લગભગ એક વર્ષ
પહેલાં હું અને અન્ય ઘણા લોકો ભારતમાં સાહિત્યિક કાર્યક્રમોના પ્રસારણમાં રોકાયેલા
હતા. અન્ય વસ્તુઓની સાથે અમે એલિયટ, હર્બર્ટ રીડ, ઓડન, સ્પેન્ડર , ડાયલન થોમસ, હેનરી ટ્રીસ, એલેક્સ કમ્ફર્ટ, રોબર્ટ બ્રિજીસ, એડમન્ડ બ્લુન્ડેન, ડી. એચ. લોરેન્સ જેવા સમકાલીન અને સમકાલીન સમયની નજીકના અંગ્રેજી લેખકો દ્વારા
લખાયેલાં પદ્યનું સારા એવા પ્રમાણમાં પ્રસારણ કર્યું હતું. જ્યારે પણ શક્ય બન્યું
ત્યારે જેમણે કવિતાઓ લખી હતી તેમના જ સ્વરમાં એ કવિતાઓનાં પઠનનાં પ્રસારણનો અમે પ્રયાસ
કર્યો હતો.
રેડિયો યુદ્ધમાં
સામા પક્ષને બાજુએ રાખીને આગળ વધવાની એક નાની અને દૂરવર્તી -રીમોટ-
ચળવળ સમાન આ ચોક્કસ કાર્યક્રમો શા માટે શરૂ કરવામાં આવ્યા હતા તે અહીં સમજાવવાની
જરૂર નથી, પરંતુ મારે એ ઉમેરવું જોઈએ કે પ્રસારણની અમારી તકનીક નક્કી કરવામાં અમે ભારતીય
પ્રેક્ષકો માટે આ પ્રસારણ કરી રહ્યા હતા તે હકીકત અમુક અંશે કેન્દ્રવર્તી હતી.
મહત્ત્વનો મુદ્દો
એ હતો કે અમારા સાહિત્યિક પ્રસારણનો હેતુ ભારતીય યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓના
વિરોધી વિચારધારા ધરાવતા એક નાના શ્રોતા વર્ગ માટે હતો, જેનો બ્રિટિશ પ્રચાર તરીકે વર્ણવી શકાય તેવી કોઈપણ વસ્તુ સાથે તેને જરા પણ સંબંધ નહોતો. એટલી તો
અગાઉથી જ ખબર હતી કે થોડા હજાર શ્રોતાઓથી વધારે માટે અમારે આશા રાખવાનો કોઈ અર્થ નથી, અને તેથી અમને રેડિયો પ્રસારણોમાં
સામાન્ય રીતે શક્ય હોય તેના કરતાં વધુ 'ઉચ્ચભ્રૂ' બનવાનું બહાનું મળી
ગયું હતું. .
હું નથી માનતો એટલાન્ટિકમાંથી આયાત કરેલા અયોગ્ય વિવાદો સામે પક્ષાત્મક સમીક્ષાના
આંકડા તમે ભરવા માંગો છો, તેથી સર્વશ્રી સેવેજ,
વુડકોક અને કમ્ફર્ટ દ્વારા તમે મને મોકલેલા વિવિધ પત્રોને, તે બધામાં કેન્દ્રિય મુદ્દો સમાન હોવાથી, મેં એકત્ર કરેલ છે. જોકે વિવિધ પત્રોમાં
ઉઠાવેલા કેટલાક હકીકતી મુદ્દાઓ સાથે અલગથી વ્યવહાર પણ કરવાનું મેં નક્કી કરેલ છે.
+ + + +
આટલી પૂર્વભુમિકા પછી એટલું તો સમજાય છે કે જ્યોર્જ ઑર્વેલ
તેમનાં રાજદ્વારી વ્યક્તિત્વ અંગે સ્પષ્ટતાઓ કરવા માગે છે. મૂળ લેખને તેઓએ શાંતિવાદ,
મારો ભૂતકાળ અને
વર્તમાન અને જ્યોર્જ ઑર્વેલ બૌદ્ધિકોના શિકાર માટે નીકળી પડ્યા છે એવા ત્રણ
વિષયોમાં વહેંચી નાખેલ છે. આ ત્રણ વિષયોને તેઓ નીચે મુજબનાં એક કથન વડે સૂચિત પણ કરી
રહ્યા છે –
+ + + +
શ્રીમાન વુડકૉક એમ
કહીને મને બદનામ કરવાનો પ્રયાસ કરે છે કે
(a)
મેં એકવાર ભારતીય શાહી પોલીસમાં સેવાઓ આપી હતી,
(b)
મેં એડેલ્ફી[1]
માટે લેખ લખ્યો છે અને સ્પેનમાં ટ્રોટસ્કીવાદીઓ સાથે હું ભળી ગયો હતો, અને
(c)
હવે હું બી.બી.સી.માં રહીને 'બ્રિટિશ સરકાર વતી
પ્રચારનું સંચાલન કરીને ભારતીય જનતાને ઊંધે રવાડે ચડાવી રહ્યો છું...'
+ + + +
જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, Pacifism and
the Warનો આંશિક અનુવાદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો