શુક્રવાર, 8 ડિસેમ્બર, 2023

સ્વ-વિકાસ : વિચાર વલોણું - "મૂલ્ય વૃદ્ધિ" અને તેની અનઅપેક્ષિત 'વ્યય'રૂપ આડપેદાશોનું વણથભ્યું ચક્ર

 તન્મય વોરા

"મૂલ્ય વૃદ્ધિ" આજે ચારે બાજુ સાંભળવા મળતો શબ્દપ્રયોગ છે.  કંપનીઓ ગ્રાહકોને વધુ મૂલ્ય મળે તે માટેના માર્ગો પર કામ કરવાને પ્રાથમિકતા આપવા લાગી છે, રહી છે, સંસ્થાઓમાં લોકોનું મૂલ્યાંકન તેઓ દ્વારા કરાતાં મૂલ્ય-વૃદ્ધિના આધારે કરવામાં આવે. ગ્રાહકો એવાં ઉત્પાદનો અને સેવાઓ એવા ઉત્પાદકો પાસેથી ખરીદવાનું પસંદ કરે છે જે તેમના માટે વધુ મૂલ્યવાન નીવડે. ભવિષ્યની સ્પર્ધાત્મક સરસાઈ "મૂલ્ય-વર્ધકો" નક્કી કરશે.

ચારે બાજુ મૂલ્યનો જ ખેલ છે, એમાં કોઈ બેમત નથી. એટલે મૂલ્ય વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરવું એ આજે કોઈપણ વ્યવસાયના મૂળમાં છે.

ગ્રાહકોને ઉચ્ચ મૂલ્ય પહોંચાડવા માટે, વ્યાપાર અગ્રણીઓ જાત જાતની જટિલ વ્યૂહરચનાઓ અમલમાં મૂકે છે. સમયાંતરે સંસ્થાનું પુનર્ગઠન કરે છે, નવી નવી પહેલ કરે છે, તેમની હાલની પ્રક્રિયાઓમાં સુધારાઓ કરતા રહે છે, કર્મચારીઓ અને અન્ય હિતધારકો વધારે મૂલ્યવૃદ્ધિ કરે એ માટે નવી નવી તાલીમોના પ્રયોગો પર  વગેરે પર ધ્યાન તેઓ કેન્દ્રિત કરે છે.

જોકે તે સાથે એવું પણ થાય છે કે સતત નવી નવી ગોઠવણો કે સુધારણાઓની આ પ્રક્રિયામાં, અકારણ જટિલતા, અમલદારશાહી માળખું, આંટૂઘૂંટીઓવાળી પ્રણાલીઓ, અનુત્પાદક પ્રવૃત્તિઓ પર અપાતો વધારો સમય, વધારે પડતાં થતાં ફરી ફરીને અમુક કામો કે એવી વસ્તુઓ પર ખર્ચવામાં આવતો સમય જે કદાચ મૂલ્ય વૃદ્ધિમાં સીધો ફાળો ન આપે, જેવા 'વ્યય', જાણ્યેઅજાણ્યેઆડપેદાશ રૂપે પેદા થાય છે. 

વધુ મૂલ્ય ઉમેરવાના પ્રયત્નો વધુ જટિલતા ઉમેરાતી જવાનું એક ચક્ર જ બની જવા લાગે છે.  આ જટિલતાના પરિણામે જે વ્યય પેદા થાય છે તે મોટ ભાગે ત્યારે જ નજરે ચડે છે જ્યારે મૂલ્ય ઉમેરવાના પ્રયત્નોનાં ધાર્યાં પરિણામ ન આવે, અથવા તો પરિણામો લાંબો સમય ટકે નહીં.  સરળ શબ્દોમાં કહીએ તો આ વ્યય પ્રક્રિયાની અંદરની કોઈપણ એવી પ્રવૃત્તિ છે જે મૂલ્ય ઉમેરતી નથી. "વ્યય દૂર કરવો" એ સંસ્થાને કસાયેલ અને ઉત્પાદક બનાવવાની ગુરુ ચાવી છે.

અને છેલ્લે: ગ્રાહકો  માટે મૂલ્ય વધારવાની કોઈ પણ વ્યૂહરચના વધુ જટિલતા અને વ્યયનો ઉમેરો નથી કરતી તે વિશે ખાસ તકેદારી રાખવી જોઈશે, કેમકે ફક્ત એક એવી વસ્તુ હોઈ શકે છે વધારી શકાયેલાં  મૂલ્યને તેના લાભાર્થી માટે અસરકારક રીતે ફળદાયી બનતાં રોકે છે. વ્યય દૂર કરતાં રહેવું, લાભાર્થીને અસરકારક રીતે વધારેલું મૂલ્ય ફળદાયી કરવું, પ્રક્રિયાઓ સરળ બનાવતાં રહેવું એ બધા પરિણામોની ગુણવત્તા વધારવાના શ્રેષ્ઠ માર્ગ છે.

સ્ત્રોત સંદર્ભ:: “Value” and “Waste” – Watch Them Constantly

અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો