૧. કૃષ્ણએ રાધા સાથે લગ્ન કેમ ન કર્યા?
૨. પરશુરામે તેની માતા રેણુકાનો શિરચ્છેદ કેમ કર્યો?
૩. શા માટે શિવે તેમના પુત્રનો શિરચ્છેદ કર્યો અને પછી તેને હાથીનું માથું કેમ બેસાડી આપ્યું?
૪. દુર્ગા ભેંસાનો કેમ વધ કરે છે?
૫. કાલી શા માટે નગ્ન નૃત્ય કરે છે?
સ્વાભાવિક રીતે સમજી શકાય કે કેટલાક લોકો દલીલ કરી શકે છે કે ફક્ત હિંદુ માન્યતા પર આધારિત મુકદ્દમા જ શા માટે? બૌદ્ધ, જૈન અને શીખ ધર્મ વિરુદ્ધ કેમ નહીં?
૧. બુદ્ધે શા માટે 'બોધી' થયા પછી પતિ અને પિતા તરીકેની તેમની ફરજો ફરી શરૂ ન કરી?
૨. જૈનો શા માટે ૬૪ મહાન આત્માઓની યાદીમાં મહિલાઓને સામેલ કરતા નથી?
૩. બધા શીખ ગુરુઓ પુરુષ કેમ છે?
અને પછી, એક બિનસાંપ્રદાયિક દેશ હોવાથી, આપણે મુસ્લિમો અને ખ્રિસ્તીઓ અને યહૂદી લોકોને શા માટે છોડવા જોઈએ?
૧. શા માટે ભગવાનના સંદેશવાહકો હંમેશા પુરૂષ હોય છે?
૨. સર્પો સામે આટલો બધો પૂર્વગ્રહ શા માટે?
૩. કયું બંધારણ ભગવાનને લોકોને નરકમાં નાખવાનો અધિકાર આપે છે?
૪. શું ઈશ્વરે મરિયમને ગર્ભવતી બનાવતા પહેલા તેની સંમતિ લીધી હતી?
અને જો પ્રાચીન ગ્રીક અને રોમનો આસપાસ હોય, તો અસંખ્ય સ્વરૂપવાન કુમારિકાઓ અને નશ્વર મનુષ્યો પર બળાત્કાર કરવા બદલ ઝિયસની ધરપકડની માંગ પણ આપણે કરી શકીએ છીએ
પૌરાણિક પાત્રોનાં વર્તનો અને ક્રિયાઓને 'વાજબી ઠેરવવા' માંગતા વાર્તાલાપો ઘણીવાર મુખ્ય મુદ્દાને ચૂકી જાય છે. પૌરાણિક કથાઓમાં સંસ્કૃતિ દ્વારા પવિત્ર માનવામાં આવતી વાર્તાઓનો સમાવેશ થાય છે જે પેઢીઓ સુધી પ્રસાર થતી રહી છે કારણ કે તેમાં સંસ્કૃતિનું વ્યક્તિલક્ષી સત્ય હોય છે. એ કથાઓ વિશ્વ દૃષ્ટિકોણ વ્યક્ત કરે છે. તે અર્થઘટન કરી આપે છે. આ કથાઓ ક્યારેય શાબ્દિક રીતે લેવા જેવી નથી. આ કથાઓમાં પુરુષો પુરુષો નથી, સ્ત્રી સ્ત્રી નથી અને પ્રાણીઓ પ્રાણીઓ નથી. રામાયણના રામ પછીથી આપણી વ્યક્તિગત અને વ્યાવસાયિક પસંદગીઓ વચ્ચેના સંઘર્ષનું એક વિચારબીજ બની જાય છે: બાઇબલના ઇસુ દૈવી પ્રેમ અને ક્ષમા અને દયાનું પ્રતીક બની જાય છે.
અલબત્ત, જો તેમના દેવો અને પ્રબોધકોને 'માત્ર એક રૂપક' તરીકે રજુ કરવામાં આવે તો ભડકી જાય એવા ઘણા લોકો છે. આ એવા લોકો છે જેઓ માનવ વિચારને આકાર આપવામાં ભાષાની શક્તિ (વેદની વાક-દેવી) ની કદર કરવામાં અસમર્થ છે અને દરેક વસ્તુને ભૌતિક અને માપી શકાય તેવી દ્રષ્ટિએ જુએ છે. તેઓ અર્થ, સ્મરણ શક્તિ, તત્વમીમાંસાની આધ્યાત્મિકતા અને અર્થાલંકારિત રૂપકોની સાથે કામ લેવા માટે પૂરતા તૈયાર નથી. તેઓ વસ્તુઓને વિચારો તરીકે નહીં પણ વાસ્તવિક, ભૌતિક, ચીજો તરીકે જુએ છે. તેઓ વિચારોની મજાક ઉડાવે છે. તેઓ રામ અને ઈસુ અને ઈશ્વર એક એવી વ્યક્તિ તરીકે પસંદ કરે છે, જેને કોર્ટરૂમમાં ખેંચી જઈ શકાય, પણ તેને માનવતાની અંદર સ્થિત શક્તિશાળી કથાઓ દ્વારા પ્રગટ થતા અને પ્રસારિત થતા એક વિચાર તરીકે નકારી કાઢે છે. તેઓ બિન-ભૌતિક અને મનોવૈજ્ઞાનિકને અવાસ્તવિક ગણાવે છે. પ્રેમ તેમના માટે વાસ્તવિકતા નથી પણ માંસ અને સિક્કા છે.
તેઓ અહંકારપૂર્વક પોતાનો 'વૈજ્ઞાનિક' અને 'તર્કસંગત' તરીકે પ્રચાર કરે છે જોકે એમ કરવું સાચું નથી કારણ કે તેમની પાસે નમ્રતા અને જિજ્ઞાસાનો અભાવ છે, તેમને સમજણની નહીં પણ આધિપત્યની ખોજ છે. આ એક ખતરનાક વલણ છે, જે માત્ર ભારત જ નહીં, વિશ્વભરમાં ધર્મના આપણે જોયેલાં સૌથી કટ્ટરપંથી, અતાર્કિક અને વિકરાળ સ્વરૂપોની પ્રતિક્રિયાને સમજાવે છે.
- મિડ - ડેમાં ૭ ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Prosecuting the Gods નો અનુવાદ| હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા, પ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા
·
અનુવાદકઃ
અશોક વૈષ્ણવ, અમદાવાદ ‖ ૬ ડિસેમ્બર, ૨૦૨૩

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો