બુધવાર, 3 ઑગસ્ટ, 2022

કેટકેટલા દેવોને આપણી ન્યાય વ્યવસ્થાએ રીઝવવાના ? - દેવદત્ત પટ્ટનાઈક

હું બરાબરનો ગુંચવાઈ ગયો છું. અખબારપત્રોના અહેવાલો મુજબ, કહેવાય છે કે દિલ્હી હાઈ કૉર્ટે પુરુષમાંથી સ્ત્રી બનેલ ટ્રાંસજેન્ડર લોકોના હક્કોનાં રક્ષણ માટે નિર્ણયો લીધ છે. તે સાથે જ, સુપ્રીમ કૉર્ટે સમલિંગી કામુકતા (હોમોસેક્સ્યુઆલિટી)ને સામાજિક અનિષ્ટઃ ગણાવીને ગૅ ભારતીય રાજકુંવર પરની ફિલ્મને, સેન્સર બૉર્ડે પસાર કર્યા પછી પણ, અભરાઈએ ચડાવી દીધી છે. શું ચાલી રહ્યું છે એ જ નથી સમજાતું. મિડિયા આપણને ગુંચવે છે? કે પછી ન્યાયતંત્ર ગુંચવાઈ ગયેલ છે? કે પછી વિલક્ષણ વિષયો પરની વાત આવે એટલે એ માત્ર, આપણું જૂનું અને જાણીતું, નનૈયાસૂચક ડોકું જ હલાવે છે?

આ લેખ લખવો કે નહીં? એક કટારલેખકે જે કરવું જોઈએ તે હું કરૂં તે માટે મારા પર રાજદ્રોહનો આક્ષેપ તો નહીં લગાડી દેવાય? જોકે મહારાષ્ટ્ર હાઈ કૉર્ટે રાજ્ય સરકારના એ આદેશને ખારીજ કરી દીધો છે જેના હેઠળ રાજ્ય કે સરકારની વિરૂધ્ધ કંઈ પણ બોલવા માટે જેલના સળીઆ ગણવાના વારા આવતા હતા. એ ચુકાદા સાથે સુપ્રીમ કૉર્ટ સહમત છે ખરી? કોને ખબર? દિલ્હી હાઈ કૉર્ટના કલમ ૩૭૭ના ચુકાદાનું તો તેમણે ખંડન નહોતું કરી દીધું ? એક કૉર્ટે(ધાર્મિક મલાગણીઓ માટે કારીને) ગૌ હત્યા પર પ્રતિબંધ મુકેલો તો બીજી કોર્ટે (ધાર્મિક લાગણીઓસર જ) બકારાનો બલિ ચડાવવા માટે સહમતિ નહોતી દર્શાવેલ? એક કૉર્ટે દુષ્કૃત્યને ગુનો ગણ્યો તો બીજી કૉર્ટે ચોખવટ નહોતી કરી કે એમાં વૈવાહિત પતિ-પત્ની વચ્ચે થતો મરજી વિરૂધ્ધનો સંભોગ ન આવરી લેવાય ? આ એવો ગુંચવડાભર્યો સમય છે જેમાં શાંતિ જોઇતી હોય તો તાબે થઈ જવું એ જ એક સ્વીકૃત ઉપાય છે - પછી ભલે ને તે સહિષ્ણુતા અને સહઅસ્તિત્વના સિધ્ધાંતથી અલગ જ ચીલો કેમ ન હોય !

આધુનિક ન્યાય વ્યવસ્થાને ન્યાયનાં ગ્રીક દેવી જુસ્ટિશિઆથી પ્રેરિત થઈને એક હાથમાં ત્રાજવું અને એક હાથમાં તલવાર લઈ, આંખે પાટા બાંધીને ઊભેલી દેવીના સ્વરૂપે જોવામાં આવે છે. પરંતુ તેનાં મૂળ તો એક ઈશ્વર એક આદેશ સમુહ, જીવનની એક માત્ર સાચી રીત ની અબ્રાહમી વિચારધારામાં છે. આપણે, ભારતનાં પ્રજાજનોએ, તે આજના ચંચળ, અનિશ્ચિત, સંકુલ અને સંદિગ્ધ - VUCA (volatile, uncertain, complex, ambiguous)- સમય કાળમાં સહિષ્ણુતા અને વૈવિધ્ય પર નીખરી રહેલ રાષ્ટ્રની જરૂરિયાતોને અનુકૂળ છે કે નહીં તે વિચાર્યા વિના જ તેને અપનાવી લીધેલ છે. પરિણામ એ આવ્યું છે કે એક તરફ પ્રખર 'ધાર્મિક' સુધારાણાવાદીઓથી લઈને 'બિનસાંપ્રદાયિક' કર્મશીલોથી લઈને 'નિષ્પક્ષ' ન્યાયધીશો અને વકીલો વચ્ચે અસહિષ્ણુતા અને એકરૂપતાનાં ચલણને ટેકો કરવાનું ચલણ જોઈ રહ્યાં છીએ. બધાં એવું જ માને છે કે તેમની જ રીત એ એક માત્ર સાચી રીત છે!

એટલે જે વ્યક્તિએ કદી પણ રતિ ક્રીડાનો અનુભવ નથી કર્યો એ નક્કી કરે છે કે પુરુષ સાથે કામક્રીડા કરતા પુરુષ કે સ્ત્રી સાથે કામ ક્રીડા કરતી સ્ત્રીનું ભારતનાં બંધારણમાં કોઈ સ્થાન નથી, વળી આપણું ન્યાયતંત્ર પણ એ અભિપ્રાયની પુષ્ટિ કરે છે. અને જે સ્ત્રીને ખબર જ નથી કે એક પુરુષનાં શરીરમાં ફસાઈ પડેલ એક સ્ત્રી કે એક સ્ત્રીનાં શરીરમાં ફસાઈ પડેલ સ્ત્રી શું અનુભવે છે તે ટ્રાંસજેન્ડર લોકોનું ભવિષ્ય નક્કી કરે છે. આ અસહિષ્ણુતાના મૂળમાં એકેશ્વરવાદના એક માત્ર સત્યની માન્યતા ઘર કરી બેઠી છે.

૧૯મી સદીમાં યુરોપિયનો માનતા હતા કે સમાજે પૌરાણિક કથાઓ (અનેક દેવવાદ)માંથી ધર્મ (એક દેવવાદ) તરફ ખસી જવું જોઈએ. પરિણામે મિશનરીઓએ ખુબ જોસમાં આફ્રિકા, એશિયા અને અમેરિકાની તળ પ્રજાને ખ્રિસ્તી ધર્મમાં પળોટવાનૂં કામ ઉપાડી લીધું. તેના એક પરિપાક રૂપે ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પણ અનેકેશ્વરવાદી વેદોને બદલે એકેશ્વરવાદી ભગવદ ગીતાને હિંદુ ધર્મના પવિત્ર ગ્રંથ તરીકે માન્યતા આપી. પરંતુ ૨૦મી સદીના અંતમાં એક ઈશ્વરને બદલે કોઈ ઈશ્વર નહીં (નિરીશ્વરવાદ)ચલણી બનવા લાગ્યો. આમ તો આ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણનું એક તર્કસંગત પરિણામ કહી શકાય. જોકે, તે સાથે જ, અહીં નિહિલવાદ (કંઈ જ સત્ય નથી)અને ફાસીવાદ (એક જ સત્ય છે)નો પણ અસ્વીકાર હતો અને તેની જગ્યાએ ઉદારમતવાદ (અનેક સત્યો છે)નો પ્રચાર થવા લાગ્યો. અહીં 'ઈશ્વર'ની જગ્યાએ 'વિચાર'ને મુકી દેશો તો હવે નિરિશ્વરવાદ અપરિપક્વ જણાશે, એકેશ્વરવાદ ડરામણો લાગશે પણ અનેકેશ્વરવાદ પૌરાણિક વિદ્યાનું સૌથી વધારે પરિપક્વ સ્વરૂપ જણાશે.

હિંદુ ધર્મ એકેશ્વરવાદી નથી તેમ જ અનેકેશ્વરવાદી પણ નથી.મૅક્ષ મ્યુલરે એકૈકાધિદેવવાદ, (ક્રમિક દેવ પૂજાવાદ) શબ્દપ્રયોગ પ્રયોજ્યો,જે મુજબ દેવોની એક પછી એક પૂજા કરવામાં આવે અને જ્યારે જેની પૂજા થતી હોય તેમાં બધા જ દેવો આવી જાય. આમ જ્યારે દુર્ગાની પૂજા કરવામાં આવે છે ત્યારે તે સમગ્ર વિશ્વનો સમાવેશ કરી લે છે, ગણેશની પૂજા કરવામાં ત્યારે તેમાં સમગ્ર વિશ્વ સમાઈ જાય છે. હિંદુ ધર્મમાં નિરિશ્વરવાદને પણ ઇશ્વરવાદ (ઈશ્વર છે તેવી વિચારસરણી)સાથે અસ્તિત્વ ધરાવવા મળે છે. જ્યારે ખરેખર ઈશ્વરનાં દર્શન ન થતાં હોય ત્યારે રૂપકોથી કામ ચલાવી લેવામાં આવે. બધાંએ ઈશ્વરની કોઈ એક વ્યાખ્યા સાથે સહમત થવાની પણ જરૂર નથી. સત્યનાં વિવિધ સ્વરૂપો એક સાથે અસ્તિત્વ ધરાવી શકે છે.

હિંદુ ધર્મની મૂળભુત વિચારસરણી આપણે જે આજે ન્યાયતંત્રની જે વ્યવસ્થા જોઈ રહ્યાં છીએ - જેમાં રાષ્ટ્ર એક એવા ઉત્સાહી દેવતાની ભૂમિકા છે જે લૈંગિક લઘુમતી, માંસ વેંચીને પેટીયું રળતો નાગરિક કે ગાયનું માંસ ખાનારા જેવાં જે પોતાને અપ્રસ્તુત જણાય છે તેને તે નર્કમાં જ ધકેલી દે છે. જે લોકો 'હિંદુ ધર્મને પાશ્ચાત્ય ઉદારમતવાદીઓથી બચાવવા માગે છે' તેઓ પણ આ જ અબ્રાહમી વિચારસરણીનું અનુકરણ કરી રહ્યાં છે. એમને ડોકું હલાવીને અડધી હા કે અડધી ના કહેવાની ભારતીય પ્રથા પણ નથી ગમતી. લૈંગિક સંદિગ્ધતા કે કામુકતાને માણતાં અને તેમની સાથે બરાબર ગોઠવાઈ ગયેલાં હિંદુ દેવી દેવતાનું નામ પડતાં જ તેઓ ભડકી ઊઠે છે. તેમને તો ઠેર ઠેર નિષેધ જ ફરમાવતા રહેતા 'બાન'-એશ્વર (Ban-eshwar\'નિશેધ'-એશ્વર) જ સિવાય કોઈ બીજું દેખાતું નથી.

એ દેવતાની પણ પોતાની અગત્ય જરૂર છે. તેમને પણ સમાવવા જોઈએ. પણ એટલાજ અગત્યના મુક્ત-એશ્વર (Mukt-eshawar) છે, જે બધાંને મુક્તિ પ્રદાન કરે છે. આપણે એ યાદ રાખવું જોઈએ કે ખ્રિસ્તી ધર્મમાં જજમેન્ટ ડે કે ઇસ્લામમાં ક઼યામતના દિવસનું જે મહત્ત્વ છે તેટલું મહત્ત્વ હિંદુ પુરાણ વિદ્યામાં નથી. હિંદુ ધર્મમાં કંઈ જ શાશ્વત નથી - ન તો શાસક કે ન તો ફરમાનો કે ન તો સ્વર્ગ કે ન તો નર્ક. દર વર્ષે આહવાન આપીને બોલાવાતા અને માનપાનથી સ્થાપના કરાતા અને છેલ્લે પછી સમુદ્રમાં વિસર્જન કરાતા હિંદુ દેવતાઓની જેમ, એ બધાં પણ આવે છે, અને જશે પણ.
  • dailyo.in માં ૨૪ સપ્ટેમ્બર૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, How many gods must our judicial system please?  નો અનુવાદ | પ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો