બુધવાર, 29 જૂન, 2022

હર્મન હેસ્સનો વૃક્ષોને ૧૦૦ વર્ષ પહેલાંનો પ્રેમપત્ર

                                                            વૃક્ષો - હરમન હેસ્સ


હરમન હેસ્સ
(૨ જુલાઈ ૧૮૭૭ - ૯ ઓગસ્ટ ૧૯૬૨)ના ટુકડાઓના ૧૯૨૦માં પ્રકાશિત થયેલ સંગ્રહ, Wandering: Notes and Sketches,માંથી

તેમની સૌથી ઊંચી ડાળોમાં વિશ્વનો મંદ મંદ રવ છે, તેમનાં મૂળમાં અનંતનો વાસ છે; પણ એટલાં  જે લોકો પોતાને ખોઈ નથી બેસતાં. પોતાની અંદર રહેલ જીવનની પુરી તાકાતથી પોતાના નિયમોથી પોતાને પરિપૂર્ણ કરવા, પોતાની ઓળખને રજુ કરવા માટે જ તેઓ લડે છે. એક મજબુત, સુંદર વૃક્ષથી વધારે પવિત્ર કે વધારે ઉદાહરણીય કાંઇ જ નથી.

મારા માટે વૃક્ષો હંમેશાં સૌથી વધારે ઊંડે સુધી ઉતરતા ઉપદેશકો રહ્યં છે.  એમને જ્યારે જંગલો અને ઝાડીઓમાં સમુહમાં અને કુટુંબો સાથે જોઉં છું ત્યારે મને તેમના માટે આદરભાવ થાય છે.એમને વળી એકલાં ઊભેલાં જોઉં છું ત્યારે તો એ આદરભાવ વધી જાય છે. એ લોકો ત્યારે એકાકી વ્યક્તિ જેવાં લાગે છે. એ એકાકીપણું સંન્યાસીઓના જેવું નથી  જે તેમણે કોઈ કચાશમાંથી ચોરી લીધું હોય પણ નિત્ઝે કે બીથોવન જેવા કોઈ મહાન વ્યક્તિનાં એકાન્ત જેવું હોય છે. તેમની સૌથી ઊંચી ડાળોમાં વિશ્વનો મંદ મંદ રવ છે, તેમનાં મૂળમાં અનંતનો વાસ છે; પણ એટલાં  જે લોકો પોતાને ખોઈ નથી બેસતાં. પોતાની અંદર રહેલ જીવનની પુરી તાકાતથી પોતાના નિયમોથી પોતાને પરિપૂર્ણ કરવા, પોતાની ઓળખને રજુ કરવા માટે જ તેઓ લડે છે. એક મજબુત, સુંદર વૃક્ષથી વધારે પવિત્ર કે વધારે ઉદાહરણીય કાંઇ જ નથી. :કપાયેલું વૃક્ષ પોતાના થડમાં કોતરાઈ ગયેલાં વલયોના ઉઘાડા ઘામાં તેમના સઘર્ષો, બીમારીઓ, પીડાઓ, તેના પર થયેલા હુમલાઓ અને વાવાઝોડાંના માર સહન કર્યા છતાં સંકાડાયેલાં છતાં આરામદાયક વર્ષોમાં અનુભવેલાં તેનં સુખ અને સમૃદ્ધિના ઇતિહાસ રજુ કરી દે છે. દરેક ખેડૂતપુત્રને ખબર છે કે સૌથી વધારે કઠણ અને ઉમદા વૃક્ષનાં વલય સૌથી નાનાં હોય છે અને પર્વતોમાં ઊંચે, સતત જોખમોની વચ્ચે સૌથી વધારે અનાશ્ય, સૌથી વધારે મજબૂત અને સૌથી વધારે આદર્શ વૃક્ષો ઊગે છે.

વૃક્ષો અભયારણ્યો છે. તેમની સાથે જેમને વાત કરતાં આવડે છે, તેમને સંભળતાં જેમને આવડે છે, તેઓ સત્ય જાણી શકે છે. તેઓ વિદ્વતા કે જીવનબોધના ઉપદેશ નથી આપતાં, એ લોકો તો, વિગતોથી વ્યાકુળ થયા સિવાય,જીવનનો પ્રાચીન નિયમ ઉપદેશે છે.

વૃક્ષ કહે છે : મારો વિશ્વાસ મારી તાકાત છે.મને મારા પૂર્વજો વિશે કંઇ ખબર નથી, મારામાંથી દર વર્ષે પેદા થતાં હજારો સંતાનો વિશે પણ મને કંઇ ખબર નથી. મારાં બીજનાં રહસ્ય સાથે હું અંત સુધી જીવી જાઉં છું, અને તે સિવાય મને બીજાં કશાંની પરવા પણ નથી. મારામાંના ઈશ્વર પર મને શ્રધ્ધા છે. એ શ્રદ્ધાંના જોરે હું જીવું છું. I

જ્યારે આપણા પર વિપદા પડે છે અને જીવન અકારૂં થઈ પડે છે, ત્યારે વૃક્ષ પાસે આપણને કહેવા માટે કંઈક છે: શાંત થાઓ! શાંત થાઓ! મારી સામે જૂઓ ! જીવન સહેલું નથી, ને એટલું અઘરૂં પણ નથી. આ બધા બાલિશ વિચારો છે.… ઘર અહીં નથી કે ત્યાં પણ નથી. ઘર તો તમારી અંદર છે, અને નહીં તો બીજે ક્યાંય છે જ નહીં.

સાંજના પવનમાં હું જ્યારે વૃક્ષોના સરસરાટ સાંભળું છું ત્યારે મનમાં  પણ રખડવા નીકળી પડવાની તીવ્ર ઈચ્છા મારાં હૃદયને ચીરવા લાગે છે. લાંબા સમય સુધી જો કોઈ તેમને સાંભળે તો આ અદમ્ય ઇચ્છા તેનું મૂળ,તેનો અર્થ, છતું કરે છે. કદાચ એવું લાગે પણ પોતાની વેદનાથી ભાગી છૂટવાની એમાં કોઈ વાત નથી. એ તો ઘર માટેની ઝંખના છે, માની યાદ માટેની ઝંખના છે, જીવનનાં નવાં રૂપકો માટેની ઝંખના છે. એ ઘર  તરફ દોરી જાય છે. દરેક રસ્તો ઘર તરફ જાય છે, દરેક પગલું નવો જન્મ છે, દરેક પગલું મૃત્યુ છે, દરેક કબર માતા છે.

એટલે જ્યારે આપણે આપણા બાલિશ વિચારો સાથે તેમની સામે ઊભાં હોઈએ છીએ ત્યારે સાંજે વૃક્ષ લહેરાય છે : આપણા કરતાં જેમ તેમની આવરદા લાબી હોય છે તેમ જ વૃક્ષોની યાદદાસ્ત લાંબી હોય છે, શ્વાસોચ્છ્શ્વાસ ઊંડા અને રાહત કરનારા હોય છે. જ્યાં સુધી આપણે તેમને સાંભળતાં નથી ત્યાં સુધી તેઓ આપણા કરતાં વધુ ડહાપણ ધરાવતાં હોય છે. પણ જેવું આપણે વૃક્ષોને સાંભળવાનું શીખી જઈએ છીએ, આપણા વિચારોનું લાઘવ, આપણી ઝડપ અને આપણા વિચારોની બાળસહજ ઉતાવળ અજોડ ખુશી સિદ્ધ કરી લે છે. જે કોઈ વૃક્ષને ધ્યાનથી સાંભળવાનું શીખી જાય છે તે ક્યારે પણ વૃક્ષ બનવા નથી ઈચ્છતું. પોતે જે છે તે સિવાય એને બીજું કંઈ જ બનવું નથી. એ ઘર છે. એ ખુશી છે.

નતાશ્ચા મૅકેલ્હોને હર્મન હેસ્સની આ ગદ્ય કવિતા ફિલ્મનિર્માતા બ્યૂ કેરોઆક નિર્મિત શ્રેણી Wander   માટે ક્યૂ સ્થિત રોયલ બટૅનિકલ ગાર્ડનની સૈરનું વર્ણન કરવા પઠન કર્યું હતું.[1]

Perspective by Maria Popova


The Marginalian, પરના મારીઆ પૉપોવાના અસલ અંગ્રેજી લેખ, Wander: Natascha McElhone Reads Hermann Hesse’s 100-Year-Old Love Letter to Trees in a Virtual Mental Health Walk Through Kew Gardensમાંથી હરમન હેસ્સના વૃક્ષોને ઉદ્દેશાયએલા પત્રનો અનુવાદ



[1] [1] Wander Episode 4 - Natascha McElhone at Royal Botanic Gardens, Kew


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો