શુક્રવાર, 15 જુલાઈ, 2022

૧૦૦ શબ્દોની વાત : મગ્ન રહી રહીને પણ કાર્યરત રહેવું

તન્મય વોરા

ધ્યેય, લક્ષ્ય, બાહ્ય ઇનામો, બીજાં દ્વારા સ્વીકૃતિ કે આપણા અહંને સંતોષતી કોઈ પણ બાબત જેવી 'ત્યાં બળતા દીવા'ની ચિતા કરવાની સાથે સાથે અત્યારે જે કામ હાથમાં છે તેમાં મગ્ન જઈ થઈને કામને ન માણી શકવાની ઠંડી ન ઉડાડી  શકીએ. 

બીજાં લોકોને વધારે સારી અનુભૂતિ થાય તેવું કાર્ય /કળા સિદ્ધ તો જ થાય જો વાતાવરણમાં 'અહં'ને બદલે 'નિજાનંદ'ની મસ્તી ફેલાયેલી હોય. એવું થાય ત્યારે આખા ખેલમાંથી 'સ્વ' ખસી જાય છે : સ્વ તો માત્ર આંતરસ્ફુરણાને કામનાં સ્વરૂપમાં ભળી જવા દેવા માટેનું માધ્યમ માત્ર છે. 

જો/જ્યારે આમ થાય, ત્યારે ઇનામો કે કદર મૂળ પ્રવૃત્તિ બનવાને બદલે પ્રવૃતિઓની આડ પેદાશ બની રહે છે.


અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો