‘મુસોલિની સાથેના સંબંધોનો બ્રિટિશ
ઇતિહાસ મુડીવાદી રાજયની માળખાંકીય નબાળાઈ દર્શાવે છે. સત્તાના રાજકારણને કોઈ નીતિ
નથી હોતી એ વાત માની લઈએ,
તો સમજાશે કે ૧૯૩૪થી બ્રિટિશ વ્યૂહરચનાઓ જે હિસ્સો રહી છે
એવી મુસોલિનીને ધરી રાજયોમાંથી, જરૂર પડ્યે ખરીદી લઈને પણ, બહાર
ખેંચી લાવવાની પેરવાઈઓ બ્રિટનની વ્યૂહાત્મક ચાલનો એમ સ્વાભાવિક હિસ્સો જ હતો.....’
જ્યોર્જ ઑર્વેલના
પ્રસ્તુત લેખનું આ કથન શીર્ષકનો જવાબ ઈંગિત કરે છે .... !?
દેખીતી રીતે,
મુસોલિનીનું પતન એ
વિક્ટોરિયા યુગનાં ઉત્તેજનાપૂર્ણ નાટક જેવી સીધી વાત હતી. લાંબા સમય સુધી,
સદાચારનો વિજય થયો
હતો, દુષ્ટ માણસ મૂંઝવણમાં હતો, ભગવાનની ઘંટી તેનું કામ કરી રહી
હતી. જો કે, બીજો વિચાર એ પણ આવે કે, આ નૈતિક વાત એટલી સરળ અને એટલી
સુધારક પણ નથી. પહેલી વાત તો એ કે, મુસોલિનીએ કદાચ કોઇ ગુનો કર્યો પણ
હોય તો કયો ગુનો કર્યો છે? સત્તાના રાજકારણમાં કોઈ ગુના નથી હોતા,
કારણ કે ત્યાં કોઈ
કાયદા જ નથી. અને, બીજી બાજુ, શું મુસોલિનીના આંતરિક શાસનમાં
એવી કોઈ વિશેષતા છે કે જેના પર લોકોનાં કોઈ પણ જૂથ દ્વારા તેના પર ચુકાદો આપવા
માટે ગંભીરતાથી વાંધો ઉઠાવી શકાય? 'કેસિયસ'
નાં 'The
Trial of Mussolini / મુસોલિની પરનો મુકદ્દમો પુસ્તકમાં લેખક અનેક રીતે બતાવે
છે - અને હકીકતમાં આ પુસ્તકનો મુખ્ય હેતુ પણ એ જ છે - કે ૧૯૨૨ અને ૧૯૪૦ ની વચ્ચે
મુસોલિની દ્વારા કરવામાં આવેલી એક પણ એવી નીચતા નથી જેની આજ જે લોકો તેના પર
મુકદ્દમો ચલાવવા જઈ રહ્યા છે તેમણે જ ગગનચુંબી પ્રશંસા ન કરી હોય.
તેના દૃષ્ટાંત રૂપક માટે 'કેસિયસ'
કલ્પના કરે છે કે
જેમાં એટર્ની જનરલ ફરિયાદી હતા એવા મુકદ્દમામાં મુસોલિનીને બ્રિટિશ કોર્ટ સમક્ષ
દોષિત ઠેરવવામાં આવ્યા હતા . આરોપોની યાદી બહુ પ્રભાવશાળી છે,
અને મુખ્ય તથ્યો -
માટ્ટેઓટીની હત્યાથી લઈને ગ્રીસ પરના આક્રમણ સુધી, અને ખેડૂતોની સહકારી સંસ્થાઓના
વિનાશથી લઈને એડિસ અબાબા પર બોમ્બ ધડાકા સુધી - નકારાયાં નથી. યાતના શિબિરો,
તૂટેલી સંધિઓ,
રબરની ળાઠીઓ,
એરંડાનું તેલ -
જેવી દરેક બાબતોનો
સ્વીકાર કરવામાં આવે છે. એક માત્ર મુશ્કેલીજનક પ્રશ્ન એ છે કે: જે તે સમયે - ધારો
કે, દસ
વર્ષ પહેલાં - વખાણવા લાયક હતું અને જે તમે વખાણ્યું પણ
હતું તે હવે
અચાનક જ નિંદનીય કેવી
રીતે બની શકે? મુસોલિનીને જીવંત અને મૃત બંને સાક્ષીઓને બોલાવવાની અને
તેમના પોતાના મુદ્રિત શબ્દો દ્વારા બતાવવાની છૂટ છે કે બ્રિટીશ સમાજના અભિપ્રાયના
જવાબદાર નેતાઓએ મુસોલિનીએ જે પણ કર્યું છે તેમાં તેને પ્રોત્સાહિત કર્યો છે.
દાખલા તરીકે,
અહીં ૧૯૨૮ માં લોર્ડ
રોથર્મેર કહે છે:
તેના પોતાના દેશમાં (મુસોલિની)
જીવલેણ ઝેરનું મારણ હતો. બાકીના યુરોપ માટે તે એવું શક્તિવર્ધક ઔષધ
ટોનિક છે જેણે તમામ
અગણિત લોકોના સારા માટે હતું. હું મુસોલિનીની ભવ્ય સિદ્ધિને યોગ્ય પ્રકાશમાં
મૂકનાર જાહેર પ્રભાવની સ્થિતિમાં પ્રથમ વ્યક્તિ હોવાનો હું નિષ્ઠાવાન સંતોષ સાથે
દાવો કરી શકું છું. ... તે આપણા યુગની સૌથી મહાન વ્યક્તિ છે.
૧૯૨૭ માં વિન્સ્ટન ચર્ચિલ કહે છે
કે:
જો હું ઇટાલિયન હોત તો મને ખાતરી
છે કે લેનિનવાદના પાશવી લાલસા અને જુસ્સા સામેના તમારા વિજયી સંઘર્ષમાં મારે પૂરા
દિલથી તમારી સાથે રહેવું જોઈતું હતું... (ઇટાલીએ) રશિયન ઝેરનું જરૂરી મારણ પૂરૂં
પાડ્યું છે. હવે પછી કોઈ પણ મહાન રાષ્ટ્રને બોલ્શેવિઝમના કેન્સરગ્રસ્ત વિકાસ સામે
રક્ષણના અંતિમ માધ્યમોથી વંચિત કરી નહીં શકાય.
૧૯૩૫ માં લોર્ડ મોટિસ્ટોન કહે છે
કે:
(એબિસિનિયામાં ઇટાલીની
કાર્યવાહીનો) મેં વિરોધ કર્યો ન હતો . હું એ હાસ્યાસ્પદ ભ્રમણા
દૂર કરવા માંગતો હતો કે લાચાર અને વંચિત પ્રત્યે સહાનુભૂતિ રાખવી એ એક સરસ વસ્તુ
છે. ... મેં કહ્યું હતું કે આ ક્રૂર, ઘાતકી એબિસિનિયનોને શસ્ત્રો
મોકલવાં, અથવા શસ્ત્રો મોકલવા અંગે આંખ આડા કાન કરવા,
અને હજુ પણ સન્માનિય
ભાગ ભજવતા અન્ય લોકોને એ શસ્ત્રોથી વંચિત રાખવા એ એક હલકટ બાબત છે.
૧૯૩૮ માં શ્રીમાન ડફ કૂપર કહે છે
કે:
એબિસિનિયાના ઘટનાક્રમ વિશે,
હવે જેટલું ઓછું
કહેવાય તેટલું સારું. જ્યારે જૂના મિત્રો ઝઘડા પછી સમાધાન કરે છે,
ત્યારે તેના મૂળ
કારણોની ચર્ચા કરવી તેમના માટે હંમેશા જોખમી છે.
૧૯૩૨માં ડેઈલી મેઈલના શ્રીમાન
વોર્ડ પ્રાઈસ કહે છે કે:
અજ્ઞાન અને પૂર્વગ્રહયુક્ત લોકો ઇટાલીની બાબતો વિશે એવી રીતે વાત કરે છે જાણે કે જે રાષ્ટ્ર કોઈ જુલમને આધિન હોય તેને તે સ્વેચ્છાએ ફેંકી દેશે. બ્રિટિશ જાહેર અભિપ્રાયના ચોક્કસ અધુરા જાણકાર વર્ગો માટે જે લગભગ નિયમ જ કહી શકાય એવી કટ્ટરપંથી લઘુમતીઓ માટેની રોગિષ્ટ સહાનુભૂતિ સાથે આ દેશે લાંબા સમયથી ફાશીવાદી શાસન કરાઈ રહેલા ભવ્ય કાર્ય તરફ આંખો બંધ કરી દીધી હતી. મેં ઘણી વખત સાંભળ્યું છે કે મુસોલિનીએ પોતે ડેઈલી મેઈલ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે કારણ કે તે વિશ્વ સમક્ષ તેમના ઉદ્દેશ્યોને યોગ્ય રીતે રજૂ કરનાર પ્રથમ બ્રિટિશ અખબાર છે.
વગેરે,
વગેરે
+ + + +
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો