ભૈરવ, રુદ્ર અને વીર-ભદ્ર એ શિવના ત્રણ સ્વરૂપો છે જે ઘણીવાર એકબીજા સાથે ગુંચવાઈ જતાં હોય છે. મોટા નહોર અને રક્તરંજિત આંખોને કારણે એ બધા ઉગ્ર દેખાય છે. દેખીતી રીતે એ લોકો કૂતરાના વંશ સાથે સંકળાયેલા હોય એમ જણાય, પણ હકીકતે તેઓ અલગ છે.
ભૈરવ નામ 'ભય' અથવા આતંક પરથી ઉતરી આવ્યું છે. રુદ્ર નામ 'રુદન' અથવા શોકપૂર્ણ રડારોળ સાથે સંકળાયેલું છે. અને વીર-ભદ્ર નામ વીર (વીર) અને ન્યાયી (ભદ્ર) આક્રોશને મૂર્ત બનાવે છે. ભૈરવ દેવીના સાથી છે. બ્રહ્મા જ્યારે દેવીનો પીછો કરી તેમના પર અંકુશ જમાવવા માગે છે ત્યારે બ્રહ્માના કરાયેલા શિરચ્છેદ સાથે રુદ્ર સંકળાયેલ છે. વીર-ભદ્ર હઠીલા પિતૃસત્તાક દક્ષ પ્રજાપતિના શિરચ્છેદ સાથે સંકળાયેલ છે. ભૈરવ સ્પષ્ટપણે આવી હિંસા સાથે સંકળાયેલ નથી, તેમ છતાં તેને એક માણસનું કપાયેલું માથું પકડીને બતાવવામાં આવે છે.
અનિવાર્યપણે, ક્રોધ સાથે ભૈરવ નહીં પણ રુદ્ર અને વીર-ભદ્ર સંકળાયેલા છે. ભૈરવ ગુસ્સાને ઉત્તેજીત કરતી લાચારીની સ્થિતિનો જવાબ નથી આપતા. તે તો ફક્ત આતંકની લાગણીને મૂર્ત બનાવે છે. આપણને મૃત્યુ, અને તેના દ્વારા જીવન વિશે જાગૃત કરે છે. કદાચ તેથી જ તેઓ તાંત્રિકોના લોકપ્રિય દેવતા છે, જે તેમને 'વિ-જ્ઞાન' અથવા જ્યારે 'જ્ઞાન' અથવા મેળવેલ જ્ઞાનનું મનોમંથન થાય છે ત્યારે જન્મતા વિવેકવિચાર સાથે જોડે છે.
ભૈરવને દારૂ ધરવામાં આવે છે. શું દારૂ ધરવાથી ડર દૂર થાય છે કે પછી ભય પેદા કરતી ક્રિયાઓના આપણા મનના અવરોધોને મદ્ય મુક્ત કરી શકે છે? ભૈરવનું ચિંતન આપણને આતંકની પ્રકૃતિને ઊંડાણપૂર્વક અને સ્પષ્ટ રીતે સમજવા માટે દબાણ કરે છે.
પ્રકૃતિમાં, આતંક છે, પરંતુ આતંકવાદી નથી, હિંસા છે, પરંતુ ઉલ્લંઘન નથી. પ્રકૃતિમાં, ભૂખમરાથી મૃત્યુનો ડર સેવતો ડરપોક શિકારી કે શિકાર થઈને મૃત્યુ પામવાથી ડરતો બીકણ શિકાર પણ હોઈ શકે છે. પોતાના વિસ્તાર કે સાથીઓ માટે કરીને કે પોતાનો અગ્રિમ ક્રમાંક સ્થાપિત કરવા માટે ઝઘડા પણ થાય છે. જ્યાં સીમાઓ અને વિશેષાધિકારો છે એ માનવ સભ્યતાનું પરિણામ આતંકવાદ છે. મનુષ્ય મિલકત બનાવે છે અને અન્ય મનુષ્યોને ભોગે એ માલમિલ્કતનું ઔચિત્ય સાબિત કરે છે. શક્તિહીનો દ્વારા પોતાના 'અધિકારો' માટે અને શક્તિશાળીઓના પોતાના વિશેષાદિકારો માટેની સત્તા માટેનો સતત સંઘર્ષ ચાલી રહ્યો છે.
ભૈરવ આપણને પ્રશ્ન કરવા ફરજ પાડે છે કે આતંકવાદી કોણ છે - વિકસિત રાષ્ટ્રો પર જે લોકો બોમ્બ ફેંકે છે તે, કે પાછી વિકસિત રાષ્ટ્રો કે જેઓ વિકાસશીલ રાષ્ટ્રો પર બોમ્બમારો કરે છે અને આતંકવાદીઓને ઉછેરતી પારિથિતિકી વ્યવસ્થા બનાવે છે તે? શું નિર્દોષ નાગરિકોની હત્યા કરનારા આતંકવાદીઓ છે કે હિંસક પ્રતિશોધક ડ્રોન હુમલાઓને વાજબી ઠેરવનારાઓ આતંકવાદી છે? અતિ-સંવેદનશીલ ડાબેરી કે અતિસંવેદનશીલ જમણેરી, કે પછી ઇસ્લામ માટેનો કે હિન્દુ ધર્મ માટેનો અતાર્કિક ભય કે સમલૈગિતા માટેની અકારણ સુગ - બળાત્કારીઓ, કે બળાત્કારીઓને પણ રક્ષણની જરૂર છે એમ માનનારી વ્યવસ્થા, કે પછી અમીરોને વરાળ જેવી ફુંક મારીને ઉડાડી દઈ શકાય તેવી નગણ્ય ગણતી કે કે પછી ગરીબોને ભપકાદાર ગણાવવાનાં સ્વપ્ના દેખાડતી સમાજ વ્યવસ્થા, કે લઘુમતીઓને સત્તાથી વંચિત રાખનારી વ્યવસ્થા કે બહુમતીની સત્તા છીનવી લેનારી વ્યવસ્થા, કે પછી પરંપરા કે ક્રાંતિ -કોણ વધુ ભયાનક છે ?
શું ગરીબો અમીરોને ડરાવી શકે? શું શક્તિહીન શક્તિશાળીને ડરાવી શકે છે? નહીં તો શા માટે સમૃદ્ધ અને શક્તિશાળીએ સુરક્ષા દિવાલો અને વિઝાના કડક નિયમોની કિલ્લેબંધીઓ કરશે? કદાચ આપણે પીડિતોને બચાવવામાં એટલા બધા વ્યસ્ત છીએ કે ખલનાયકનો ડર જોવા માટે આપણી પાસે સમય કે દૄષ્ટિકોણ જ નથી બચ્યાં. આપણે ધારી લઇએ છીએ કે દુષ્ટ લોકો પર હુમલો કરીને કે તેમને નિયંત્રિત કરીને, આપણે પીડિતોને મદદ કરી શકીશું.. એમ કરીને તો, કદાચ આપણે ખલનાયકોના ભય અને તેના વડે ખલનાયકતા વધારવાનું સરળ બનાવી રહ્યા છીએ. જેટલો વધુ હુમલો કરશો કે દુષ્ટને ભોંઠૉ પાડશો, તેટલો જ તે વધુ ભયાનક બને છે, કારણ કે એમ કરવાથી તો તે પોતાની એડી ખોડીને સામે ઊભો રહે છે અને હાર માની લેવાનો ઇનકાર કરે છે. આ રીતે તો આપ્ણે આતંકના ચક્રમાં ફાળો આપીએ છીએ. હકીકતે તો, દેવીનો સાથી, ભૈરવ, આપણા દેવતાઓને ભોગવિલાસમાં રાચતા ભલાભોળાઓ તરીકે કે સતત રોષે ભરાયેલા રહેતા તરીકે જોવા ઇચ્છતાં, માનવીય મનોવિજ્ઞાનના સૌથી અંધકારમય પાસાઓ તરફ નિર્દેશ કરે છે.
·
મિડ - ડે.માં ૬ ડિસેમ્બર, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
·
દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, The
terror of Bhairavaનો અનુવાદ| પ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો