવતને, તેમ જ લેટિનનાં મારાં અજ્ઞાનને અને લેટિનનો ઉચ્ચાર કેમ કરાય છે તે પણ કોઈને ખબર નથી એ હકીકતને પણ ગણતરીમાં લેતાં, શું એ શક્ય છે કે જે મજા હું અનુભવી રહ્યો છું તે અસર હોરેસે ઊભી કરવા ધાર્યું હશે? આ તો એના જેવું હતું કે હું ચિત્રના હર્ષોન્માદમાં હતો, એવાંમાં અકસ્માત જ ચિત્ર દોરાયાના બસો વર્ષ પછી એના પર રંગનો કુચડો ફરી વળે. નોંધ લેજો કે હું નથી કહી રહ્યો કે શબ્દો જો વધારે ખાતરીપૂર્વક અર્થ વ્યક્ત કરે તો કળામાં સુધારો થઈ જાય. હું જાણું છું ત્યાં સુધી તો ભાષાની કચાશ અને સંદિગ્ધતા પર જ કળા ખીલે છે. હું માત્ર વિચારોનાં વહનનાં માધ્યમ તરીકે શબ્દોનાં તેમનાં માની લીધેલ કામનું વિવેચન કરૂં છું. અને મને એવું જણાઈ રહ્યું છે કે ચોકસાઈ અને અભિવ્યક્તિની દૃષ્ટિએ આપણી ભાષા હજુ પાષાણ યુગમાં જ છે.

+                      +                      +                      +

વિચારોની અભિવ્યક્તિ માટે કે કળાની અંદર રહેલાં કળાતત્ત્વને સમજાવવા માટે વપરાતી ભાષામાં શબ્દોના શબ્દકોષીય અર્થને, જાણ્યેઅજાણ્યે, તોડીને જ વપરાતા મળે છે એવી ભારપૂર્વકની રજૂઆત જ્યોર્જ ઑર્વેલે અહીં કરી છે.

સામાન્યપણે આપણો પણ એવો અનુભવ છે જ કે શબ્દોનાં શણગારરૂપી ઉપયોગને કારણે આપણને એ ગદ્ય કે પદ્ય સીધી આદી શૈલીમાં લખાયેલ વાત કરતાં વધારે આકર્ષક લાગે છે.

જ્યોર્જ ઑર્વેલ પણ શબ્દો અને ઉદાહરણોની આવી શૃગારમય રજૂઆત મઢેલી પૂર્વભુમિકાથી લેખને માટ્ર વધારે રસપ્રદ બનાવે છે કે રસ તરબોળ કરીને પછી પ્યાલો એક ઝાટકે ઝુંટવી લેવાની પેરવી ગોઠવે છે એ જાણવાની ઉત્કંઠા તો જરૂર જાગૃત થઈ ગઈ છે.

પરંતુ તેમણે શું ધાર્યું છે તે જાણવા આપણે આખો લેખ તો વાંચવો જ રહ્યો..

+                      +                      +                      +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, New Wordsનો આંશિક અનુવાદ

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

[1] Shakespeare’s Sonnets - Sonnet 107 - જે ઘટના વિનાશક નીવડવાની શક્યતા હતી તે વાસ્તવમાં અદભુત નીવડે છે એવી ઘટનાને આ સૉનેટ ઉજવે છે. આ નવા સમયમાં કવિનો પ્રેમ પણ તાજોમાજો થઈ રહે છે.- અને Notes for Shakespeare's Sonnet 107

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો