કેરળમાં સબરીમાલા ખાતેના અયપ્પાના મંદિરને અને મૂળભુત કક્ષાએ હિંદુ ધર્મને સાંપ્રદાયિક સૌહાર્દના સૂચક તરીકે રજૂ કરવાં હોય, તો પર્વતીય મંદિરની યાત્રાના એક અભિન્ન ભાગ એવી વાવર-સ્વામીની દરગાહ તરફ નિર્દેશ કરી શકાય. અયપ્પાનાં મંદિર અને ધર્મને પિતૃસત્તાના અભિવ્યક્તિ તરીકે રજૂ કરવાં હોય, માસિક ધર્મમાં હોય તેવી સ્ત્રીઓને તીર્થયાત્રાનો ભાગ ન બનવા દેવાની પ્રથા તરફ ધ્યાન દોરવું જોઇશે. જેમણે ઓછામાં ઓછા ૪૦ દિવસ બ્રહ્મચર્યનું પાલન કરીને 'શુદ્ધ' થયા તેવા પુરુષોને ફક્ત આ મંદિરમાં પ્રવેશ માટે મંજૂરી છે. કોઈએ તાજેતરમાં સ્ત્રીઓ તેમના માસિક ધર્મના દિવસોમાં છે કે નહીં તે તારવવા ખાસ સ્કૅન્નર મશીનોની જરૂરિયાત વિશે ઉલ્લેખ કર્યો છે. પરંપરાગત જનસંચાર અને ડિજિટલ સામાજિક માધ્યોમાં આ વિચારબીજ સામે આક્રોશ પેદા જોવા મળે છે.
પરંતુ, આ મંદિરો સાંપ્રદાયિક સૌહાર્દ માટે કે મહિલાઓ પર અત્યાચાર કરવા માટે બનાવવામાં
આવ્યા ન હતાં. આ એવી પ્રથાઓ હતી જે સદીઓથી ધીમે ધીમે ઉભરી આવતી રહી છે. તેનું એક
સ્વાભાવિક પરિણામ સ્વરૂપ સમાજમાં પ્રચલિત વિવિધ ધાર્મિક માન્યતાઓમાં ઘણીવાર પડઘો
તેનો પડઘો પડે છે. આ માન્યતાઓ વિવિધ પૌરાણિક, બિન-તર્કસંગત, માળખા પર આધારિત છે. માસિક ધર્મમાં હોય તેવી
સ્ત્રીઓને મંદિર સાથેનો સંબંધ પ્રતિબંધિત કરવાની પ્રથાનું મૂળ પૂર્વ-આધુનિક
માન્યતામાં છે જે શુદ્ધતા અને શક્તિને શારીરિક પ્રવાહી સાથે જોડે છે. પુરૂષ જનનાંગ
પ્રવાહી (વીર્ય)નો સંગ્રહ કરી રાખવાથી પુરુષો શક્તિશાળી અને શુદ્ધ બને છે એવી માન્યતા
છે. .તો, સ્ત્રીના જનનાંગ પ્રવાહી (માસિક સ્રાવ) ને પકડી રાખવાની
તેમની અસમર્થતા સ્ત્રીઓને નબળી અને અશુદ્ધ બનાવે છે એમ માનાવામાં આવે છે. . આ કારણે
ભારતના ઘણા બાબાઓ અને ગુરુઓ આગ્રહપૂર્વક પ્રચાર કરતા રહે છે કે તેઓ બ્રહ્મચારી છે.
તેથી જ જૈન મુનિઓએ પારિવારિક જીવનનો અસ્વીકાર કર્યો. તેથી જ બુદ્ધનું જ્ઞાન તેમની
પત્નીના અસ્વીકાર સાથે ગાઢ રીતે જોડાયેલું છે. હિંદુ પુરુષોનું લાલ તિલક અને હિંદુ
સ્ત્રીઓની લાલ બિંદી લોહી,
અને તેના દ્વારા જીવન,
સાથે ગાઢ સંબંધ ધરાવે છે. ગર્ભધારણની નિષ્ફળતાનાં પ્રતિક તરીકે માસિક સ્ત્રાવ
દરમ્યાન વહેતાં રક્તને 'મૃત્યુ' સાથે સાંકળી લેવાની મનોવૃતિને કારણે તે ભયભીત કરતું હોય છે.
આ વિચારો પ્રાચીન છે,
મૌખિક રીતે પ્રસારિત થાય છે, અને તે પછીના તાંત્રિક ગ્રંથોમાં જ સ્પષ્ટ કરવામાં
આવે છે, જો કે આ ગ્રંથોને શાબ્દિક અથવા રૂપકરૂપે લેવા જોઈએ કે કેમ તે અંગે કોઈને ખાતરી
નથી.
જ્યારે સ્વ-દ્વેષી ઉચ્ચ જાતિના હિંદુઓમાં હિંદુ પ્રથાઓની મજાક ઉડાવવી એ
ફેશનેબલ છે, ત્યારે આપણે આપણી જાતને યાદ અપાવવી જોઈએ કે શારીરિક પ્રવાહીને લગતી ગુપ્ત
માન્યતાઓ હિંદુ ધર્મ સુધી મર્યાદિત નથી. આદિવાસી સમુદાયોમાં બ્રહ્મચર્ય અને માસિક
ધર્મ નિષેધ જોવા મળે છે. જાપાનમાં, સુશી પરંપરાગત રીતે માત્ર પુરુષ રસોઈયા દ્વારા જ
બનાવવામાં આવે છે કારણ કે 'માસિક ચક્ર સ્ત્રી સ્વાદની કળીઓને અસર કરે છે.
આવી માન્યતા ઇસ્લામમાં પણ જોવા મળે છે. વાર્તા એવી છે કે પયગમ્બરે તેની માસિક
સ્રાવમાં રહેલી પત્ની આઈશાને કહ્યું હતું
કે તેના આ સમયગાળા દરમિયાન તે હજ દરમિયાન કાબાની આસપાસ જઈ ન શકે. માસિક સ્રાવ દરમિયાન
મહિલાઓને કુરાનને સ્પર્શ કરવાની મંજૂરી પણ ન હતી. શું આપણે વાવર-સ્વામીના પ્રભાવને
ધ્યાનમાં રાખીને સબરીમાલા પ્રથાને હિંદુ અથવા ઇસ્લામિક માસિક સ્રાવના નિષેધનું મૂલ્યાંક્ન
કરવું જોઈએ ? અથવા, તેના બૌદ્ધ મૂળ - બૌદ્ધ મઠોમાં સ્ત્રીઓ માટે વધુ નિયમો હતા - વિષે વિચાર કરવો જોઈએ ?
આવા પ્રશ્નો સામાજિક માધ્યમોમાં નિશ્ચિત રૂપે ઉત્તેજના પેદા કરશે.
માનવશાસ્ત્રીઓ એવી દલીલ કરી શકે છે કે
શારીરિક પ્રવાહીમાં આ ગુપ્ત માન્યતાઓને કારણે ઈસુએ 'કુંવારી' માતાથી જન્મ લીધો હતો અને તેમણે ક્યારેય લગ્ન ન કર્યાં .
જાતિ, વર્ગ, ધર્મ અને લિંગ જેવા આધુનિક ગરણાં નો ઉપયોગ કરીને પૂર્વ-આધુનિક પ્રથાઓને
સમજાવવા અથવા ટીકા કરવાના પ્રયાસોનું પરિણામ હંમેશા સમસ્યારૂપ રહ્યું છે. તે
આક્રોશને ઉત્તેજન આપે છે,
પરંતુ સમજણમાં ફાળો આપતું નથી. ઉદાહરણ તરીકે, કેરળના ચાવરામાં
કોટ્ટનકુલંગારા શ્રીદેવી મંદિરમાં, પુરુષો ચમાયવિલાક્કુ ઉત્સવ દરમિયાન પ્રમુખ દેવી
માટે સ્ત્રૈણ વસ્ત્રો પહેરે છે. અહીં, પત્નીઓ અને પુત્રીઓને તેમના વિરુદ્ધ જાતિનો પહેરવેશ પહેરેલા પતિ કે પિતા સાથે મંદિરમાં જતાં જોઈ શકાય
છે શું આપણે આનું લિંગ સંવાદિતાને પ્રોત્સાહન
આપવા માટે બનાવવામાં આવેલ ધાર્મિક વિધિઓ તરીકે અર્થઘટન કરી શકીએ ? અથવા શું આપણે આનું પરંપરાગત હિન્દુ
સમાજના લિંગ પદાનુક્રમને તોડી પાડવાના પ્રયાસ તરીકે અર્થઘટન કરી શકીએ? જેઓ ધાર્મિક વિધિ કરે છે તેમને પૂછશો તો
તેઓ એટલું જ કહેશે કે આ તો ભક્તિની
અભિવ્યક્તિ છે. આવા સરળ જવાબોથી આપણને યુરોપિયન કે અમેરિકન યુનિવર્સિટીઓમાં
ડોક્ટરલ ડિગ્રી કે શૈક્ષણિક સન્માન મળતું નથી. આપણે અંદરખાને તો ઇચ્છતાં હોઈએ એ
છીએ કે સત્ય અશુભ, અથવા સુંવાળાપભરી ઉત્તેજના કરે એવું હોય.
હિંદુ ધર્મમાં, મોટાભાગના ધર્મોમાં, પુરુષો અને સ્ત્રીઓ માટે અલગ અલગ પ્રતિબંધિત ધાર્મિક વિધિઓ છે. પુરુષો અંતિમ
સંસ્કાર (શ્રાધ્ધ) કરે છે તો સ્ત્રીઓ પ્રજનન વિધિ (હલ્દી-કુમકુમ) કરે છે. હંમેશની
જેમ, જ્યારે સમજણ બદલાય છે,
ત્યારે ઉગ્ર પ્રતિકાર હોવા છતાં, ધાર્મિક વિધિઓ પણ બદલાય છે. આજકાલ, ભારતના ઘણા ભાગોમાં, મહિલાઓ અંતિમ સંસ્કારની વિધિ
પણ કરે છે. પુરૂષો હલ્દી-કુમકુમ કરતા હોય એ સમય પણ કદાચ બહુ દૂર નથી. શું તે સમાજ વધુ
સારો, ઓછો દમનકારી હશે? ખાતરીપૂર્વક કહી શકાય તેમ નથી. જ્યાં
સુધી તર્કસંગત લોકોને અતાર્કિકતા સમજવાને બદલે મજાક ઉડાવવાનું
વાજબી લાગશે, કમસે કમ, ત્યાં સુધી તો જુલમ ચાલુ રહેશે.
- મિડ - ડે.માં ૩૦
નવેંબર, ૨૦૧૫ના
રોજ પ્રકાશિત થયેલ.
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Scanners for menstrual blood નો અનુવાદ| પ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો