બુધવાર, 25 જાન્યુઆરી, 2023

યુરોપ - નવાં સ્વરૂપે (૧૯૪૨) - [૩] - જ્યોર્જ ઑર્વેલ

 The Rediscovery of Europe ના આંશિક અનુવાદ [૨] ના અંતમાં જ્યોર્જ ઑર્વેલે ૧૧૪ પહેલાંનાં અંગ્રેજ સાહિત્યની વાત કરવાનું શરૂ કર્યું હતું. હવે આગળ આ વિષે તેઓ શું કહે છે તે જોઇએ.

થોમસ હાર્ડી - જોકે તેમણે થોડા સમય પહેલાં જ નવલકથાઓ લખવાનું બંધ કરી દીધું હતું - શૉ, વૅલ્સ, કિપ્લિંગ, બેનેટ ગાલ્સવર્ધી વગેરે એ સમયના મહાન સાહિત્યકારો હતા. અહીં આપણે મૂળ પોલિશ, પણ અંગ્રેજીમાં લખતા જોસેફ કોનરૅડની પણ ખાસ નોધ લેવી જોઈએ. એ ઉપરાંત એ ઈ હાઉસમેન ( અ શ્રોપશાયર લૅડ / A Shropshire Lad) અને રૂપર્ટ બ્રૂક જેવા જ્યોર્જિયન કવિઓ અને અન્યો તો ખરા જ.  તો વળી સર જેમ્સ બૅરી, ડ્બલ્યુ ડબલ્યુ જેક્બ્સ, બેરી પેઈન અને અન્ય અગણ્ય હાસ્ય લેખકોને તો ન જ ભુલાય. અહીં જેમનાં નામ ગણાવ્યાં છે તેમની રચનાઓ વાંચો તો ૧૯૧૪ પહેલાંની અંગ્રેજ વિચારધારા વિષે કોઈ ગેરસમજ નહીં રહે.

આ સિવાય અન્ય સાહિત્યિક પ્રવાહો પણ સક્રિય હતા. જેમકે સાવ જ જુદી, મહદ અંશે આજની વિચારધારાની, કેડી કોતરાતા આઈરિશ લેખકો, અમેરિકન નવલક્થાકાર હેન્રી જેમ્સ.. પરંતુ મુખ્ય પ્રવાહ તો આપણે આગળ કહ્યૂં તે મુજબનો જ હતો. એકબીજાથી અલગ જ વ્યક્તિત્વ ધરાવતા બર્નાર્ડ શૉ અને એ ઇ હાઉસમેન, કે થોમસ હાર્ડી અને એચ જી વેલ્સ વગેરેમાં જો એક સમાન્ય લાક્ષણિકતા એ દેખાય કે એ સમયના અંગ્રેજ સાહિત્યકારો પ્રવર્તમાન અંગ્રેજ ઘટનાક્રમ સિવાય અન્ય બાબતોથી સાવ અજાણ હતા. અમુક લેખકો બીજા કરતાં સારા પણ હતા, અમુક રાજકીય બાબતોથી સભાન અને અમુક અજાણ પણ હતા, પણ એ બધાને સાંકળતી એક કડી એ હતી કે યુરોપની કોઈ જ અસર તેમને સ્પર્શી શકી નહોતી.

આ વાત તો, ફ્રેંચ કે કદાચ રશિયન શૈલી પરથી બહુ ઉપરછલ્લી રીતે અસર પામતા દેખાતા બેન્નેટ અને ગાલ્સવર્ધી જેવા લેખકો માટે પણ સાચી હતી. આ બધા લેખકોની પ્રશ્ચાદભૂ સામાન્ય, સન્મનીય, મધમવર્ગી અંગેજ જીવનની  હતી. આ વર્ગ એવી અર્ધસભાન માન્યતા ધરાવતો કે આ પ્રકારનું જીવન કાયમ જ રહેશે, વધારે માનવીય થતું જશે અને કાયમ પ્રબુદ્ધ જ રહેશે. તેમાંના હાર્ડી અને હાઉસમેન જેવા નિરાશાવાદી દૃષ્ટિકોણ જરૂર ધરાવતા પણ એ બધા એટલું તો ચોક્ક્સ માનતા કે જેને વિકાસ કહીએ છે તે જો શક્ય હશે તો ઈચ્છનીય પણ હશે. વળી, સૌંદર્યરલક્ષી સંવેદંશીલતાના અભાવને કારણે ભુતકાળ, ખાસ તો બહુ દુરના ભૂતકળમાં જેમ રસ ન હોય તેવું આ બધા સાથે પણ હતું.

એ સમયના કોઈ પણ લેખકમાં, આજે આપણે જેનેઇતિહાસની સૂઝ કહીએ છીએ તેવું કંઇ હતું જ નહીં.  થોમસ હાર્ડી જેવા પણ જ્યારે નેપોલિઅનના સમયના યુદ્ધો પર ધ ડિનાસ્ટસ / The Dynastars જેવી પદ્ય નાટ્ય રચના કરે છે ત્યારે તેમનો દૃષ્ટિકોણ શાળાનાં પાઢયપુસ્તકમાંની  દેશપ્રેમની ભાવનાથી આગળ નથી જોતો. વળી, એ લોકોને ભૂતકાળમાં તો કોઈ રસ જ ન હોય એવું લાગે. જેમકે આર્નોલ્ડ બૅનેટે સાહિત્યિક વિવેચનની બાબતે પુષ્કળ સાહિત્ય રચ્યું, પણ તેમને પોતાના સમકાલિન લેખકો સિવાય ૧૯મી સદીથી પહેલાંના સાહિત્યકારોમાં રસ જ નથી દાખવ્યો.

બર્નાર્ડ શૉ માટે ભુતકાળ એવો કચરો છે જેને વિકાસ, સ્વાસ્થ્ય , કાર્યકુશળતા જેવાં કોઈ પણ કારણસર વાળી ઝૂડીને સાફ કરી નાખવાની જરૂર છે. પાછળથી જે વિશ્વના ઇતિહાસ પર લખવાના હતા તે એચ જી વેલ્સ પણ ભૂતકાળને એવી જ નજરથી જુએ છે જેમ એક સભ્ય સમાજનો માણસ માનવભક્ષી આદિજાતિના સમાજને આશ્ચર્યસભર સૂગથી જોતો હોય છે. આ લોકોને પોતાનો સમયકાળ ગમતો હોય કે નહીં, પણ તેઓ એવું તો માને જ છે  કે વીતેલા સમય કરતાં આ સમય જરૂર સારો છે, અને તેથી કદાચ પોતાના સમયના સાહિત્યિક માપદંડોને સહજપણે સાચા માની લીધા. બર્નાડ શૉના શેક્સપિયરના પરના તેજાબી આક્ષેપોમાં ફેબિયન સોસાયડીના સુસંકારી સભ્યને છાજે એવો કોઈ આધાર નહોતો. 

આમાંના કોઈ પણ લેખકને એમ કહેવાયું હોત કે તેમના પછી તરત આવનારા લેખકો પાછા ૧૬મી અને ૧૭મી સદીના અંગ્રેજ કવિઓ, ૧૯મી સદીના ફ્રેંચ કવિઓ અને મધ્ય યુગના દાર્શનિકો તરફ પાછા વળી જશે, તો એમને લાગ્યું હોત કે આ કોઈક પ્રકારનો અધકચરો કળા પ્રેમ છે.

                                  +                      +                      +                      + 

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, The Rediscovery of Europe નો આંશિક અનુવાદ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો