The
Rediscovery of Europe ના આંશિક
અનુવાદ [૫] માં જ્યોર્જ ઑર્વેલ જેમ્સ જોયસ અને જ્હોન ગાલ્સવર્ધીની
સરખામણી કરે છે અને એવાં તારણ પર આવે છે કે ૧૯૧૪ પહેલાનાં લેખકો
પોતાનાં સ્થાન અને સમયની પાર જોઈ શકતા નહોતા. તેનાથી હવે આગળ વધીને તેઓ પ્રસ્તુત
ભાગ [૬]માં કહે છે કે ૧૯૧૪ - ૧૮ના યુદ્ધ પહેલા અને પછીના સમયના પ્રભાવશાળી લેખકો
વચ્ચેના તીવ્ર તફાવતની સ્પષ્ટ સમજૂતી એ મહાયુદ્ધ જ છે
છેલ્લે, હજુ એક વધુ સરખામણી ટુંકમાં કરીએ. એચ.જી. વેલ્સના એ મોડર્ન
યુટોપિયા, કે ધ ડ્રીમ, કે પછી મેન લાઈક ગોડ્સ જેવાં રામરાજ્ય
જેવાં આદર્શ લોકની કલ્પના કરતાં પુસ્તકોની સરખામણી એલ્ડસ હક્સલીનાં બ્રેવ ન્યૂ વર્લ્ડ
સાથે કરીશું તો,. ફરીથી, અતિશય આત્મવિશ્વાસ અને સાવ ક્ષીણ થઈ
ગયેલા આત્મવિશ્વાસ, કે પછી, જે માણસ પ્રગતિમાં
નિર્દોષપણે માને છે અને એરોપ્લેનના શરૂઆતના દિવસો જેવી કલ્પના કરાઈ હતી એમ જે માણસ
પાછળથી જન્મ્યો છે અને તેથી તે પ્રગતિ જોવા માટે જીવે છે એ બે વચ્ચેના તફાવતનો જ
વિરોધાભાસ દેખાય છે. આ વિરોધાભાસ જેટલી પ્રતિક્રિયા છે
જેટલી જ છેતરપિંડી સમાન
છે.
૧૯૧૪ - ૧૮ના યુદ્ધ પહેલા
અને પછીના સમયના પ્રભાવશાળી લેખકો વચ્ચેના આ તીવ્ર તફાવતની સ્પષ્ટ સમજૂતી એ યુદ્ધ
જ છે. આધુનિક ભૌતિકવાદી સંસ્કૃતિની અપર્યાપ્તતા પોતે જ પ્રગટ થાય તે રીતે આવા
કેટલાક કોઈક પણ સંજોગો થયા હશે, પરંતુ યુદ્ધે તે પ્રક્રિયાને વેગ આપ્યો અને બતાવી આપ્યું કે
સભ્ય સમાજનો બાહ્ય દેખાવ કેટલો છીછરો છે . જ્કે યુદ્ધને પરિણામે ઈંગ્લેન્ડને અંશતઃ
ઓછું સમૃદ્ધ બનાવ્યું અને તેથી ઇંગ્લેંડ ઓછું અલગ થઈ ગયું. જ્યારે બ્રિટાનિયા
માત્ર દરિયાપાર જ નહીં પણ બજારો પર પણ રાજ કરતી હતી ત્યારની જે સાંકડી અને
છતાં વૈભવશાલળૉ દુનિયા જેવી દુનિયામાં ૧૯૧૮ પછી ક્યારે પણ રહેવાનું આવ્યું નથી.
છેલ્લા વીસ વર્ષના ભયાનક ઈતિહાસની એક અસર એ રહી છે કે પ્રાચીન સાહિત્ય વધુ આધુનિક
લાગે છે. હિટલરના ઉદય પછી જર્મનીમાં ઘણું બધું બન્યું છે જે કદાચ ગિબનના ધ રાઇઝ
અને ફૉલ ઑફ રોમન એમ્પાયરમાંથી સીધું ઉતરી આવ્યું છે.
તાજેતરમાં જ મેં શેક્સપીયરના કિંગ જ્હોનને
મંચ પર અભિનિત થતાં
જોયું. મેં તેને પહેલી જ વાર જોયું હતું, કેમ કે તે એક એવું નાટક છે જે બહુ
ભજવવામાં આવતું નથી. જ્યારે મેં તે કિશોરવયે વાંચ્યું હતું ત્યારે તે મને એવું
પ્રાચીન લાગતું હતું કે જાણે ઇતિહાસના પુસ્તકમાંથી કંઈક એવું ખોદી કાઢવામાં આવ્યું
છે જેને
આપણા પોતાના સમય સાથે કોઈ લેવાદેવા નથી. તેમાંના ષડયંત્રો અને વિશ્વાસઘાત, આક્રમણ ન કરવાના કરારો, પોતાના જ દેશ સાથે દ્રોહ કરનારા
દેશદ્રોહીઓ, યુદ્ધની મધ્યમાં પક્ષપલટો કરતા લોકો અને એવાં કેટલાંય પાસાઓ
સાથે મેં તેને અભિનિત થતું જોયું , ત્યારે તે મને અસાધારણ રીતે અદ્યતન
લાગ્યું. અને તે ૧૯૧૦ અને ૧૯૨૦ ની વચ્ચે સાહિત્યિક વિકાસમાં બન્યું તે જ હતું.
તે
સમયના પ્રવર્તમાન મિજાજે તે સમયે સાવ બાલિશ અને જરીપુરાણાં લાગતાં તમામ પ્રકારનાં
વિષય વસ્તુઓને એક નવી વાસ્તવિકતા આપી જ્યારે બર્નાર્ડ શો અને તેમના ફેબિયન્સ માનતા
હતા કે તેઓ વિશ્વને એક પ્રકારના અદ્ભુત બાગબગીચાવાળાં શહેરમાં
ફેરવી રહ્યા છે.
૧૯૧૦માં જે નહોતાં લાગતા
એવા બદલા, દેશભક્તિ, દેશનિકાલ, સતામણી, જાતિ દ્વેષ, ધાર્મિક શ્રદ્ધા, વફાદારી, નેતા પૂજા જેવાં વિષયવસ્તુ અચાનક ફરી
વાસ્તવિક લાગવા લાગ્યાં હતાં, ટેમરલેન અને ચંગીઝ ખાન હવે વિશ્વસનીય
વ્યક્તિઓ લાગવા લાગ્યા હતા, અને મેકિયાવેલી એક ગંભીર વિચારક લાગવા લાગ્યા હતા.
આપણે
સમુદ્રની ખાડી જેવાં બંધિયાર પાણીવાળાં વાતાવરણમાંથી બહાર નીકળીને ઇતિહાસની મુખ્ય
ધારામાં પાછાં ફર્યાં છીએ. ઓગણીસો વીસના દાયકાની શરૂઆતના એલિયટ અને જોયસ જેવા, મુખ્ય, નામી લેખકો માટે મારી પાસે કોઈ બીનશરતી પ્રશંસા નથી.છે.
તેમને અનુસરનાઓને તેઓએ જે કર્યું છે તેમાંનું મોટા પ્રમાણમાં પૂર્વવત્ કરવું પડશે.
પ્રગતિની છીછરી વિભાવનાથી તેઓના બળવાએ તેમને રાજકીય રીતે ખોટી દિશા તરફ દોર્યા. એ
કોઈ અકસ્માત નથી કે એક ઉદાહરણ સ્વરૂપ એઝરા પાઉન્ડ, હવે રોમ રેડિયો પર યહૂદીવાદની બૂમરાણ
મચાવી રહ્યા છે. પરંતુ કોઈએ તો સ્વીકારવું જ પડશે કે એ લોકોનાં લખાણો વધુ પુખ્ત
થયા છે, અને વ્યાપ વધારે વ્યાપક થયો છે. જેમાં ઈંગ્લેન્ડ એક સદીથી વધારે
સમયનું અસ્તિત્વ ધરાવે છે તે સાંસ્કૃતિક વર્તુળને તેઓએ તોડી નાખ્યું . તેઓએ યુરોપ
સાથે સંપર્ક પુનઃસ્થાપિત કર્યો, અને તેઓ ઇતિહાસની સમજ અને દુર્ઘટનાની સંભાવનાને પાછા
લાવ્યા. તેના આધારે, પછીના તમામ બે કોડીનાં અંગ્રેજી સાહિત્યનો જે આધાર
હતો, અને એલિયટ અને અન્યોએ છેલ્લા યુદ્ધના
અંતિમ વર્ષોમાં જે ઘટનાક્રમ શરૂ કર્યો હતો, તે હજી સુધી તેના સ્વાભાવિક અર્થમાં વિકસી શક્યો નથી.
+ + + +
+ + + +
જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, The
Rediscovery of Europe નો આંશિક અનુવાદ
+ + + +
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો