આમ તો એક હજાર શબ્દોમાં પંદર પત્રિકાઓની પર્યાપ્ત સમીક્ષા કરી શકાય નહીં. જોકે મેં પંદરની સંખ્યા એટલા માટે કરી છે કે તેમની વચ્ચે આ પંદર પત્રિકાઓ મળીને વર્તમાન પત્રિકાલેખનના નવ મુખ્ય પ્રવાહોમાંથી આઠનું પ્રતિનિધિત્વ કરે છે. (જે ખુટે છે તે પ્રવાહ શાંતિવાદ છે: મારી પાસે તાજેતરની શાંતિવાદી પત્રિકા નથી.) તાજેતરના વર્ષો દરમિયાન પત્રિકા લેખનના પુનરુત્થાનમાં કેટલીક વિચિત્ર લાક્ષણિકતાઓને સમજાવવાનો હું પ્રયાસ કરૂં તે પહેલા, ટૂંકી ટિપ્પણીઓ સાથે, તેમને અલગ શીર્ષકો હેઠળ સૂચિબદ્ધ કરું છું.
૧. ડાબેરી વિરોધી અને
છૂપા ફાસીવાદી સમર્થક :
સિપાહીની નવી દુનિયા (A Soldier's New World). 2 ડી. (પેટા-શીર્ષક, 'છાવણીમાં લખાયેલ એન્ટિ-ક્રેન્ક પત્રિકા'; ઉચ્ચભ્રૂ વર્ગ પર વજ્રાઘાત કરે છે અને સાબિત કરે
છે કે સામાન્ય માણસ સમાજવાદ ઇચ્છતો નથી. મુખ્ય વાક્ય: 'ચતુર લોકો ક્યારેય સરળ વસ્તુઓમાં આનંદ કરવાનું
શીખ્યા નથી'.)
ગોલ્લેન્ક્ઝ: અજબગજબની જર્મનદુનિયામાં . 1 સે. (વંસિટ્ટારિટ).
વિશ્વ
વ્યવસ્થા અથવા વિશ્વ વિનાશ. 6 ડી. (આયોજન વિરોધી; જી. ડી. એચ. કોલ તોડી પાડવામાં આવ્યો.)
૨. રૂઢિવાદી:
બોમ્બર કમાન્ડ
ચાલુ છે. ૭ ડી. (સત્તાવાર
પત્રિકાનો સારો નમૂનો.)
૩. સમાજવાદી
લોકતંત્રવાદી:
ઑસ્ટ્રિયાનો મામલો. ૬ ડી. (ફ્રી ઑસ્ટ્રિયન મૂવમેન્ટ દ્વારા પ્રકાશિત.)
૪. સામ્યવાદી:
હિટલરના મળતિયાઓને
સાફ કરો. ૨ ડી.
(પેટા-શીર્ષક, 'બ્રિટનમાં યોજાઈ રહેલ ટ્રોટસ્કીવાદી વિક્ષેપનું અનાવરણ'; બેશક જૂઠ.)
૫. ટ્રોટસ્કીવાદી
અને અરાજકતાવાદી:
ક્રોનસ્ટેડ્ટ
વિદ્રોહ. ૨ ડી.
(અરાજકતાવાદી પત્રિકા, મહદ અંશે ટ્રોત્સ્કી પર આકરા પ્રહારો.)
૬. બિન-પક્ષીય
કટ્ટરપંથી:
લશ્કરમાં શું
ગરબડો છે? ૬ ડી. (હરિકેન પુસ્તક, સારી રીતે
માહિતીસજ્જ અને લખાયેલ બ્લિમ્પ-વિરોધી દસ્તાવેજ.)
હું, જેમ્સ બ્લન્ટ. 6 ડી. (સારી પેઠે રૂવાડાં ઊભાં કરી દે છે. આ પત્રિકા એવી વાજબી ધારણા પર
આધારિત છે કે અંગ્રેજી લોકોએ સામુહિક સ્તરે હજુ સુધી ફાસીવાદ વિશે સાંભળ્યું નથી.)
મહાકાયોનું યુદ્ધ. લગભગ તો મૂલ્ય નથી દર્શાવાયું, ૬d.
(બિન-સામ્યવાદી રશિયાપ્રેમી લોકપ્રિય
સાહિત્યનો રસપ્રદ નમૂનો.)
૭. ધાર્મિક:
ગ્રામિણ પાદરીને
એક પત્ર. ૨ સે. (સમાજવાદી
પરિવર્તન પ્રચારક પત્રિકા,
ડાબેરી એંગ્લિકન.)
સદાય લડવૈયાઓ. ૫
ડી. (બુચમેન દ્વારા સમર્થિત)
૮. ગાડુંઘેલું:
બ્રિટનની વિજયી
નિયતિ, અથવા સદાચારનો આગ્રહ હવે રક્ષણાત્મક નથી રહ્યો. ૬
ડી. (બ્રિટિશ ઇઝરાયેલી, મહદ અંશે સચિત્ર.)
જ્યારે રશિયા
પેલેસ્ટાઇન પર આક્રમણ કરે છે. 1 સે. બ્રિટિશ ઇઝરાયેલી. લેખક, એ.જે. ફેરિસ, બી.એ.,એ સબંધિત વિષયો પર
પત્રિકાઓની લાંબી શ્રેણી લખી છે, જેમાંથી એક બહોળું
વેચાણ ધરાવે છે. ૧૯૪૦માં પ્રકાશિત તેમની, વ્હેન રશિયન
બોમ્બ્સ જર્મનીનું વેચાણ ૬૦,૦૦૦ થી વધુ નકલોનું રહ્યું હતું.)
હિટલરની કહાણી અને
ઈંગ્લેન્ડને જીતવાનો કાર્યક્રમ - રજૂકર્તાઃ ‘સિવિસ બ્રિટાનિકસ સમ’. ૧ સે.
(નમૂનાનો ફકરો:
‘રમત રમવી’, અને એ જાણવું કે પોતે તે કરી રહેલ છે નાનીસુની બાબત નથી.
પછી, એક દિવસ આવે છે કે જ્યારે ખેલ સમાપ્ત થાય છે અથવા છેલ્લી
વખત સીટી વાગે છે:
મહાન સ્કોરર તમારા
છેલ્લા નામ સામે લખવા આવશે,
તમે જીત્યા કે હાર્યા તે નહીં; પરંતુ તમે 'કેમ રમત રમી.')
મેં જે પત્રિકાઓનાં
નામો અહીં રજુ કરયાં છે તે પત્રિકા સાહિત્યના મહાસાગરમાં માત્ર એક ટીપું છે. મેં
એમનો સમાવેશ એટલે કર્યો છે કે કેટલી સારી અને બાકીની દ્વારા બીજા પ્રકારોનાં
ઉદાહરણ આટલા નાના નમુનામાં મળી રહે. એ પૈકી કેટલાંક નામો તો સરેરાશ વાચકે
સાંભળ્યાં હશે. ખેર, ઉદાહરણ તરીકે આટલા
નાના નમુનામાંથી શું નિષ્કર્ષ કાઢી શકાય ? સહેલાઈથી સમજાવી ન શકાય તેવી રસપ્રદ હકીકત એ છે કે લગભગ
૧૯૩૫ થી પત્રિકા સાહિત્ય સર્જન એક પ્રચંડ સ્તર પર પુનર્જીવિત તો થયું છે, પણ,વાસ્તવિકતામાં, તેમ થવાથી
જરા પણ મૂલ્યવૃધિ થઈ
નથી. છેલ્લાં છ વર્ષમાં મારો સંગ્રહ જ કેટલાંક સેંકડોની સંખ્યામાં હશે, જે કુલ કદાચ કુલ નિપજના દસ ટકાની જેટલું પણ
પ્રતિનિધિત્વ કરતું નથી. આમાંની ધાર્મિક-દેશભક્તિની પત્રિકાઓ જેવી કેટલીક પત્રિકાઓનું
ભારે વેચાણ થયું છે. જેમ કે મિસ્ટર ફેરિસ, બી. એ.ની પત્રિકાઓ કે હિટલરની છેલ્લી ઈચ્છા
અને વસિયત જેવી વાંધાજનક
પત્રિકાઓ, જેનું વેચાણ લાખોમાં થયું હોવાનું કહેવાય છે.
પ્રત્યક્ષ રીતે રાજકીય પત્રિકાઓ ક્યારેક મોટી સંખ્યામાં વેચાય છે, પરંતુ પક્ષની વિચારધારા જેવી રાજકીય પત્રિકાઓના
વેચાણના આંકડા નકલી હોવાની શક્યતા હોય છે.
મારા સંગ્રહમાંથી
જોતાં, મને લાગે છે કે વ્યવહારિક રીતે એ તમામ પત્રિકાઓ
કચરો છે, માત્ર ગ્રંથસૂચિઓ પુરતું તેમાં કઈં રસપ્રદ કહી
શકાય એમ છે. જો કે મેં જે વર્તમાન પત્રિકાઓને નવ શીર્ષકો હેઠળ વર્ગીકૃત કરી છે, તેને માત્ર રાજકીય પક્ષની વિચારધારા અને જ્યોતિષ
એમ બે મુખ્ય શાખાઓમાં ઘટાડી નખી શકાય છે. તેમને એકહથ્થુ સતા બાબત પ્રકારનો કચરો
અને ઉન્માદ પ્રકારનો કચરો એમ બે ભાગમાં વહેંચવાથી મૂળે તે કચરો છે એમાં કઈ ફરક નથી
પડતો. વાંચનસામગ્રી તરીકે
ગણાનાર, સારી રીતે માહિતગાર પરિવર્તન પ્રચાર
પત્રિકાઓ પણ નિરાશાજનક રીતે નિસ્તેજ છે. સૌથી જીવંત પત્રિકા, લગભગ, હંમેશા બિન-પક્ષીય હોય છે. તેનું સારું ઉદાહરણ બ્લેસ'એમ ઓલ છે, જોકે તેની કિંમત એક શિલિંગ અને છ પેન્સ છે, પણ તેને પત્રિકા તરીકે ગણવામાં આવવું જોઈએ,
સમકાલીન પત્રિકાઓની
ખરાબીનું, કંઈક અંશે આશ્ચર્યજનક, કારણ એ છે કે પત્રિકા આપણા પોતાના જેવા સમયનું
સાહિત્યિક સ્વરૂપ હોવી જોઈએ તે સ્વરૂપની કક્ષાએ પહોંચી નથી શકી. આપણે એવા સમયમાં જીવીએ છીએ જ્યારે રાજકીય જુસ્સો ઊંચો છે, મુક્ત અભિવ્યક્તિનાં માધ્યમો ઘટી રહ્યાં છે, અને પહેલાં ક્યારેય જાણ્યું ન હતું એ પાયે
સંગઠિત જૂઠાણું અસ્તિત્વમાં છે. ઈતિહાસના છીંડાંઓને પુરવા માટે પત્રિકા એક આદર્શ
સ્વરૂપ છે. તેમ છતાં જીવંત પત્રિકાઓ બહુ ઓછી હોવાની એક બહુજ નબળી જ સમજૂતી એટલી જ આપી શકું છું કે
પ્રકાશન વેપાર અને સાહિત્યિક પત્રોએ જાહેર વાંચનને પત્રિકા-સભાન બનાવવાની તસ્દી ક્યારેય લીધી નથી.
પત્રિકા સંગ્રહ કરવામાં એક
મુશ્કેલી એ છે કે તે કોઈ પણ પત્રિકા નિયમિત રીતે પ્રકાશિત કરવામાં આવતી નથી,
સંગ્રહાલયોની પુસ્તકાલયોમાં પણ હંમેશા મેળવી શકાતી નથી, અને ભાગ્યે જ તેની જાહેરાત કરવામાં આવે છે અને તેથી આગળ તો
તકલીફ એ છે કે તેની સમીક્ષાઓ નથી કરાતી. પત્રિકા સાહિત્યનો જે સાર છે કે પત્રિકાના
માધ્યમથી તમે શક્ય તેટલા વધુ લોકો માટે કંઈક કહેવા માંગો છો એ મુજબ એક સારો લેખક
જુસ્સાથી કંઈથી કહેવા માંગતો હશે તો તેને પત્રિકાના સ્વરૂપમાં ઢાળતાં તેને અચકાવું
પડશે,
કારણ કે તે ભાગ્યે જ જાણે છે કે
તેને કેમ પ્રકાશિત કરવી અને પ્રકાશિત થઈ પણ ગઈ તો જે લોકો
સુધી તે પહોંચવા માગે છે તે ક્યારેય તેને વાંચી શકશે કે કેમ. એટલે, કદાચ તે પોતાના વિચારને અખબારના લેખમાં ઉતારશે અથવા તેને પુસ્તક
સ્વરૂપે રજૂ કરશે કરશે.
પરિણામે અત્યાર સુધીમાં
મોટી સંખ્યામાં પત્રિકાઓ લેખનનાં પાગલપણામાં લખાઇને પોતાના ખર્ચે પ્રકાશિત થાય છે, અથવા કે પછી તે આડંબરી ધર્મોના પેટા-વિશ્વનો એક ભાગ બની રહે
છે કે પછી રાજકીય પક્ષો દ્વારા બહાર પાડવામાં આવે છે. પત્રિકા પ્રકાશિત કરવાની
સામાન્ય રીત રાજકીય પક્ષ દ્વારા છે. રાજકીય પક્ષ ખાસ ધ્યાન રાખશે કે કંઈપણ 'આડુંઅવળું — બીજા
શબ્દોમાં કોઈપણ સાહિત્યિક મૂલ્ય — તેમાંથી દૂર રાખવામાં આવે. સાવ તાજેતરના વર્ષોમાં થોડી સારી પત્રિકાઓ આવી છે -
જેમ કે ડી.એચ. લોરેન્સની પોર્નોગ્રાફી એન્ડ ઓબ્સીનીટી, પોટોકી ડી મોન્ટાલ્કની સ્નોબરી વિથ વાયોલન્સ. ધ એનિમીમાંના
વિન્ડહામ લેવિસના કેટલાક નિબંધો પણ ખરા અર્થમા આ પ્રકાર હેઠળ જ આવે છે.
હરિકેન બુક્સ જેવી બિન-પક્ષીય ડાબેરી પત્રિકાઓનું હાલમાં
જોવા મળવું સૌથી આશાસ્પદ ચિહ્ન છે. જો આ પ્રકારનાં પ્રકાશનોની અખબાર જગતે નવલકથા કે
શ્લોકના પુસ્તકોની જેમ નોંધ લેશે એવી ખાતરી હોત, તો પત્રિકાને તેના યોગ્ય વાચકોના ધ્યાન પર લાવવા માટે કંઈક
કરવામાં આવ્યું હોત, અને
સમગ્ર શૈલીનું સ્તર પણ ઊંચું ગયું હોત. આજે તો સૌથી ઈચ્છનીય બાબત એ છે કે જ્યારે
કોઈ વિચારે કે પત્રિકાનું સ્વરૂપ કેટલું લવચીક છે, અને આપણા સમયની કેટલીક ઘટનાઓને દસ્તાવેજીકરણની કેટલી તાતી
જરૂર છે.
+ + + +
જ્યોર્જ
ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ,
Pamphlet
Literature નો અનુવાદ
+ + + +
Pamphlet
Literature ના અનુવાદને ડાઉનલોડ કરવા માટે પત્રિકા
સાહિત્ય (૧૯૪૩) પર
ક્લિક કરો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો