બુધવાર, 13 સપ્ટેમ્બર, 2023

શબરીએ ખરેખર રામને “એઠાં” બોર ખવરાવ્યાં હતાં? - દેવદત્ત પટ્ટનાઈક

 

'રામાયણ'ની કથા કહેતાં લગભગ બધાં ટીવી વૃતાંતોમાં, રામની વૃદ્ધ, આદિવાસી, ભક્ત શબરીની વાર્તા ફરીથી કહેવામાં આવતી હોય છે. આવી એક સિરિયલમાં શબરી રામને બોર નહીં પણ દ્રાક્ષ ખવડાવડતી બતાવાઈ હતી. આનાથી ઘણા લોકો નારાજ થયા, જેમને લાગ્યું કે ચેનલ દ્વારા વધારે પડતી સ્વતંત્રતાઓ લેવામાં આવી રહી છે. ટ્વિટર પર ફરિયાદો અને ફેસબુક પર વ્યંગાત્મક ટિપ્પણીઓ થઈ. મોટાભાગના લોકોને કદાચ ખ્યાલ નથી કે શબરીની વાર્તા છેલ્લા ૨,૦૦૦ વર્ષોમાં નાટકીય ફેરફારોમાંથી પસાર થઈ છે. તેણે રામને બોર ખવડાવવાની, તે પણ "ચાખ્યા' પછી, વાર્તા, અને કદાચ લગભગ ૩૦૦ વર્ષ, કે બહુ બહુ તો ૫૦૦ વર્ષ જૂની છે. રામાયણના વિશાળ ઇતિહાસને ધ્યાનમાં લેતાં આ સમયગાળો બહું ટુંકો ગણાય. ૨,૦૦૦ વર્ષ જૂના સંસ્કૃત વાલ્મીકિ રામાયણ કે ૫૦૦ વર્ષ જૂના અવધિ તુલસીદાસ રામચરિતમાનસમાં પણ આનો કોઈ ઉલ્લેખ નથી. તમામ સંભાવનાઓ અનુસાર, શબરીને રામને "સ્વાદિષ્ટ" ફળ પીરસવાં છે એવો વિચાર ઓડિયા કવિ, બલરામ દાસને આવ્યો હતો. તેઓ ૧૫મી સદીમાં રહેતા હતા, અને પોતાને શુદ્ર-મુનિ તરીકે ઓળખાવતા હતા. તેમના લખાણોમાં તેમણે બ્રાહ્મણવાદી રૂઢિચુસ્તતાને પડકારી હતી.


ચાલો આપણે શબરીની વાર્તાનો ઇતિહાસ શોધીએ:

બે હજાર વર્ષ પહેલાં સંસ્કૃત વાલ્મીકિ રામાયણમાં, સીતાની શોધમાં રામ જંગલમાં ઊંડે સુધી જાય છે. ત્યાં પમ્પા તળાવ પાસે, ઋષિ માતંગની સેવક, શબરી નામની એક સ્ત્રી, સાથે મળે છે. માતંગ લાંબા સમયથી ચાલ્યા ગયા છે, અને શબરી એકલી આશ્રમની દેખરેખ રાખતી રાખતી, તેના માલિક્ની ભવિષ્યવાણી મુજબ રામની રાહ જોઈ રહી છે. જ્યારે રામ આવે છે, ત્યારે તેમની હાજરી શબરી પર છવાઈ જાય છે. તે રામના પગને સ્પર્શ કરે છે, અને પડોશમાં પુષ્કળ પ્રમાણમાં ઉગતાં ફળ ખવડાવે છે. રામ તે ભોજનથી સંતોષ વ્યક્ત કરે છે. તે પછી શબરી પોતાના ગુરુ સાથે સ્વર્ગમાં જોડાવા પોતાનો દેહ ત્યાગ કરે છે. શબરીની સામાજિક સ્થિતિ પર આ કોઈ ટિપ્પણી નથી, પરંતુ એવી શંકા કરી શકાય કે તે નીચલા વર્ગની છે કારણ કે સામાન્ય રીતે રામ સંન્યાસીઓના ચરણ સ્પર્શ કરે છે, પરંતુ અહીં તો શબરી રામના પગને સ્પર્શે છે. ઉપરાંત, મહાભારતમાં, અને બૌદ્ધ ધર્મમાં, માતંગને નીચી જાતિના ઋષિ તરીકે વર્ણવવામાં આવેલ છે. આમ, સમાજમાં તેઓનં નીચાં સ્થાન સંકેતો છે, પરંતુ "એઠાં" બોર વિશે કોઈ ઉલ્લેખ નથી.

એક હજાર વર્ષ પહેલાં, તમિલ કમ્બન રામાયણે શબરીનો ઉલ્લેખ એક તપસ્વી અને ભક્ત તરીકે કર્યો હતો. રામને જોઈને શબરી આંસુ વહાવે છે અને તેમને જે જોઈએ તે આપે છે. અહીં પણ ફળ, અથવા "એઠાં" નો ઉલ્લેખ નથી. સાતસો વર્ષ પહેલાં તેલુગુ રંગનાથ રામાયણમાં ફળ અર્પણ કરવાનો સંદર્ભ છે, પરંતુ ફળ વિશે કે અને "એઠાં" કોઈ વિગતો નથી. છસો વર્ષ પહેલાં સંસ્કૃત અધ્યાત્મ રામાયણમાં, શબરી શાબ્દિક રીતે રામની પૂજા કરે છે અને પોતાના નીચા સ્થાનને કારણે પોતે નીચલા વર્ણની માટે આનાથી વધારે કંઈ પણ કરી શકવા માટે પોતાને અયોગ્ય જાહેર કરે છે. પરંતુ રામ તેને કહે છે કે તેમને વર્ણ સામે કોઈ વાંધો નથી. શબરી "નીચા" કુળની હોવા છતાં, અગ્નિદાહ વડે પોતાનો દેહત્યાગ કરીને અને 'મુક્તિ' પામે છે.

પાંચસો વર્ષ પહેલાંનાં, અધ્યાત્મ રામાયણથી પ્રભાવિત, અવધિ તુલસી રામાયણમાં શબરી રામના ચરણોમાં પડે છે, પ્રેમના આંસુ વહાવે છે, જાતિ અને જન્મના કારણે પોતાની નીચી કક્ષાની વાત કરે છે, ફળ અને કંદ આપે છે અને વૈષ્ણવ પૌરાણિક કથાઓનની અસરની દેખીતી વાડાબંધિને અનુરૂપ, અંતે (મુક્ત થવાને બદલે) વિષ્ણુ પાસે સ્વર્ગમાં પહોંચે છે.

તો પછી,મૂળભૂત રીતે, શબરીની "એઠાં બોર" પીરસવાની વાર્તા ક્યાંથી આવી?

તુલસીદાસે તેમની રામાયણ લખી તે જ સમયે, બલરામ દાસે તેમની ઉડિયા દાન્ડી રામાયણ લખી. તેમાં આપણને શબરીને કેવી રીતે રામનો સામનો કરવો પડે છે અને તે તેના માટે મીઠી કેરી શોધવા જંગલમાં ભ્રમણ કરે છે તેની વાર્તા જોવા મળે છે. રામ "દાંતના નિશાન" વાળી કેરીઓને ખાસ કરીને ખાય છે દાંતના નિશાન વગરની કેરીઓને બાજુએ કાઢે છે. આમ, કદાચ પહેલી જ વાર, આપણને રામને પીરસવામાં આવેલાં ફળ 'એઠાં' કે “થુંક લાગેલાં” હતાં અને એ ફળ તેમણે ખાધાં એવી કથા મેળવીએ છીએ. પરંપરાગત સમાજોમાં, જે ખોરાકનો સ્વાદ કોઈએ ચાખ્યો હોય તો તે 'એઠો' ખોરાક ઉચ્ચ જાતિના સભ્યો માટે અખાદ્ય થઈ જાય છે. એવો એઠો થઈ ચુકેલો ખોરાક ખાઈને, રામ બતાવે છે કે તે જાતિ કે વંશની તેમને પરવા નથી. આ કથામાં માતંગ ઋષિનો કોઈ ઉલ્લેખ નથી. શબરી/શબરાણી અને શબરા, એક આદિવાસી દંપતી તરીકે રામને મળે છે. એ દંપતિને નજદીકનાં ભવિષ્યમાં જ થનારાં આ આગમનની જાણ ઇંદ્રએ કરેલ હતી. શબરી અહીં એક સર્વનામ સંજ્ઞા છે, કોઈ ચોક્કસ વ્યક્તિનું નામ નથી.

આવી કથા બલરામ દાસ દ્વારા લખાઇ હોય તે સમજી શકાય તેવું છે કારણ કે તેઓ ૧૫મી સદીના પુરી, ઓડિશા,ના પંચ-સખા સંપ્રદાયનો ભાગ હતા. તેમણે બ્રાહ્મણવાદી રિવાજોને પડકાર્યા હતા અને પોતાને શુદ્ર-મુનિઓ (નીચી જાતિના ઋષિઓ) તરીકે ઓળખાવતા હતા. એવા પણ નિદેશો જોવા મળે છે કે તેઓ કદાચ દિવ્ય-સૂરી-ચરિતમ તરીકે ઓળખાતાં સંતોના દક્ષિણ ભારતીય સંસ્કૃત જીવનવૃતાંતોથી પ્રેરિત હતા પરંતુ આ કથાને વ્યાપક લોકસ્વીકૃતિ મળી ન હતી કેમકે રૂઢિચુસ્ત બ્રાહ્મણ સમાજને જે વધારે પડતી, આમુલ, સુધારાવદી લાગી હતી. પુરી (ઓડિશા) સાવરા (કે સાઓરા કે સોરા) જાતિઓ સાથેના જોડાણ માટે જાણીતું છે.
જગન્નાથનું મંદિર મૂળ રીતે આ જાતિ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું અને તેઓ મંદિરની ધાર્મિક વિધિઓમાં ભૂમિકા ભજવવાનું તેઓએ આજે પણ ચાલુ રાખેલ છે આ વિધિઓમાંની એક સમયે ભગવાને, કદાચ, 'એઠાં' ફળ (આ પ્રથા આજે બ્રાહ્મણ પુજારીઓ દ્વારા સખત રીતે નકારી કાઢવામાં આવે છે) ભગવાનની વાર્ષિક "માંદગી", પ્રખ્યાત રથ ઉત્સવ પહેલાં પીરસવામાં આવે છે. આપણે અહીં હિંદુ ધર્મના વધુ રૂઢિચુસ્ત અને ઉદાર પંથો વચ્ચેના, સદીઓથી અસ્તિત્વમાં છે એવા, તણાવનો અનુભવ સ્પષ્ટપણે કરી શકીએ છીએ. આમ તમામ સંભાવનાઓને ધ્યાનમાં લઇએ તો રામને "એઠું" ભોજન પીરસતી શબરીની વાર્તા ઓડિશામાં ઉદ્ભવી હશે એમ માની શકાય.

બે સદીઓ પછી ગંગાના મેદાનમાં આ કથામાંનું ફળ કેરીમાંથી બોરમાં પરિવર્તિત થાય છે. અહીં એ વાતની ખાસ નોંધ લઈએ કે , બલરામ દાસ "સુંદરી" તરીકે પીરસવામાં આવતી કેરીનું વર્ણન કરે છે, જેમાં મટોડી જેવી લાલ આભા હોય છે. બોરનો રંગ પણ કંઈક એવો જ હોય છે.

ત્રણસો વર્ષ પહેલાં પ્રિયાદાસ દ્વારા બ્રજ-ભાષમાં લખાયેલ ભક્તિ-રસ-બોધિની વૈષ્ણવ સંતોના જીવન વિશે વિસ્તૃત વર્ણન કરે છે અને અહીં તેમણે શબરીની કથાનો વિગતવાર ઉલ્લેખ કર્યો છે. તેમાં તેઓ જણાવે છે કે ગુરુ માતંગ દ્વારા સ્વીકારાયા છતાં કેવી રીતે પંપા સરોવર પાસે તપસ્વીઓ દ્વારા શબરીને નીચી જાતિની, અસ્પૃશ્ય, ગણવામાં આવે છે અને કેવી રીતે રામ તેને પહેલેથી ચાખી જોયેલાં, રસ ઝરતાં ફળો ખાય છે, અને એમ કરીને કેમ શબરીને ભાગ્યશાળી માને છે.

પરંપરાગત રીતે બોર શબરી સાથે સંકળાયેલાં છે.

પ્રિયદાસ એ સંસ્કરણને અધિકૃત કરે છે જે હવે લોકપ્રિય કલ્પનાનો ભાગ છે. શબરીની નીચી સામાજિક સ્થિતિ, બોર તરીકે પીરસવામાં આવતા ફળોની ઓળખ, અને શબરીએ તેનો "સ્વાદ" કર્યો હોવા છતાં રામ દ્વારા તેનું સેવન કરવામાં આવ્યું હતું, એક પ્રમુખ જાતિના વંશજ એવા રામને, હિન્દુ ધર્મની જાતિપ્રથામાં સદંતર નિષિદ્ધ એવા, "એઠા" બનાવ્યા એ ત્રણ તત્વો અહીં સ્પષ્ટપણે ભળી જાય છે. સંન્યાસી હોવા છતાં તેમની જાતિ સભાનતાને ત્યાગવામાં અસમર્થ રહ્યા છે એવા માતંગ ઋષિના શિષ્યોઓ દ્વારા શબરીની સાથે થયેલ નૈતિક દુર્વ્યવહારનો દુરુપયોગ એ એક વધારાનું તત્ત્વ છે જેને આજકાલ ઓછું મહત્ત્વનું ગણાય છે.

છેલ્લી સદીમાં, બે મારવાડી ભાઈઓની માલિકીના ગીતા પ્રેસ ગોરખપુર દ્વારા કલ્યાણ સામયિકમાં શબરી કથા દ્વારા વધારે લોકપ્રિય બનાવવામાં આવી છે, કલ્યાઅણ સામયિકના લેખકો અને સંપાદકો મોટાભાગે બ્રાહ્મણો હતા. ત્યારથી નિબંધો અને ભાષ્યોમાં, શબરી શાકાહારી જોવા મળે છે. પોતાના લગ્ન માટે જમણમાં નિર્દોષ પ્રાણીઓની કતલ કરવા માંગતા તેના પરિવારથી ભાગી ગઈ હતી તે સ્પષ્ટ કરવા માટે વિસ્તૃત વાર્તાઓ બહાર આવી છે. શબરીના શાકાહારી બનવાથી તેના નીચા, આદિવાસી (ભીલ/સાવરા/કિરાતા), દરજ્જાની ભરપાઈ કરવામાં આવી છે. તેણે રામની સેવા 'એઠાં' બોરથી દરજ્જાને બળવત્તર કરવામાં પણ આવેલ છે. તેની "ભક્તિથી પાગલ" માનવામાં આવે છે. રામના વાસ્તવમાં થયેલાં આગમનના ઘણા સમય પહેલેથી, તેના ગુરુની સૂચના અનુસાર, વર્ષોથી આશ્રમને ફૂલોથી શણગારીને તે રામના સ્વાગતની તૈયારીઓ કરી રહી હતી. શબરી દ્વારા રામને 'એઠાં' ફળો ખવડાવાતાં જોઈને લક્ષ્મણ અસ્વસ્થ થઈ જાય છે. પણ રામ તેમને સલાહ આપે છે અને જાતિ અને વંશના અધિક્રમના નિયમો કરતાં પ્રેમ અને ભક્તિ કેવી રીતે વધુ મહત્વપૂર્ણ છે તે સમજાવે છે. શબરીની આ આવૃત્તિ ૧૯૮૦ના ના દાયકાની રામાનંદ સાગરની અતિખ્યાત ટીવી સિરિયલ 'રામાયણ' થકી હવે જાહેર સ્મૃતિમાં જડાઈ ગઈ છે.

વધારાનું વાંચન:

1. Dining Out at Lake Pampa: The Shabari Episode in Multiple Ramayanas - ફિલિપ લ્યુત્ગેન્ડોર્વ, યુનિવર્સિટી ઑફ આયૉવા

2. બલરામ દાસ કૃત પંદરમી સદીનાં ઉડીયા દાન્ડી રામાયણમાંનું  શબરોનું વૃતાંત


Translation by Prateek Pattanaik (@shrijagannatha)

ગુજરાતી અનુવાદ

A Yojana southward, they went,
And saw a Sabara and Sabari on their way.
As said to them by Kabandha, the appearance,
They noticed in front of them

એક યોજન દક્ષિણ તરફ, તેઓ ગયા,

અને રસ્તામાં એક સબરા અને સબરી જોયાં.

કબન્ધ દ્વારા તેમને કહ્યું તેવાં જ હતાં દેખાવમાં,

તેઓએ તેમની સામે જોયું.

The Sabara did worship the Lord,
He asked him his clan, lineage.
Said Rama-“(I am the) Son of Ayodhya’s Dasharatha,
Kaushalya is my mother.
My younger, Lakshmana is Sumitra’s Son,
And I’ve come to stay in these forests, of my father’s order.”
“Near the Godavari, did I lose my wife,
Searching for her have I come this place.”

સબરાએ ભગવાનની પૂજા કરી,

તેણે તેને તેનું કુળ, વંશ પૂછ્યું.

રામે કહ્યું- "(હું) અયોધ્યાના દશરથનો પુત્ર,

કૌશલ્યા મારી માતા છે.

મારો નાનો ભાઈ, લક્ષ્મણ સુમિત્રાનો પુત્ર છે,

અને મારા પિતાના આદેશથી આ જંગલોમાં રહેવા આવ્યો છું.”

"ગોદાવરી પાસે મેં મારી પત્નીને ગુમાવી છે,

હું તેને શોધતાં શોધતાં આ જગ્યાએ આવ્યો છું."

Hearing this, the Sabarani worshipped him a lot,
She took Rama & Lakshmana to her home.
Fetching water in a kamandalu, she washed his feet,
Giving him the hide of a black antelope as a seat.

આ સાંભળીને સબરાણીએ તેની ખૂબ પૂજા કરી.

તે રામ અને લક્ષ્મણને પોતાના ઘરે લઈ ગઈ.

કમંડળમાં પાણી લાવી તેણીએ તેના પગ ધોયા,

તેમને કાળા કાળિયારનું ચામડું બેઠક તરીકે આપ્યું

She said, “O Raghunatha, Listen O!
For you have I saved things tasty, ripe,
Awaiting your arrival was I,
The god Indra sent for me, said me so.
So have I saved fruit and root,
Relish them, o one of Raghu root.”

તેણે કહ્યું, “હે રઘુનાથ, સાંભળો!

તમારા માટે મેં સ્વાદિષ્ટ, પાકેલી વસ્તુઓ સાચવી છે,

હું તમારા આગમનની રાહ જોતો હતો,

ઇન્દ્ર દેવે મને બોલાવીને જણાવેલું.

તેથી મેં ફળ અને મૂળ સાચવ્યાં છે,

હે રઘુકુળના એક, તેમનો આનંદ લો.”

Saying so did Sabari lay those before.
And at their sight, Raghunatha did ask-
“Set firmly in these are marks of teeth,
You have saved the best, aware of time”, so he praised.

આમ કહીને સબરીએ તેને સામે મૂક્યાં.

અને તેમની નજર કરી રઘુનાથે પૂછ્યું-

આમાં દૃઢતાપૂર્વક કરો દાંતના નિશાન,

તમે સમયની માંગ અનુસાર, શ્રેષ્ઠ સાચવ્યું છે”, એમ તેમણે પ્રશંસા કરી.

“Bring, o bring, your beautiful fruits.
Let my hunger be satiated by your grace.”
She served them quickly,
And happily did he eat them.
Satisfied was the bow-holder.

લાવો, તમારા સુંદર ફળો લાવો.

તમારી કૃપાથી મારી ભૂખ સંતોષાવા દો.”

તેણીએ તેમને ઝડપથી પીરસ્યું,

અને ખુશીથી તેણે તે ખાધું.

ધનુર્ધારી સંતુષ્ટ થયા..

Then did she bring for him mangoes,
Taking one in his hand, he threw it to the ground.
“No teeth-marks here,” said he,
the one who blesses his servants.
Who can tell his grace, infinite?

પછી તે તેના માટે કેરી લઇ આવી,

એકને હાથમાં લઈને તેણે તેમણે તે જમીન પર મુકી દીધી.

"અહીં કોઈ દાંતના નિશાન નથી," તેણે કહ્યું,

જે તેના સેવકોને આશીર્વાદ આપતા હોય.

તેની અનંત કૃપા કોણ સમજાવી શકે ?

Now listen forth, how the Sabarani arranged for the mangoes.
When she did get a message of Rama’s arrival,
She entered the chuta-vana (Mango forest), gathering mangoes.
Pressing her teeth, she gauged their sour taste,
Abandoning the bad, she collected the good.

So did she bring them all together.

હવે સાંભળો, સબરાણીએ કેરીની કેવી વ્યવસ્થા કરી.

જ્યારે તેણીને રામના આગમનનો સંદેશ મળ્યો,

તેણી કેરીઓ ચુંટવા (કેરીના જંગલમાં) પ્રવેશી.

તેણીના દાંત દબાવીને, તેણીએ તેમનો ખાટો સ્વાદ ચાખ્યો,

ખરાબને છોડીને, તેણીએ સારી એકત્રિત કરી.

તેણી તે બધાને સાથે લાવી

The Sabarani was a person without knowledge,
Eating a portion, did she know the good and bad.
She gathered the tasty fruits thus,
Leaving apart a Sundari mango, without biting into it.
Within her lotus heart, she thought,
My Lord will eat this fruit,
And this thought did fill her heart.

સબરાણી અજ્ઞાન હતી,

એ ચાખ્યા પછી સારી અને ખરાબને ઓળખતી હતી.

તેણીએ આ રીતે સ્વાદિષ્ટ ફળો ભેગા કર્યા,

સુંદરી કેરીને બટકું  માર્યા વિના છોડી દઈને.

તેના કમળસાં હૃદયમાં, તેણીએ વિચાર્યું,

મારા ભગવાન આ ફળ ખાશે,

અને આ વિચારથી તેનું હૃદય ભરાઈ આવ્યું.

The supreme one did eat them,
Those mangoes that had an imprint of her teeth.
He returned the Sundari mango to her,
Finding it bereft of any marks.
Sabarani joined her palms,
“I did save one for you,
Why else would I leave a good one apart?”

પરમેશ્વર એક પણ છોડ્યા વિના ખાય છે,

એ કેરીઓ કે જેના પર તેના દાંતની છાપ હતી.

તેણે સુંદરી કેરી તેને પાછી આપી,

જે કોઈપણ નિશાન વિનાની હતી.

સબરાણીએ હાથ જોડી કહ્યું,

"મેં તમારા માટે જ સાચવી છે,

શા માટે હું એકને  સારી કેરીઓથી અલગ રાખું?"

Said Rama, hearing her answer,
“How did you come to know of its taste?
If it is good indeed, why did you not taste the fruit?
Do not serve me untasted food.
For if I eat this, will I not contradict myself?
In all those mangoes with marks of your teeth,
I found that they tasted great.
I shall not consume this unmarked food.”

તેનો જવાબ સાંભળીને રામે કહ્યું,

તમને તેનો સ્વાદ કેવી રીતે ખબર પડી?

જો તે ખરેખર સારું છે, તો તમે ફળનો સ્વાદ કેમ ન ચાખ્યો?

મને ચાખ્યા વગરનું ભોજન ન પીરસો.

કેમ કે જો હું આ ખાઉં, તો શું હું મારી જાતનો વિરોધ નહીં કરું?

જે બધી કેરીઓમાં તમારા દાંતના નિશાન હતાં,

મને જાણવા મળ્યું કે તેઓનો સ્વાદ ખૂબ જ સારો હતો.

હું આ નિશાન વગરનો ખોરાક આરોગીશ નહિ.”

Saying so, he stood up from his seat.
Lakshmana alone ate the ripe food.

આટલું કહી તે પોતાની બેઠક  પરથી ઉભા થયા.

લક્ષ્મણે એકલાએ પાકેલું ફળ ખાધું

 

  • dailyo.in માં ૧૧ જાન્યુઆરી, ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Did Shabari actually feed Ram ‘tasted’ berries? નો અનુવાદહિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા

·        અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ‖  ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૩

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો