કૃષ્ણ ગીતાનો અંત કહેતાં કહે છે, “અર્જુન, આ રીતે મેં બધાં રહસ્યોનો ભેદ તને કહેલ છે. તેના પર ચિંતન કર અને પછી તેને યોગ્ય લાગે તેમ કર. જો મારા પર પૂરો ભરોસો રાખતો હો તો બીજા બધા માર્ગો છોડી દે. તને ખબર છે કે એમ કરવાથી હું તને મુક્તિ અપાવીશ. ઉદ્ધત, ધિક્કારપાત્ર અથવા રસહીન લોકોસાથે આ જ્ઞાનને વહેંચતો નહીં. જેઓ મારા શબ્દો વહેંચે છે, તેમને હું ભક્તિભાવપૂર્વક માન આપું છું. જેઓ મારા શબ્દોને સમજ્યા વિના સાંભળે છે, તેઓ પણ આનંદ પામીને ધન્ય બને છે. હું આશા રાખું છું કે મેં જે કહ્યું તેના પર ધ્યાન આપીશ. હું એ પણ આશા રાખું છું કે આ જ્ઞાને તારી ભ્રમણાની સાંકળો તોડી નાખી હશે.”
એ સાંભળીને અર્જુન પુષ્ટિ કરે છે કે તેનો ભ્રમ વિખેરાઈ ગયો છે અને તેનાં જીવનના દૃષ્ટિકોણનું પરિપ્રેક્ષ્ય હવે એકાગ્રતા બનેલ છે. તે સ્પષ્ટ સંકલ્પ સાથે અને કોઈ શંકા વિના, કહ્યા પ્રમાણે કરવા તૈયાર છે. તે પછી સંજય વ્યાસ ઋષિ પ્રત્યે તેમણે પોતાને આપેલ દૂર સંવેદન પારખી શકવાની દૃષ્ટિ માટે આભાર વ્યક્ત કરે છે. એ દૃષ્ટિને કારણે જ તેને કૃષ્ણના જ્ઞાની શબ્દો સાંભળવા અને કૃષ્ણના ભવ્ય સ્વરૂપને જોવા માટે સક્ષમ બનાવેલ છે. છેલ્લે, ગીતાના છેલ્લા ફકરામાં, તે કૃષ્ણના પ્રવચન પર પોતાનો અંગત અભિપ્રાય આપે છે - "જ્યાં કૃષ્ણ મનને જોડે છે અને અર્જુન ધનુષ્ય ધારણ કરે છે, ત્યાં હંમેશા નસીબ, સફળતા, આધિપત્ય, સ્થિરતા અને ન્યાય છે. એ મારો અભિપ્રાય છે.”
બે તારણો વચ્ચેનો તફાવત તદ્દન સ્પષ્ટ છે. કૃષ્ણનું નિષ્કર્ષ મનોવૈજ્ઞાનિક છે. સંજયનું નિષ્કર્ષ ખૂબ જ ભૌતિક છે. જો અર્જુન યોદ્ધાની ભૂમિકા ભજવીને, અન્યના લાભ માટે, પુરસ્કારની કોઈ અપેક્ષા વિના તેમનામાં વિશ્વાસ દર્શાવે તો કૃષ્ણ અર્જુનને સાંસારિક બંધનોમાંથી મુક્તિ - મોક્ષ આપે છે . સંજય જણાવે છે કે તે માને છે કે કૃષ્ણના પ્રવચનમાં પાંચ વચનો છે: નસીબ (શ્રી), સફળતા (વિજય), પ્રભુત્વ (ભુ), સ્થિરતા (ધ્રુવ) અને કાયદો (નીતિ).
અર્જુનની સમસ્યા માત્ર તેના પુરતી જ ચિંતિત હતી, પરંતુ કૃષ્ણના નિરાકરણે તેણે બીજાનો વિચાર કર્યો. સંજય અન્ય છે: પાંડવો અને કૌરવો વચ્ચેના યુદ્ધમાં બધાએ અવગણ્યા હતા એવા હસ્તિનાપુરના લોકોનું તે મૂર્ત સ્વરૂપ છે. સંજય માટે, ગીતા સ્પષ્ટપણે, રાજાઓ માટેનું પ્રવચન છે, જેમની પાસે શાસન કરવાની, તેમની પ્રજાની જવાબદારી લેવાની અને સ્વાર્થને સંતોષવા માટે યુદ્ધો કરવાને બદલે શાંતિ અને સમૃદ્ધિની શરૂઆત કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. સંજય ધૃતરાષ્ટ્રને ગીતા સાંભળવાનો અને પોતાનો ભોગ આપવાનો અનુરોધ કરે છે કેમકે ધૃતરાષ્ટ અન્યની દુર્દશાથી અંધ છે.
સંજયનો નિષ્કર્ષ ગીતાના બોધને વૈષ્ણવ પૌરાણિક કથાઓ સાથે જોડે છે, કારણ કે શ્રી (લક્ષ્મી) અને ભુ (પૃથ્વી) એ વ્યક્તિવાચક નામો છે છે, જે વિષ્ણુની બે પત્નીઓનો ઉલ્લેખ કરે છે, જે વિજયા તરીકે પણ ઓળખાય છે. વિષ્ણુને બ્રહ્માંડના રાજા તરીકે જોવામાં આવે છે. તે શાહી પોશાકમાં સજ્જ રહે છે, તેની રાણીઓતેમની બાજુમાં હાજરી આપે છે: શ્રી, જે સાર્વભૌમત્વ, કીર્તિ, ખ્યાતિ અને કરિશ્મા જેવા અમૂર્ત પ્રારબ્ધને મૂર્તિમંત કરે છે; અને ભૂ, જે પૃથ્વી અને તેના ખજાના જેવી મૂર્ત સંપત્તિને મૂર્તિમંત કરે છે. ધ્રુવ અને નીતિ વિષ્ણુનાં અનુયાયીઓ. ધ્રુવ એવા ધ્રુવ તારકને મૂર્તિમંત કરે છે, જે બાળક તરીકે વિષ્ણુના ખોળામાં બેસવા માંગે છે, કેમકે એ જ એકમાત્ર બેઠક છે જ્યાંથી કોઈ તેને નીચે ખેંચી શકતું નથી, અને તેથી તે તેના દૈવી પિતાના સ્નેહનો કાયમ આનંદ માણી શકે. નીતિ એટલે ન્યાયપૂર્ણ વ્યવહારિક આચાર પદ્ધતિ જે ધર્મ હોવાને કારણે વિષ્ણુના વિચારને આધીન થાય છે, અને માટે જે અત્યંત મૂલ્યવાન છે. ધર્મના સંગાથમાં કાયદો લાચારોને મદદ કરે છે અને બધાને વાજબી વ્યવહાર (ન્યાય) કરે છે. ધર્મ વિનાનો કાયદો નિયંત્રણ, જુલમ અને તોડફોડનું સાધન બની રહેશે.
- મિડ-ડેમાં ૨૨ નવેંબર, ૨૦૧૫ના
રોજ પ્રકાશિત થયેલ.
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Two endings of the Gita નો અનુવાદ| પ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો