શુક્રવાર, 12 ઑગસ્ટ, 2022

૧૦૦ શબ્દોની વાત : નિર્ધાર મક્કમ હોય તો મારગ તો મળે (જ)

તન્મય વોરા

જીવનમાં કે કામમાં, જ્યારે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવાનો આવે ત્યારે આપણી પહેલી સાહજિક પ્રતિક્રિયા ફરિયાદ કરવાની, કે બીજાંને દોષ દેવાની કે પછી બાહ્ય સંજોગો સામે લાચારી બતાવવાની હોય છે.

જો એમ કરવાથી સમસ્યા આપણી સમક્ષ સ્પષ્ટ થતી હોય કે મ કરવાથી સમસ્યાનો  સ્પષ્ટ સ્વીકાર કરી શકાતો હોય તો તો વાંધો નહીં. પણ મોટા ભાગે ફરિયાદો કરનારાં સમસ્યાનું સમાધાન કરવાને બદલે ફરિયાદો કરીને બેસી રહેતાં હોય છે.

જે પ્રતિબદ્ધ નથી તે દોષ કાઢ્યા કરશે જ્યારે પ્રતિબધ્ધ લોકો માર્ગ કાઢશે. - ડાન રૉકવેલ

હવે પછી મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઓ ત્યારે જરૂર યાદ રાખજો કે નિર્ધાર મક્કમ હોય તો મારગ તો મળે (જ) છે!

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો