Caste in Pakistan, The Elephant in the Room by Shahbano
Aliani
Christians required only as Sweepers by Asif Aqeel
બાંગ્લાદેશ પણ એક ઇસ્લામી રાજ્ય
છે. બાંગ્લાદેશ સાંસ્કૃતિક રીતે મધ્ય પૂર્વ એશિયા કરતાં બંગાળ સાથે વધુ સંલગ્ન
છે. તેમ છતાં, અહીં પણ જાતિ ભેદભાવ ખીલેલા છે, એમ આ લેખોમાં વિગતવાર નોંધ
લેવાઈ છે:
Factsheet
on Dalits of Bangladesh
ISDN report on
Bangladesh
શ્રીલંકા એક બૌદ્ધ રાજ્ય છે.
બૌદ્ધ ધર્મ પણ તમામ મનુષ્યોની સમાનતામાં માને છે. ભારતમાં મનુ સ્મૃતિ અથવા ભગવદ
ગીતા લખાઈ તેના ઘણા સમય પહેલા બૌદ્ધ ધર્મ મૌર્યકાળમાં શ્રીલંકા પહોંચ્યો હતો. તેમ
છતાં, જાતિય ભેદભાવ ત્યાં પણ જોવા મળે
છે આ લેખમાં વિગતવાર નોંધ છે:
નેપાળમાં હિંદુ રાજાશાહી હતી.
જોકે હવે તે લોકશાહી રાજ્ય છે. પણ તેમ છતાં અહીં પણ જાતિગત ભેદભાવો તો જોવામાં આવે જ છે તેમ આ આ લેખમાં વિગતવાર જણાવ્યું છે:
શીખ ધર્મ સમાનતામાં માને છે.
તેમ છતાં, પંજાબમાં ઘણા શીખ ગુરુદ્વારાઓ
માં જાતિય ભેદભાવ જોવા મળ્યો છે, જે આ લેખોમાં વિગતવાર નોંધવામાં આવેલ છે:
Caste based gurudwaras
Clergy acknowledges caste gurudwaras by Jatinder Preet
ખ્રિસ્તી ધર્મ પણ સમાનતામાં
માને છે. તેમ છતાં, ખ્રિસ્તીઓમાં પણ જાતિ ભેદભાવ જોવા મળ્યો છે, જે આ લેખમાં વિગતવાર છે:
Caste discrimination in Catholic Church
તામિલનાડુના દ્રવિડ પક્ષોએ
બ્રાહ્મણ વિરોધી ચળવળની આગેવાની લીધી હતી. પરંતુ બ્રાહ્મણ વિરોધીનો અર્થ દલિત તરફી
હોવો જરૂરી નહોતો. બ્રાહ્મણોને દૂર કરવામાં આવ્યા પરંતુ દલિતોની દુર્દશા તો ચાલુ
રહી. સત્તાનું જે શૂન્યાવકાશ સર્જાયું તે અન્ય જાતિઓ દ્વારા ભરવામાં આવ્યું એમ આ
લેખોમાં વિગતવાર નોંધ લેવામાં આવેલ છે:
Why caste battle in Tamil Nadu never ends by M Kalyanaraman
& Bosco Dominique
Gokulraj Murder: Why has the Dravida movement ignored Dalits?
by Nandini Krishnan
ઉપરોક્ત દસ્તાવેજિત ઉદાહરણો એક
આશ્ચર્ય તરફ દોરી જાય છે:
શું જ્ઞાતિ એક ધાર્મિક અનિવાર્યતા છે ? કે પછી, યુરોપી-અમેરિકી ભારતીય વિદ્યાવિદો દ્વારા વેદ, ભગવદ ગીતા, મનુ સ્મૃતિ જેવા પૌરાણિક ગ્રંથોમાંથી ખોળી કાઢેલ નિદાનમાં દાવો કરવામાં આવે છે તેમ જાતીય ભેદભાવ હિંદુ ધર્મની અનિવાર્ય આવશ્યકતા છે? શું જ્ઞાતિ પ્રથાનું આટઆટલા સમયથી ટકી રહેલું અસ્તિત્વ અને ફેલાવો એ માત્ર હિંદુ ધર્મના પ્રભાવનું સૂચક છે?
કે પછી
શું તે પ્રાદેશિક સ્તરે થતી રહેતી ઘટનાઓનું એવું ચિત્રણ છે કે દક્ષિણ એશિયાઈ સંસ્કૃતિની એવી સંદિગ્ધ અભિવ્યક્તિ છે, જે અહીં રચાયેલા સાહિત્યમાં પ્રતિબિંબિત થતા ધાર્મિક આવરણથી લેવાદેવા વિનાના સામાજિક-રાજકીય-આર્થિક-કર્મકાંડના ઊંડા મૂલાધારમાંથી ધીમે ધીમે બહાર આવી રહેલ છે?
દક્ષિણ એશિયાઈ મનોભાવને મનની
ધાર્મિક અથવા બિનસાંપ્રદાયિકમાંથી કઈ પૌરાણીક માન્યતાઓ આકાર આપે છે? કે પછી, શેરીના આ અંધારા ખૂણામાં
ખોવાયેલી વીંટીને દૂરની જે દીવાબત્તીનો જ્યાં પ્રકાશ છે ત્યાં શોધવાનાં ફાફાં આપણે
મારી રહ્યાં છીએ?
કદાચ પવન પ્રમાણે પુંઠ
ફેરવવાનું બંધ કરવાનો સમય પાકી ગયો છે.
- www.scroll.inમાં ૩૧ જાન્યુઆરી, ૨૦૧ના રોજ પ્રકાશિત થયેલ
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Beyond Hinduism: Is caste a religious or a regional problem? નો અનુવાદ| હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા, પ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો