એક દિવસ વિષ્ણુ શિવને ભેગા થયા. બંને એકબીજાને પોતપોતાના
ઘરમાં થતા રોજરોજના ઝઘડાઓની મોકાણ સંભળાવવા લાગ્યા.
જવાબમાં વિષ્ણુએ પોતાની વિતક કહીઃ ‘મારી સ્થિતિ તો વધુ ખરાબ છે.
મારી એક પત્ની, લક્ષ્મી, બધી સંપત્તિનું નિયમન કરે છે એટલે અભિમાની અને માગણખોર બની ગયેલ છે. મારી બીજી
પત્ની, સરસ્વતી, પાસે ખૂબ જ્ઞાન છે તે એટલે
વાતવાતમાં ઝઘડા જ કરે છે. બન્નેને પાછું ઉભેય બનતું નથી. મારો એક જ દીકરો છે,
કામ. એ દુનિયાભરમાં
બેજવાબદારીપૂર્વક આકાંક્ષાઓ જગાડવાનાં તીર મારતો ફરે છે. તેથી મને એ બધું સરખું
કરવા માટેની ફરિયાદો દુનિયાભરમાંથી મળતી જ રહે છે. એ ફરિયાદોનાં નિવારણ કરવા માટે વિવિધ
અવતાર લેવા પડશે અને પૃથ્વી પર અવતરવું પડશે, તેમજ નશ્વરતાનો અનુભવ કરવો પડશે. પરંતુ જ્યારે હું
સમસ્યાઓ હલ કાઢતો હોઉં છું, કે રાક્ષસોનો વધ કરતો હોઉં છું ત્યારે ત્યાં પણ, મારી પત્નીઓ વિવિધ
સ્વરૂપોમાં મને અનુસરે છે. હું ગમે તેટલા ગીતા ઉપદેશો આપું તો પણ મારી પોતાનીની
સમસ્યાઓનો અંત જ આવતો નથી. ઘરે, વૈકુંઠમાં, હું શાંતિથી સૂઈ શકતો નથી, કારણ કે મારૂ વાહન એવો ગરુડ હંમેશા આસન શેષનાગ સાથે ઝઘડતો રહે છે. કોઇ વાતે
તેઓ સમજતા જ નથી. આટલું ઓછું હોય તેમ મારો મુખ્ય ભક્ત હોવાનો દાવો કરતો, નારદ, તેની શરારતોને કારણે મને નવરાશનો શ્વાસ જ લેવા નથી દેતો. એટલે હવે
પરિસ્થિતિ તો એ હદે પહોંચી ગઈ છે કે મારી પાસે એક ક્ષણનાં પણ આરામ કે શાંતિ નથી. હું પણ એક
દુઃખી ગૃહસ્થ છું. આટલું ઓછું હોય તેમ પાછો મને જગતનિયંતા, જગન્નાથ, નાં સ્થાન પર ચડાવી દીધો છે
. હે શિવ. મદદ તો તમે મને કરો.’
આ બે વાર્તાલાપ ઉડિશા અને તમિલનાડુના ભવ્ય મંદિર સંકુલ સાથે
જોડાયેલ પ્રાદેશિક કવિતા પર આધારિત છે. પૌરાણિક વિદ્યા અને મંદિરની વિદ્યા વચ્ચે
ઘણી ભિન્નતા જોવા મળે છે. ઉદાહરણ તરીકે, પુરાણોમાં શિવની, સામાન્ય પણે, એક જ પત્ની, ગૌરી છે, પરંતુ મંદિરની માન્યતામાં બીજી પત્ની, ગંગા, પણ છે. ગૌરી પર્વતની જેમ ધીરજવાન છે અને ગંગા નદીની જેમ ચંચળ છે. લોકપ્રિય
પૌરાણિક કથાઓમાં, ગૌરી શિવની પત્ની, લક્ષ્મી વિષ્ણુની પત્ની અને સરસ્વતી બ્રહ્માની પત્ની હોવાને કારણે સુઘડ
સમપ્રમાણતા બની રહેલ છે. પરંતુ મંદિરની માન્યતામાં લક્ષ્મી અને સરસ્વતી વિષ્ણુની
પત્નીઓ છે. કેટલીકવાર, એ બે પત્નીઓ ભુ-દેવી અને શ્રી-દેવી તરીકે પણ ઓળખાય છે.
આ ગેય કથાનકો બહુપત્નીત્વની વાત કરે છે. અહીં દીકરીઓની સદંતર
ગેરહાજરી નોંધપાત્ર જણાય છે. લોકોને પોતાના ઘરેલુ મામલાઓ સાથે કામ લેવામાં મદદ કરવાને બદલે કે તે સમયના સામાજિક માળખાને
પ્રતિબિંબિત કરવાને બદલે કે આ વિષયો પર કઈં નિર્ણય પર આવવાને બદલે, આ કથાઓમાં શિવ અને વિષ્ણુનાં
એકતરફી કથનોમાં પિતૃસત્તાને સમર્થન મળતું જોઈ શકાય છે. જોકે આપણે પણ આ ચર્ચામાં મૂળ
મુદ્દો તો ચૂકી જ જઈએ છીએ. હિંદુ ધર્મ પર આધુનિક વિદ્વતાની બેચેની ઘણીવાર એવી
ધારણાને કારણે આવે છે કે બાઇબલ અને કુરાનની જેમ, હિંદુ પવિત્ર ગ્રંથો પણ ઉપદેશક છે અને માનવજાતની
'સુધારણા' કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ
હકીકતે, હિંદુ ગ્રંથોનો એ
આશય જ નથી.
આ બધાં કથાનકો તો સામાન્ય ગૃહસ્થોને એ જણાવવા માટે છે કે
દેવતાઓને પણ મનુષ્યો જેવી જ સમસ્યાઓનો સામનો કરવો પડે છે તે જણાવવા માટે સરળ રીતો
હતી. શિવ અને વિષ્ણુ વચેના સંવાદો જેવા સંવાદો દ્વારા દેવતાઓનું માનવીકરણ કરવામાં આવ્યું છે અને તેમને રોજિંદા જીવનનો ભાગ બનાવવામાં
આવ્યા છે. આ સંવાદો મધ્યકાલીન સમયમાં જે ખૂબ જ તીવ્ર હતું, અને આજે પણ ભારતના ઘણા
ભાગોમાં તીવ્ર છે એવાં શૈવ અને વૈષ્ણવ ઉપાસકો વચ્ચેનાં સાંપ્રદાયિક વિભાજન
વચ્ચે શાંતિ
સ્થાપવાના પ્રયાસને પણ દર્શાવે છે. ઉદ્દેશ્ય તો 'સમસ્યાઓનું નિરાકરણ' કરવાનો હતો. પરંતુ હવે તેને
બદલે, માનવી અને દેવો
વચ્ચેની સમસ્યાઓ અંગે સમાનુભૂતિ દ્વારા ઘરબાર અને સમાજમાં શાંતિ લવાઈ રહી છે.
- મિડ - ડે માં ૩૧ જાન્યુઆરી, ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Divine domestic discords નો અનુવાદ| હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા, પ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા
·
અનુવાદકઃ
અશોક વૈષ્ણવ, અમદાવાદ ‖ ૨૫ ઓક્ટોબર, ૨૦૨૩

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો